આશિષ ભાટિયાની ગુજરાતના નવા DGP તરીકે વરણી

ગુજરાત રાજ્યના પોલીસ તંત્રમાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલાવ માટે એટલે કે રાજ્યમાં નવી વરણી માટે થઈને રાજ્યના અધિકારી તરીકે ચીફ સેક્રેટરી અનીલ મુકીમ અને એડીશનલ ચીફ સેક્રેટરી ગૃહ વિભાગ સંગીતા સિંહ UPSC સાથે દિલ્લી ખાતે મીટીંગમાં જોડાયા હતા. ત્યારબાદ લેવાયેલા નિર્ણયમાં ગુજરાતના નવા પોલીસ વડા તરીકે હવે આશિષ ભાટિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ નિર્ણય પછી હવે ગુજરાતના પોલીસ તંત્રમાં અનેક બદલાવોની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં અમદાવાદમાં પણ નવા પોલીસ કમિશનરની જાહેરાત કરવામાં આવશે.

image source

UPSC દ્વારા ત્રણ નામ પસંદ કરવામાં આવ્યા હતા

આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય જાહેર સેવા આયોગને નવા DGPના નામો માટેની એક યાદી મોકલી આપવામાં આવી હતી. મોકલવામાં આવેલી આ યાદીમાંથી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા ત્રણ નામ પસંદ કરવામાં આવ્યા હતા. આ ત્રણ નામમાંથી રાજ્ય સરકારે રાજ્યના નવા પોલીસ વડાની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાના નામ પર મહોર મારવામાં આવી છે.

image source

રાજ્યના DGPની રેસમાં સૌથી પહેલા રનરઅપ

આશિષ ભાટિયા વિશે જણાવીએ તો આશિષ ભાટિયા એ અમદાવાદના પોલીસ કમિશનર રહી ચુક્યા છે. વર્ષ ૧૯૮૫થી તેઓ ગુજરાત પોલીસમાં આઈપીએસ કેડરના અધિકારી રહ્યા છે. જો કે એ જ રાજ્યના DGPની રેસમાં સૌથી પહેલા રનર માનવામાં આવી રહ્યા હતા. આ અંગેની ખબરો મીડિયામાં પણ બતાવવામાં આવી હતી. જો કે હવે જ્યારે DGP તરીકે આશિષ ભાટીયાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે હવે જલ્દી જ એમની જગ્યાએ નવા પોલીસ કમિશનરની નિમણૂક પણ આવતા એક અથવા બે દિવસમાં કરવામાં આવી શકે છે. જો કે હાલમાં કમિશનર પદ માટે સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

image source

શિવાનંદ ઝાનો કાર્યકાળ ત્રણ મહિના લંબાવાયો હતો

આપને જણાવી દઈએ કે શિવાનંદ ઝા આમ તો આ વર્ષે એપ્રિલ મહિનામાં જ રીટાયર થઇ જવાના હતા. પણ, કોરોના મહામારીના પગલે એમના કાર્યકાળને ત્રણેક મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. જો કે અંદરના સુત્રો દ્વારા એવી માહિતી પણ મળી છે કે શિવાનંદ ઝાએ વધુ ત્રણ મહિના માટે પોતાનો કાર્યકાળ લંબાવવા પ્રયત્ન પણ કર્યા હતા. પણ આ વખતે સીધા દિલ્હીથી જ રાજ્યમાં નવા DGP માટેની તૈયારીઓ શરુ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આદેશ સાથે જ સરકારી તંત્રો દ્વારા પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી.

image source

DGPની નિમણુક સાથે વિભાગમાં બદલીની સંભાવના

રાજ્યમાં નવા DGPની નિમણુક સાથે જ પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં બદલી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય અમદાવાદમાં પણ નવા પોલીસ કમિશનરની નિમણુક કરવામાં આવશે. આ અંગેની સૌથી પહેલી માહિતી મીડિયા દ્વારા આપવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં થનારા ફેરફાર અંગે જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ મીડિયા દ્વારા આશિષ ભાટિયાનું નામ આમાં સૌથી આગળ હોવા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત