Site icon News Gujarat

ગુજરાતમાં ચૂંટણી પહેલાં 26 IAS અધિકારીઓની બદલી, જુઓ જયંતી રવિ અને નહેરાની જગ્યાએ કોણ આવ્યું

લાંબા સમય બાદ ગુજરાતમાં IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરી દેવાઈ છે. માહિતી મળી રહી છે કે ગુજરાત સરકારમાં બુધવારની રાતે નવ અધિક મુખ્ય સચિવ- ACS સહિત બ્યુરોક્રેટ્સમાં 26 IAS ઓફિસરોમાં બદલી- બઢતીના આદેશો થયા છે. એમાં શામેલ કોરોનાકાળમાં ચર્ચાસ્પદ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિને પોંડિચેરી ટ્રાન્સફર માટે સામાન્ય વહિવટ વિભાગ- GADએ મુક્ત કરતાની સાથે આ વિભાગની જવાબદારી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના ACS મનોજ અગ્રવાલને સોંપી દેવામાં આવે છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને હોદ્દાની રૂએ સચિવ તરીકે કાર્યરત રહેવા ઓર્ડર કર્યો છે. જયંતી રવિની સાથે સાથે પંકજ કુમાર, રાજીવ ગુપ્તા, વિજય નહેરા, સુનૈના તોમર, કમલ દયાણી સહિતના 26 IASની બદલી અને બઢતી કરવામાં આવી છે. એ 26માં એક સાથે 18 IASની બદલી કરી દેવાઈ છે. જેમાં સૌથી વધુ ચર્ચિત અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે, અને બાકીના 8ની બઢતી કરવામાં આવી છે.

image source

જો વાત કરીએ રાજીવ ગુપ્તાની તો એમની ગાંધીનગર ખાતે બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં ચર્ચીત IAS રાજીવ ગુપ્તાને ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પહેલાં વન વિભાગની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ દરમિયાન તેમનું એક ટ્વીટ બહુ ચર્ચામાં આવ્યું હતું. આફ્રિકાના સિંહોનો વીડિયો પોસ્ટ કરીને ગીરના સિંહો હોવાનું દર્શાવ્યું હતું. જેને લઈ આ વીડિયો ફેક હોવાથી લોકોએ ખૂબ ટ્રોલ કર્યા હતા. ત્યારે હવે તેઓની બદલી કરી નાખવામાં આવી છે અને ગાંધીનગરમાં મોકલી દેવામાં આવ્યા છે.

એ જ રીતે વાત કરીએ IAS વિજય નેહરાની તો એમની પણ બદલી કરવામાં આવી છે. વિજય નહેરાને ગાંધીનગર ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં મૂકવામાં આવ્યા છે. તો વિજ્ઞાન વિભાગમાંથી હરીત શુક્લાને ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકી દીધા છે. વિજય નેહરા અમદાવાદમાં લોકો વચ્ચે જે IASની છબી બની હતી. એ વિજય નેહરા પણ કોરોનાકાળ દરમિયાન ચર્ચામાં રહ્યા હતા.

image source

જયંતી રવિનું નામ સાંભળીને લગભગ કોઈને ઓળખાણ આપવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના શિરે હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી. જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે.

1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. આ બધા જ ફેરફારો ચૂંટણી અગાઉ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકી સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ક્યા અધિકારીની બદલી ક્યા થઈ?

(5) સુનૈના તોમર, ઊર્જા વિભાગમાંથી ખસેડીને સામાજિક ન્યાય વિભાગમા મૂકાયા

(10) મમતા વર્મા, ઉદ્યોગ વિભાગમાંથી ખસેડીને ઊર્જા વિભાગમાં મૂકાયા

(15) જયપ્રકાશ શિવહરે, આરોગ્ય કમિશનર તરીકે કામ કરશે

(21) પોન્ગુમટલા ભારથી, સર્વ શિક્ષા અભિયાનમાંથી ખસેડીને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સર્વ શિક્ષા અભિયાનમાં કામ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version