સુશાંત ડેથ કેસમાં ગુજરાત FSLની મોટી કાર્યવાહી, બોલિવૂડ સ્ટાર્સના 35 ડિવાઇસનાં લોક ખોલતા જ મચી ગયો હાહાકાર

14 જૂન 2021એ સુશાંતના મોતને 1 વર્ષ થઈ જશે. જો કે હજુ આ કેસમાં કોઈ નીવેડો આવ્યો નથી, દેશની મોટી મોટી એજન્સીઓ આ કેસમાં તપાસ કરી ચૂકી છે. આ જ કેસમાંથી વચ્ચે ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યો હતો અને કંઈ કેટલા મોટા મોટા સ્ટાર એમાં ભીંસમા આવી ગયા હતા. ડ્રગ્સપ્રકરણનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે આવા લોકોના નામ પણ આવી શકે છે.

image source

જેટલા પણ લોકોના નામ આવ્યા એ બોલિવૂડ સ્ટાર્સના ફોન નંબર ડ્રગ્સ-ડીલર તેમજ કેરિયર પાસે મળવા લાગ્યા હતા. આના આધારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ બોલિવૂડ સેલિબ્રિટીઓનાં ફોન, લેપટોપ, મેકબુક, પેનડ્રાઈવ વેગેરે જમાકરીને ગુજરાત FSLમાં તપાસ માટે મોકલ્યાં હતાં. આ વાત હવે બહાર આવી છે અને ગુજરાત કનેક્શન બહાર આવતા જ ગુજરાતમાં ચર્ચા જાગી છે.

image source

ત્યારે હાલમાં જો વાત કરીએ તો ગુજરાત FSLની તપાસમાં કેટલાંક ચોંકાવનારાં કારણો જાણવા મળ્યા છે અને એ તથ્યો ખુબ જ ઉંડાણવાળા છે. એક તપાસમાં એવું બહાર આવ્યું છે કે FSLની ટીમ પાસે 84 ડિવાઈસ તપાસ માટે હતાં, જેમાંથી 35 ડિવાઈસમાંથી 5 TB ડેટા રિકવર થયો છે. જો આ બધાન પ્રિન્ટ કાઢવામાં આવે તો 5 લાખથી વધુ કોપી થઈ જાય.

image source

રિયા ચક્રવર્તી, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંઘ, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, કરિશ્મા પ્રકાશ સહિતની બધી જ હસ્તીઓના ડિવાઈસ અહીં ગુજરાતમાં તપાસ માટે આવ્યા હતા. ત્યારે આ ડિવાઈસની તપાસ કરી રહેલા FSLના એક અધિકારીએ વાત કરી હતી કે આ સેલિબ્રિટીઓના ડ્રગ-ડીલર તથા કેરિયર સાથે ફ્રિક્વન્ટ ચેટિંગ થયાં છે. આ ચેટિંગમાં તેમણે વારંવાર D અને do જેવા સિક્રેટ કોડનો ઉપયોગ કર્યો છે.

image source

અધિકારીએ આગળ ઘટસ્ફોટ કરતાં વાત કરી કે આ બધા સિક્રેટ કોડનો ઉપયોગ ડ્રગ્સની ડિલિવરી તેમજ તેની હેરફેર માટે વપરાયા હોય એવું પાક્કે પાયે લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં 35 ડિવાઈસમાંથી ડેટા રિકવર થઈ શક્યા છે અને વધુ ને વધુ ડિવાઈસના કોડ ખૂલ્યા બાદ વધુ વિગતો પ્રાપ્ત થઈ શકશે એવી પણ માહિતી અધિકારીએ આપી હતી.

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાત FSL પાસે બોલિવૂડની નામી હિરોઈનો સહિતની સેલિબ્રિટીનાં કુલ 84 ડિવાઈસ છે, જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, પેનડ્રાઈવ અને ડીવીઆરનો પણ સમાવેશ થાય છે.

image source

જો આ ડિવાઈસ વિશે વાત કરીએ તો આ એવું ડિવાઈસ છે કે જેને સેલિબ્રિટીઓ એક સમયે પોતાના પાસેથી એક સેકન્ડ માટે પણ દુર થવા નહોતા દેતા અને હવે FSLની લેબમાં એક પછી એક આ ડિવાઈસ ખુલી રહ્યા છે અને સાથે સાથે જ તેની કાળી કરતૂતો પણ બહાર આવી રહી છે. અત્યાર સુધીમાં FSL દ્વારા 35 મોબાઈલ અનલોક કરી દેવામાં આવ્યા છે અને આ ફોનમાં સેલિબ્રિટીઓએ થ્રી લેયર કોડ નાખેલા હતા, જેમાં સ્ક્રીન લોક, ત્યાર બાદ નંબર કોડ અને ત્યાર બાદ એપલોક સોફ્ટવેરનો પણ સમાવેશ થયો હતો.

એકપણ સેલિબ્રિટીએ અનલોકના કોડ તપાસ એજન્સીઓને આપ્યા નહોતા. છતાં બધું હાઈ ટેક્નોલોજીના કારણે થઈ ગયું. આ વખતે જે રીતે અનલોક કર્યું એમાં 120 જીબી સુધીનો ડેટા પણ રિકવર થાય છે. આ ડેટાની સાથે ઘણાં લોક સોફ્ટવેર પણ મોબાઈલમાં હતાં, જેમાં પેઈડ વર્ઝન સામેલ છે.

કેસ વિશે આગળ વાત કરતાં FSLના અધિકારીએ જણાવ્યું હતું કે 35 ડિવાઈસમાંથી રિકવર કરાયેલા ડેટામાં ફોટો, સ્ક્રીન શોટ, ઓડિયો અને વીડિયો ડેટા, વ્હોટ્સએપ ચેટ, SMS, કોલ લોગ, વ્હોટ્સએપ કોલ લોગ, સોશિયલ મીડિયા, વીડિયો કોલ લોગ, ડિલિટ કરેલો ડેટા જેવા મહત્વના પૂરાવા સામેલ છે. આ ડેટાને પુરાવા તરીકે પ્રિન્ટ કરાય તો 5 લાખ કરતાં વધુ પેજ થઈ જાય એમાં નવાઈ નહીં. જેથી NCBએ આ સમગ્ર ડેટા ડિજિટલમાં જ પોતાની પાસે રાખ્યો છે.

image source

NCBએ આપેલા ફોનનાં ચેટ અને સ્ક્રીન શોટમાં નાના પાઉચમાં કાળા કલરની વસ્તુ દેખાય છે જે વિડ (મારિજુઆના) હોઈ શકે છે. એની સાથે ટેબ્લેટના સિમ્બોલિક પિક્ચર પણ છે એને આધારે NCB તપાસ કરી રહી છે. સાથે જ મહત્વનો ખુલાસો એ પણ થયો છે કે હજારો ડેટાની વચ્ચે D, do જેવા કોડ પણ હોવાનું સામેલ છે, જેને માઈક્રો ફિલ્ટર કરવા માટે હવે NCB નવા ડેટાની ડિમાન્ડ કરશે, જે સમગ્ર ડ્રગ્સ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ કેસમાં કોઈ નીવેડો આવે છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!