દાઉદને પકડનાર ગુજરાતના પૂર્વ IPS અધિકારી જીવે છે આવી મોજીલી જિંદગી… જુઓ વિડિઓ..

ગુજરાતના આ પૂર્વ IPS અધિકારી જીવે છે આવી ખાસ જિંદગી, જુઓ વીડિયો

છેલ્લા કેટલાક સમયથી પહાડી વિસ્તારોમાંથી જાણીતા બનેલા ગુજરાતના પૂર્વ ડીજીપીનો વીડિય વાયરલ થઈ રહ્યો છે. આ ડીજીપીની કરિયરમાં ક્યારેય કોઈ વિવાદ જોવા મળ્યો નથી. અનેક પડકારજનક કેસને પૂરા પાડનારા આ પીસી ઠાકુર કેરિયર સમયે પોતાના વખાણથી કાયમ દૂર રહ્યા છે. થોડા મહિના પહેલાં એખ ખાસ ઘટનાના કારણે સરકારમાંથી તેમને નિવૃત્તિ મેળવી. કોઈ પણ ખાસ વ્યક્તિ અને તે પણ ડીજીપી માટે આ અપમાનજનક ઘટના હોઈ શકે.

આ ડીજીપી ઠાકુરે આજ સુધી ફરજમાં ક્યારેય ના પાડી નથી. આ ઘટના બાદ તેઓએ તરત જ રાજીનામું આપ્યું છે. નિવૃત્તિ પછી તેઓ વડોદરામાં સ્થાયી થયા છે અને એક સામાન્ય જીવન જીવે છે. પારંપરિક પીડાદાયક સમયમાંથી પસાર થતી સમયે પત્નીએ પણ તેમનો સાથ છોડી દીધો અને શ્રીજી ચરણ પામ્યા. તેમની પત્નીએ તેમની ખૂબ જ સેવા કરી હતી. જીવનના માઠા સમયમાં પણ તેઓ હવે સમવયસ્કો સાથે જીવન પસાર કરી રહ્યા છે.

જાણો કેવી રીતે પકડ્યો હતો દાઉદને

એક સમયનો ડોન દાઉદ એ જમાનામાં દાણચોરી માટે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કરતો. દાઉદ સામે કસ્ટમ વિભાગે કાફેપોસા એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ કસ્ટમની પકડમાં દાઉદ આવતો ન હતો. તે સમયે એક વાર ખબર મળી કે દાઉદ વડોદરા આવ્યો છે. આ સમયે ડીજીપી પીસી ઠાકુરે તેને ઝડપી લીધો અને કસ્ટમમ વિભાગને સોંપ્યો. આ સમયે સામાન્ય દાણચોરી કરનારો દાઉદ આવો મોટો આતંકવાદી બનશે તેવી ગુજરાત અને ભારતની પોલીસને કલ્પના પણ ન હતી.

હમણાં રવિવારે જ ફ્રેન્ડશીપ ડેના દિવસે વડોદરા નજીકના શિવપુરા જંગલમાં મિત્રો સાથે ડીજીપી ઠાકુર જોવા મળ્યા હતા. આ સમયે તેઓ એક ટીનએજરની જેમ એક ગીત લલકારી રહ્યા હતા અને સાથે જ મિત્રો સાથે મન ભરીને ઝૂમ્યા પણ હતા. વીડિયોમાં તમે ડીજીપી ઠાકુરનો ખાસ મોજીલો અંદાજ માણી શકો છો.

નોંધ- તમામ માહિતિ મેરા ન્યૂઝમાંથી લેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત