ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ-તે’ વાવાઝોડું ટકરાયું, હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત

હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તાઉતે વાવાઝોડું ગુજરાતને ટકરાઈ ચુક્યું છે. એટલે કે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકી ચુક્યું છે અને આગામી 2થી 3 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે. આ સમયે લોકોને સુરક્ષિત સ્થાને રહેવા સુચના આપવામાં આવી છે.

image source

વાવાઝોડુ દરિયાકાંઠાના વિસ્તારને સૌથી વધારે અસર કરશે. દરિયાકિનારાના વિસ્તારમાં ભારે ગતિથી પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાના લેન્ડફોલ સમયે દીવમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. દીવમાં 100 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. અહીં વિજળી સપ્લાય પણ બંધ કરવી પડી હતી. આ સાથે જ રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદ પણ શરુ થયો હતો.

image source

વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંટ્રોલ રુમથી જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારે પવન ફુંકાવો અને વરસાદ સાથે વાવાઝોડાનું લેન્ડફોલ શરુ થઈ ચુક્યું છે. આ વાવાઝોડું શરુ થતા 2 કલાક થાય અને તેની અસર પસાર થયા પછી 2 કલાક રહે છે. એટલે કે વાવાઝોડું રાત્રે 1 કલાક સુધીમાં પસાર થઈ શકે છે.

image source

તેમણે વિગતો આપતા કહ્યું હતું કે વાવાઝોડાની આંખ હોય છે તે પસાર થાય ત્યારે હવાની ગતિ ઘટી જાય છે. પરંતુ તેનાથી એમ ન માની લેવું કે વાવાઝોડાનું સંકટ ટળી ગયું. કેન્દ્ર પસાર થયા બાદ વાવાઝોડું ગતિથી પસાર થાય છે. તે સમયે પવન ગતિ 150 કિમી કે તેનાથી વધુ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે વાવાઝોડુ પસાર થશે ત્યાં સુધી તેઓ અને તમામ અધિકારીઓ કંટ્રોલરુમમાં સ્ટેન્ડ ટુ રહેશે.

image source

ઉલ્લેખનીય છે કે પવનની ગતિ વધી જવાથી ઠેરઠેર ઝાડ પડી ગયા છે તો કોઈ જગ્યાએ વિજ પુરવઠો ખોરવાયો છે. પરંતુ ખાસ તકેદારી રાખવામાં આવી છે કે કોરોનાના દર્દીઓને કોઈ જ તકલીફ થાય નહીં. સરકારે જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો દર્દીઓને એરલિફ્ટ પણ કરવામાં આવશે.

image source

આગાહી અનુસાર સૌથી વધુ અસર જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરને થશે. આ સિવાય અન્ય જિલ્લામાં પવનની ગતિ 100 કિમી આસપાસ રહેશે. આ જિલ્લામાં દ્વારકા, જામનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. જ્યારે આણંદ, ભરુચ અને અમદાવાદના ધોલેરામાં પણ થોડી અસર વાવાઝોડાની વર્તાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!