જાણો કેવા કપડાંમાં જોવા મળશે હવેથી રાજ્યભરના ઓટો રીક્ષા ડ્રાઈવર્સ

ગુજરાત સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે યુનિફોર્મ કર્યો ફરજિયાત, ઓટો રીક્ષા ડ્રાઈવર્સની ઓળખાણ સરળ કરવા લેવાયો નિર્ણય, જાણો કેવા કપડાંમાં જોવા મળશે હવેથી રાજ્યભરના ઓટો રીક્ષા ડ્રાઈવર્સ

image source

ગુજરાતમાં રાજ્ય સરકારે વધુ એક આશ્ચર્ય થાય તેવો નિયમ જાહેર કર્યો છે. આજે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના તમામ ઓટો રીક્ષા ડ્રાઈવરો માટે યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવે છે. એટલે કે હવેથી રાજ્યભરના રીક્ષા ડ્રાઈવરો એક જેવા યુનિફોર્મમાં જોવા મળશે.

image source

રાજ્ય સરકારના આદેશ અનુસાર ઓટો રીક્ષા ડ્રાઈવર્સની ઓળખાણ સરળતાથી કરી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે એક પરીપત્ર જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે યુનિફોર્મ નક્કી કરવા અંગે ઘણા સમયથી વિચારણા ચાલી રહી હતી.

image source

રાજ્ય સરકારે આ નિયમ મોટર વાહન અધિનિયમ, 1988 તેમજ ગુજરાત મોટર વાહન નિયમો 1989 અંતર્ગત લીધો છે. પરીપત્રમાં નોંધવામાં આવ્યું છે કે આ અંગે ગત 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમ 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવર્સે યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે.

image source

જો કે સરકારે એમ પણ જણાવ્યું છે કે આ નિયમ જાહેર કરતાં પહેલા સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ ફરજિયાત કરવા અંગે રાજ્યભરના વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકોમાં થયેલી ચર્ચા- વિચારણાના આધારે કાળજીપૂર્વક અને પુખ્ય વિચારણાના આધારે સરકારે આ નિર્ણય કર્યો છે.

image source

સરકારે યુનિફોર્મ સંબંધમાં જે ઠરાવ પસાર કર્યો છે તે અનુસાર હવેથી રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર્સે તેમણે પહેરેલા કપડા ઉપર વાદળી રંગનું એપ્રેન યુનિફોર્મ તરીકે પહેરવાનું રહેશે. આ નિયમ ગુજરાત મોટર વાહન નિયમો 1989 નિયમ 16h અન્વયે લાગુ કરાયો છે. જો કે આ નિયમ ક્યારથી અમલી ગણાશે અને આ એપ્રન કેવું હશે તે કોઈ સ્પષ્ટતા હાલના તબક્કે કરવામાં આવી નથી.

image source

સરકારે તો આ અંગે સત્તાવાર જાહેરાત પરીપત્ર બહાર પાડી કરી દીધી છે પરંતુ આ મામલે ઓટો રીક્ષા ડ્રાઈવર્સની શું પ્રતિક્રિયા હશે તે હવે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત