બાપ રે…ગુજરાતના આ દિગ્ગજ ધારાસભ્યના પરિવારના 22 સભ્યોને કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં હડકંપ

ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના પોઝેટીવ કેસમાં સતત વધારો થતો જ જોવા મળી રહ્યો છે ઉપરાંત કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક પણ એવી રીતે જ વધતો જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં આજ રોજ કોરોના વાયરસના નવા ૩૭ કેસ પોઝેટીવ નોંધવામાં આવ્યા છે અને કોરોના વાયરસથી સંક્રમિત વધુ ૫ દર્દીઓનું મૃત્યુ થઈ ગયું છે.

image source

મોરબી જીલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરાના દીકરા અને વહુનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. તાજેતરમાં ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર અને વહુ પોતાના ઘરે રહીને કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે.

જો કે, અત્યાર સુધીમાં ધારાસભ્ય લલિત કગથરાના કગથરા પરિવારમાં ૭૦ વ્યક્તિઓ છે જેમાંથી ૨૨ વ્યક્તિઓના કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવી ગયા છે. તેમ છતાં ધારાસભ્ય લલિત કગથરાના પત્નીનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

image source

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં જ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ કોરોના વાયરસથી સંક્રમિત ૬૮ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. તેમજ કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દીઓની સંખ્યા ૧૯૦૦ને પાર થઈ ગઈ છે. જયારે ગુજરાતના અન્ય ભાગો અમરેલીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલ નવા ૧૧ કેસ નોધાયા છે. જયારે જામનગરમાં ૨૦ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

જયારે ગોંડલ શહેરમાં ૫ વ્યક્તિઓના કેસ કોરોના વાયરસથી સંક્રમિત નોંધાયા છે. જયારે ઉપલેટા શહેરમાં ૪ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જયારે રાજકોટની કેન્સર હોસ્પિટલમાં એક દર્દીનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હોવાના લીધે ૧૬ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી હોસ્પિટલને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

આજ રોજથી દેશમાં લાગુ કરવામાં આવેલ અનલોક- ૩ની પ્રક્રિયા વિષે રાજકોટના કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા વિષે જણાવતા પોલીસ કમિશનર કહે છે કે, ‘ આજ રોજથી રાતના સમયે લાગુ કરવામાં આવેલ ક્ર્ફ્યુંને હટાવી દેવામાં આવ્યું છે.

-રાતના સમય દરમિયાન પણ દુકાનોને હવે ખુલ્લી રાખી શકો છો.

-ઉપરાંત શહેરના રેસ્ટોરંટ અને ખાણીપીણીની દુકાનોને ફક્ત રાતના ૧૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

-અનલોક ૩ લાગુ કરતા બાઈક પર હવે બે વ્યક્તિ યાત્રા કરી શકશે. જયારે નાની કારમાં ડ્રાઈવર સહિત અન્ય બે વ્યક્તિઓ મુસાફરી કરી શકે છે જયારે મોટી ફોર વ્હિલ કારમાં ડ્રાઈવર સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.

image source

-લગ્ન પ્રસંગ વિષે જણાવતા કહે છે કે, કોઇપણ લગ્ન પ્રસંગમાં ફક્ત ૫૦ વ્યક્તિઓ જ સામેલ થઈ શકશે.

-અનલોક ૩ લાગુ કર્યા પછી પણ સ્પોર્ટ્સ એક્ટીવીટી માટે પરવાનગી આપવામાં આવી નથી. આ સાથે જ માસ્ક નહી પહેરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પોલીસ હવે સિવિલ ડ્રેસમાં પણ ચેકિંગ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત