ગુજરાતની 6 મનપામાં ભાજપનો ભગવો લહેરાયો, ક્યાંક તો કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યું, આપ પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર શરૂઆત

હાલમાં ચારેકોર એક જ વાત ચાલી રહી છે કે ગુજરાતની મનપા ચૂંટણીમાં કોઈ જીતશે અને કોણ હારશે, એમાં પણ આ વખતે તો નેશનલ નેતાઓ પણ આ ચૂંટણીમાં સહભાગી થયા હતા તેથી આખા ભારતની નજર આ ચૂંટણી પર હતી. ત્યારે હવે લોકો કાગડોળે જેની રાહ જોતા હતા એ પરિણામ આવી ગયું છે અને દર વખતની જેમ આ વખતે પણ ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી થઈ હતી.

6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. ત્યારે જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં કુલ 184 બેઠકમાંથી ભાજપને 161 તો કોંગ્રેસને 15 અને અન્ય પાર્ટીને 8 બેઠક મળી હતી. એ જ રીતે

image source

સુરતમાં કુલ 120 બેઠકમાંથી 93 ભાજપને અને આપ પાર્ટીને 27 મળી હતી જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું હતું. પછી વાત કરીએ વડોદરામાં કુલ 76 સીટમાંથી ભાજપને 69 અને કોંગ્રેસને 7 બેઠક મળી, જ્યારે અન્ય પાર્ટીને એકપણ સીટ ન મળી. આ સાથે જ ભાજપનો ગઢ ગણાતું રાજકોટમાં કુલ 72માંથી 68 બેઠક ભાજપને અને કોંગ્રેસને 4 બેઠક મળી છે, અન્ય કોઈ પાર્ટીનું ખાતુ પણ ન ખૂલ્યું . સાથે જ જામનગરમાં કુલ 64 સીટમાંથી 50 ભાજપને 11 કોંગેસને તો 3 અન્ય પાર્ટીને મળી છે. ભાવનગર કુલ 52 બેઠકમાંથી 44 ભાજપને અને 8 કોંગ્રેસને મળી છે, અન્યના ભાગે કંઈ ન આવ્યું.

image source

જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં પહેલાં જ ભાજપની પેનલ જીતી ગઈ હતી. એ જ રીતે વાત કરીએ તો દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. કેટલીય રેલી કરવા છતાં કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી.

આ જ રીતે રાજકોટમાં પહેલાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. બાદમાં EVM ખોલવામાં ખોલવામાં આવ્યું હતું. ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને હવે તો જીતનો માહોલ જોવા મળી રહ્યો હતો. સુરત વોર્ડની પણ વાત કરીએ તો મત ગણતરીની શરૂઆતમાં જ નંબર 1,6,8,10,14,21,23,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ ગઈ હતી. ત્યારે વોર્ડ નંબર 4,5,13 અને16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. જો કે સમય જતાં આપ પાર્ટીએ આગ લગાવી દીધી હતી.

image source

મતગણતરીના થોડાક જ સમયમાં ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી લીધી હતી અને એ સમયે વોર્ડ નં-2, 3 4, 7, 8, 9, 10, 11, 14, 15 અને 17માં ભાજપની પેનલની જીત થઈ હતી. તો સામે કોંગ્રેસ પણ અમુક બેઠક મેળવવામાં શામેલ હતો. શરૂઆતના સમયમાં જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો હતો. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો અને હવે તો ફટાકડા ફૂટવાનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગર મનપામાં પણ ભાજપે સપાટો બોલાવી દીધો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી હતી. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો હતો અને પછી છેલ્લે તો ભાજપે ધમાલ જ મચાવી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!