ગુજરાતની આ જેલમાં કોરોનાના કારણે આટલા લોકોએ પોતાના ગુમાવ્યા જીવ, બની હોટસ્પોટ

ગુજરાત રાજ્યમાં હવે કોરોનાનો આંકડો પચાસ હજારને આંબી ચુક્યો છે. જો કે હજુ પણ કોરોના સંક્રમણના નવા કેસ ઘટવાના સ્થાને ઉલટાના વધી રહ્યા છે. આમ જોતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે રાજ્યમાં સતત વધતા જઈ રહેલા કોરોના સંક્રમણના આંકડાઓ વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે રાજ્યના વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં પણ કોરોનાએ પ્રવેશ કરી લીધો છે. શહેરની સેન્ટ્રલ જેલમાં ૪૩ જેટલા કેદીઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ૧૭ જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા.

૪૩ જેટલા કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

image source

પાછળના દિવસોમાં જ્યારે કોરોનાનો કહેર આખાય દેશને પોતાના અંકુશમાં લઇ રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આંકડાઓ સતત વધી રહ્યા છે. રાજ્યની વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ હવે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. હાલમાં જ આવેલા આંકડાઓ જોતા સેન્ટ્રલ જેલમાં ૪૩ જેટલા કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ અગાઉ પણ ૧૭ જેવા કેદીઓ કોરોના સંક્રમિત આવ્યા હતા.

રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું

image source

રાજ્યભરમાં અત્યારે કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, આવા સમયે હવે કોરોના પોઝીટીવ આવનારા નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યભરમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા જિલ્લાઓના આંકડાઓમાં ચોંકાવનારો ઉછાળો આવી રહ્યો છે, ત્યારે તંત્ર હવે એક્શન મોડમાં આવી રહ્યું છે. હાલમાં જ મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં સેન્ટ્રલ જેલના ૪૩ કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

૭૩૧ સેમ્પલમાંથી ૯૬ જેટલા કેસ પોઝીટીવ

image source

જો કે વડોદરાની સેન્ટ્રલ જેલમાં આ પહેલા પણ ૧૭ કેદીઓ કોરોના સંક્રમિત થઇ ચુક્યા હતા. આમ અત્યાર સુધીમાં વડોદરા સેન્ટ્રલ જેલના ૬૦ જેટલા કેદીઓ કોરોના ગ્રસ્ત થયા હતા. રાજ્યમાં કોરોના વાયરસની મહામારી અત્યારે યથાવત જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં ગઈકાલે વધારે ૯૬ જેટલા કેસ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આમ શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને ૪૨૯૦ થઇ ગઈ છે. શહેરમાં લેવામાં આવેલા ૭૩૧ સેમ્પલમાંથી ૯૬ જેટલા કેસ પોઝીટીવ આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ ૭૯ લોકોએ જીવ ગુમાવ્યો

image source

પાછળના ૨૪ કલાકની વાત કરીએ તો ૩૨ જેટલા દર્દીઓ કોરોનાને મહાત આપીને ડીસ્ચાર્જ થયા છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૨૯૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે ગઈકાલે ૨ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ પણ થયા છે. આમ શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૭૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત