કોરોના 2.0: ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો, જાણો કેટલા દર્દીઓમાં જોવા મળ્યા શંકાસ્પદ લક્ષણો

કોરોનાકાળ વચ્ચે ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. બ્રિટેનમાં જોવા મળેલા નવા સ્ટ્રેનનો હવે ગુજરાતમાં પગ પેસારો થયો છે. એક તરફ આજે કોરોના વેક્સિનનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના નવા સ્ટ્રેને ગુજરાતમાં એન્ટ્રી કરતા ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે યુકેથી આવેલા 4 લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. હાલમાં તમામ દર્દીઓને SVPમાં સારવાર માટે દાખલ કરાયા છે અને SOP પ્રમાણેની સારવાર શરૂ કરાઈ છે.

image source

હજુ 15 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી

તો બીજી તરફ આ મુદ્દે આરોગ્ય સચિવ ડો. જ્યંતી રવિએ જણાવ્યું હતું કે યુકેમાંથી જે નવો સ્ટ્રેન છે એના એરપોર્ટ પર સ્કેનિંગ કરાયા છે, જેમાંથી 4 લોકોને SVPમાં સારવાર હેઠળ મોકલ્યા છે, જ્યારે 15 સેમ્પલ હજુ પેન્ડિંગ છે. આપણી ટીમ દરરોજ તેમનું ચેકિંગ કરી રહી છે, સાથે જ મુખ્યમંત્રીની કોર કમિટીમાં પણ આ અંગે ચર્ચા થઈ છે. યુકેથી આવેલા લોકોના ટેસ્ટનાં સેમ્પલને પુણેની લેબમાં મોકલ્યા હતા, જેમાં 4 લોકો પોઝિટિવ આવ્યા છે. હજુ 15 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. UKથી આવેલી ફલાઈટના તમામ પેસેન્જર હાલમાં ઓબ્જર્વેશન હેઠળ છે.

image source

SVP હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી

તમને જણાવી દઈએ કે દર્દીઓની સારવાર માટે તૈયારીઓના ભાગ રૂપે SVP હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. કોવિડના આ નવા સ્ટ્રેનમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે. અમદાવાદમાં યુકેના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. લંડનથી અમદાવાદ આવેલા અને કોરોના પોઝિટિવ 4 દર્દીમાં લંડનનો સ્ટ્રેન જોવો મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ડિસેમ્બરે 175 મુસાફર લંડનથી અમદાવાદ એરપોર્ટ ઊતર્યા હતા હતા, જેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હજુ અન્ય 6 દર્દીના આ ટેસ્ટના રિપોર્ટ પુણે લેબોરેટરીથી આવવાના બાકી છે.

image source

રાજકોટમાં પણ જોવા મળ્યા લક્ષણો

આ ઉપરાંત અમદાવાદની સાથે રાજકોટ તેમજ સુરતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકોટમાં બ્રિટનથી આવેલા યુવાન અને તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે અને હાલમાં પરિવારના સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ મુદ્દે નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડના જણાવ્યા મુજબ, બ્રિટનથી યુવાનને કોરોના આવ્યો છે, તે પંચવટી રોડ પર રહે છે. રિપોર્ટ પોઝિટિવ છે, પણ નવો કોરોના છે કે નહીં એ હવે જાહેર થશે, પણ પરિવારના સભ્યોને પણ કોરોના આવ્યો. હશે નવો કોરોના છે કે નહિ એ હવે જાહેર થશે.

image source

22 ડિસેમ્બરે બ્રિટનથી આવ્યા હતા મુસાફરો

બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. આ મુસાફરોમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશભરમાં નવા સ્ટ્રેનના કેસ મળી આવતા ભારત સરકારે બ્રિટનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત