ગુજરાતમાં અહીં મેઘો ધોધમાર, 1 કલાકમાં કરા સાથે 4 ઈંચ વરસાદ, હવામાન વિભાગની આ આગાહી વાંચીને પછી જ બહાર નિકળજો

જસદણના આંબરડીમાં મેઘો ધોધમાર, 1 કલાકમાં કરા સાથે 4 ઈંચ વરસાદ, આજથી 5 દિવસ ભારે!

જસદણના આંબરડીમાં માત્ર એક કલાકમાં 4 ઈંચ વરસાદ પડયો હતો. તો ઉત્તર ગુજરાતમાં ઝાપટાંથી લઈને સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ચોમાસાની સત્તાવાર શરુઆત થાય તે પૂર્વે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક રાઉન્ડ લીધો છે. જસદણ તાલુકાના આંબરડી ગામે ગુરુવારે સાંજે માત્ર એક કલાકમાં ધોધમાર ચાર ઈંચ જેટલો વરસાદ પડતાં રોડ ઉપર નદીઓ વહેતી થઈ ગઈ હતી.

image source

આંબરડી ગામે તેમજ મોઢુકા, નવાગામ, સોમલપર સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ પડયો હતો. આંબરડી અને નંઘાળી ગામે વરસાદની સાથે કરા પણ પડયા હતા. જ્યારે બોટાદ, ગઢડા પંથકમાં વરસાદના સારા ઝાપટાં પડયાં હતા. બોટાદમાં પોણો ઈંચ પાણી પડી ગયું હતું.

image source

ડાંગમાં આહવા, વઘઇ, સુબીર સહિત સાપુતારાના તળેટી વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે કયાંક ધોધમાર તો કયાંક ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા વાતાવરણ ખુશનુમાં બન્યુ છે. જેથી સાપુતારાની મજા માણવા આવેલા સહેલાણીઓમાં આનંદ બેવડાયો છે.

image source

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં સવા ઈંચ, પોશિનામાં એક ઈંચ અને ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. દાંતા તાલુકામાં ગત્ રાત્રિએ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતાં પાતળિયા નદીમાં પુર આવ્યું હતું. આ ઉપરાંત તલોદ, ઈડર, ધનસુરામાં પા ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વિજયનગર, હિંમતનગર, માલપુર, બાયડ, મેઘરજ, સિદ્ધપુર, થરા, ભીલડી, અંબાજી, હડાદ અને દાંતા સહિતના વિસ્તારોમાં મોટા વરસાદી ઝાપટાં પડયાં હતા.

image source

કેરળમાં ચોમાસાનું આગમન થતાં હવે ગુજરાતમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટિનો પ્રારંભ થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં પ્રથમ દિવસે શુક્રવારે દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડી શકે છે.

અમદાવાદ શહેરમાં પણ રવિવાર સુધીમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. એટલે હવામાન વિભાગ પ્રમાણે રવિવાર અમદાવાદીઓ માટે ખાસ રહી શકે છે.

  • 4 જુન । દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર
  • 5 જુન । દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર
  • 6 જુન । ખેડા, પાટણ, દાહોદ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલી
  • 7 જુન । દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દિવ, અમદાવાદ, આણંદ, ખેડા
  • 8 જુન । વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *