વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખ સુધીમાં રાજ્યમાં થશે સાર્વત્રિક વરસાદ

મહારાષ્ટ્રના મુંબઈમાં બુધવારે વરસાદે કહેર વર્તાવ્યો હતો શહેરમા અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ગયા હતા. જેને લઈને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોચ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

image source

તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે અને 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે સાથે વરસાદી માહોલ સર્જાશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. આ ઉપરાંત 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે. નોંધનિય છે કે, હલામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં 98થી 102 ટકા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

image source

તો બીજી તરફ હાલમાં પડી રહેલી આગ ઓકતા તડકાને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. તો બીજી તરફ હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવન વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત્ રહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડીગ્રી વધીને 39.0 ડીગ્રી પર પહોચી ગયું હતું તેમજ લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં 0.4 ડીગ્રી વધીને 28.4 ડીગ્રી નોંધાયું હતું, જેને કારણે અમદાવાદ શહેરમાં ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. નોંધનિય છે કે, અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 38 ડીગ્રી કે એનાથી વધુ પર પહોંચી ગયો હતો.

image source

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં 39.8 ડીગ્રી સાથે ડીસા, 39.7 ડિગ્રી સાથે કંડલા પોર્ટ અને 39.4 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. તો બીજી તરફ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 11મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડવાની શક્યાતા છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

બુધવારે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો

તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતના કિનારે ભારે ગતીએ પવન ફૂંકાઈ શકે છે. જેની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતાં એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.

તમને જણાવી દઈએ આજે મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બુધવારે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે એક ચાર માળની ઈમારત ધરાશાયી થતા 11 લોકોના મોત નિપજ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!