ગુજરાતના નવા DGP આશિષ ભાટિયા અંગેની આ અજાણી વાતો, વાંચીને તમે પણ કહેશો વાહ…

ગુજરતમાં નવા નીમાયેલા પોલીસવડા આશિષ ભાટિયા હાલમાં ચર્ચામાં છે. ત્યારે અમે એમના વિશેની આ અજાણી વાતો આપને જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે કદાચ જ જાણતા હશો. ગુજરાતમાં કાર્યરત વર્ષ ૧૯૮૫ બેચના આશિષ ભાટિયાનું જન્મસ્થળ હરિયાણા છે. એ ઇન્ડિયન પોલીસ સર્વિસ અંતર્ગત ગુજરાતમાં જોડાયા એ પહેલા એન્જીનીયરીંગનો અભ્યાસ પણ કરી ચુક્યા છે. એમણે ગુજરાત કેડરમાં જ પોતાની સર્વિસ શરુ કરી હતી.

image source

૨૦૧૬ દરમિયાન સુરતના પોલીસ કમિશનર

વર્ષ ૧૯૮૫ દરમિયાન ગુજરાત કેડરમાં જોડાયેલા આશિષ ભાટિયાનું મૂળ વતન હરિયાણા છે. જો કે પોલીસ સર્વિસમાં જોડાયા એ પહેલા તેઓ પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યા છે. જો કે ભૂતકાળની વાત કરીએ તો તેઓ ૨૦૧૬ દરમિયાન સુરતના પોલીસ કમિશનર રહી ચુક્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જવાબદારી સંભાળતા પહેલા તેઓ સિઆઈડી ક્રાઈમના વડા રહી ચુક્યા છે.

image source

આશિષ ભાટીયા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ માટે માસ્ટર

સામાન્ય રીતે આશિષ ભાટીયાને શાંત પ્રકૃતિના અધિકારી માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૧ દરમિયાન તેઓ પોલીસ મેડલ પણ મેળવી ચુક્યા છે. ત્યાર બાદ વર્ષ ૨૦૧૧માં એમને પ્રેસિડેન્ટ મેડલ પણ મળ્યું છે. અત્યાર સુધીની તેમની જે પણ પોસ્ટ રહી છે એમણે પોતાની એ પોસ્ટ પર રહીને જે કામ કર્યું છે, તેનાથી તમામ અધિકારીઓ સંતુષ્ટ રહ્યા છે. એટલું જ નહિ પણ પોલીસ વિભાગમાં અધિકારીઓ તેમની સાથે કામ કરવાનો જે અવસર મળે છે એને એક લ્હાવો ગણાવે છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગમાં આશિષ ભાટીયાને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ માટે માસ્ટર માનવામાં આવે છે.

image source

માહિતીના આધારે કેસ સુલઝાવવામાં પણ માહેર

સામાન્ય રીતે પોલીસ વિભાગમાં સૌથી વધારે મહત્વ ગુન્હાની તપાસ અને એની શોધખોળમાં જ હોય છે. એમાં પૂછપરછ મહત્વનું ગણાય છે. ભૂતકાળમાં કોઈ પણ આરોપીની સતત સાતથી આઠ કલાક સુધીની મેરેથોન સમાન તપાસ કરવાની ક્ષમતા એમની પાસે છે. એટલું જ નહિ પણ એ જ્યારે પણ કોઈ આરોપીનું ઇન્ટરોગેશન કરવાનું શરુ કરે ત્યારે બહાર ઉભેલા અધિકારીઓને એ વાતની પૂરી ખાતરી હોય કે સાહેબ એમાંથી કઈક નવું જરૂર શોધી લાવશે. આ સિવાય કોઈ પણ કેસને તપાસમાં મળેલી માહિતીના આધારે સુલઝાવવામાં પણ આશિષ ભાટિયા માહેર ગણવામાં આવે છે.

image source

સીરીયલ બોમ્બ બ્લાસ્ટની તપાસ એમણે કરી હતી

રાજ્યમાં નવા નીમાયેલા પોલીસ વડા ગુજરાત ડીજીપી તરીકે હવે આશિષ ભાટિયાના નામ પર ગુજરાત સરકારે મહોર લગાવી દીધી છે. આપને એમના ભૂતકાળ વિશેની એવી વાતો જાણીને આશ્ચર્ય થશે. આશિષ ભાટિયા એ એવા અધિકારી છે જે સતત આઠ કલાક સુધી પણ આરોપીની પૂછપરછ કરી શકે છે. પોલીસ વિભાગમાં તેઓ પોતાની મક્કમ અને કડક ઓફિસર તરીકેની છાપ ધરાવે છે. જ્યારે પણ તે આરોપીની પૂછપરછ કરવા માટે બેસતા હતા ત્યારે બહારના ભાગે પોલીસ અધિકારીઓની લાઈન લાગી જતી. અધિકારી સતત વિચારતા કે સાહેબ હમણા કઈક નવું જ લઈને આવશે. એટલું જ નહિ આશિષ ભાટીયાએ અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટની તપાસ પણ કરી હતી. ઇન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ લાવનાર પણ આશિષ ભાટિયા પ્રથમ અધિકારી હતા.

image source

ઇન્ડિયન મુજાહિદ્દીન મોડેલની વાત કરનાર પ્રથમ

સામાન્ય રીતે એમની કામગીરીમાં અનેક કામો જોડાયેલા છે, ત્યારે વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે પણ આ તપાસ એમણે કરી હતી. એ સમય દરમિયાન આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા અને એમને પોતાની આખી ટીમને એકત્ર કરીને માત્ર ૨૦ જ દિવસમાં આખોય કેસ ઉલેચી નાખ્યો હતો, અને ૩૦ જેટલા આરોપીઓને પણ ઝડપી લીધા હતા. જો કે નવાઈની વાત તો એ છે કે આ બોમ્બ બ્લાસ્ટ પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો જ મોડ્યુલ સંકળાયેલ છે તેવું કહેનારા પ્રથમ અધિકારી પણ હતા.

લઠ્ઠાકાંડમાં પણ આશિષ ભાટીયાની મુખ્ય ભૂમિકા

image source

પોતાના કાર્યકાળમાં અનેક જગ્યાએ એમણે ભાગ ભજવ્યો છે. વર્ષ ૨૦૦૮માં થયેલા લઠ્ઠાકાંડની તપાસમાં પણ એમનો મહત્વનો રોલ રહ્યો છે. ત્યાર પછી સામે આવેલા બીટકોઈન કૌભાંડમાં પણ તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અનેક અધિકારીઓથી માંડીને અનેક લોકોના નામ સામે આવ્યા હતા. આ કેસ ઘણો જટિલ હોવા છતાં આશિષ ભાટીયાની આગેવાનીમાં એને ઉકેલવામાં આવ્યો હતો.

જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં આગેવાની

આ જ સમયગાળામાં જયંતિ ભાનુશાળીની હત્યાનો કેસ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો, આ કેસની માહિતી પ્રમાણે જયંતિ ભાનુશાળીની હત્યા ચાલુ ટ્રેનમાં કરવામાં આવી હતી. આ કેસની તાપસ પણ સીઆઇડી ક્રાઇમ અને રેલવે દ્વારા કરવામાં આવી રહી હતી. આ કેસમાં પણ તપાસ આશિષ ભાટીયાની આગેવાનીમાં જ કરવામાં આવી હતી. જો કે આખરે આરોપીઓ સુધી પહોચવામાં પોલીસ સફળ તહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત