કોરોનાને ધ્યાનમાં રાખીને શિક્ષણ માટેનો મોટો નિર્ણય, આ તારીખ સુધી ઓફલાઈન શિક્ષણ થયું બંધ

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શિક્ષણ માટેના અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં સરકારના આદેશ અનુસાર હવે 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ફરી બંધ કરી દેવામાં આવ્યું છે.

સરકારના આદેશ અનુસાર 10 એપ્રિલ સુધી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ રાખવાનું જાહેર કરાયું છે. કોરોનાના કેસ ફરી વધતા વાલીઓ-સંગઠનોએ આ પ્રકારે માંગ કરી છે. આજની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાયો છે કે હવેથી શાળામાં પરીક્ષાઓ કે અન્ય કોઈ પણ કામ થઈ શકશે નહીં. એટલે કે હાલમાં જે શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે તેને પણ આવતીકાલથી બંધ કરી દેવામાં આવશે.

image source

બુધવારે મળેલી બેઠકમાં ઓફલાઈન શિક્ષણને લઈને વાલીઓના રોષ પર વિચારણા કર્યા બાદ હવે આજે આ નિર્ણય લેવાયો છે. જેમાં એક મહિના પહેલા જ શરૂ કરાયેલી શાળા અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શરૂ થયું હતું ઓફલાઈન શિક્ષણ

image source

હાલમાં જ થોડા સમય પહેલા જ 11 જાન્યુ.થી ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. આ પ્રોસેસ થોડી થાળે પડી કે કોરોનાએ તેનું વરવું રૂપ બતાવવાનું શરૂ કર્યું જેના કારણે અનેક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ અને બાળકો સહિત અનેક લોકો પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ધોરણ 9-11ની પરીક્ષાઓ ઓનલાઈન શરૂ થવા જઈ રહી છે અને અન્ય જે ધોરણની પરીક્ષાઓ ઓફલાઈન થઈ રહી છે તેને તત્કાલ રીતે સ્થગિત કરાઈ છે.

સંચાલકો પણ શાળા બંધ થાય તેવું ઈચ્છતા હતા

image source

અનેક શાળામાં કોરોના સંક્રમણ સામે આવ્યા બાદ શાળામાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે રસ દેખાડતા હતા આ સમયે શાળા સંચાલકોનું માનવું હતું કે શિક્ષણને ઓનલાઈન જ રાખવામાં આવે. હવે સરકારે જાહેર કર્યું છે કે કોરોનાની સ્થિતિ કાબૂમાં નહીં આવે અને નવો પરિપત્રિ જાહેર નહીં થાય ત્યાં સુધી લગભગ 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

બાળકો ઓનલાઈન પરીક્ષા આપશે

હાલમાં કોરોનાની સ્થિતિ જે રીતે હાહાકાર મચાવી રહી છે તે જોતા વાલીઓ અને શાળા સંચાલકો ઈચ્છે છે કે બાળકો ઘરે રહીને ઓનલાઈન પરીક્ષા આપે. નવા નિયમો સુધી શિક્ષણ ઓનલાઈન જ અપાશે.

image source

4 મહાનગરોમાં 31 માર્ચ સુધી કર્ફ્યૂ લાગૂ રહેશે

ગુજરાતના 4 મહાનગરોમાં એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 31 માર્ચ સુધી કર્ફ્યૂની સ્થિતિ કાયમ રહેશે. આ સિવાય અમદાવાદમાં તમામ બાગ બગીચાઓ બંધ રહેશે. તો શહેરમાં તમામ જીમ, સ્પોર્ટસ ક્લબ અને ગેમિંગ ઝોન અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ રહેશે અને સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ મેચ પ્રેક્ષકો વિના જ જોવાશે.

image source

8 મનપાની શાળ-કોલેજો બંધ કરવાનો નિર્ણય

10 એપ્રિલ સુધી 8 મનપાની શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ સિવાય 8 મનપા સિવાયના વિસ્તારમાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રહેશે. ધોરણ 9થી 12 ધોરણ પરીક્ષા ઓફલાઈન લેવાશે. 8 મનપામાં ધોરણ 9થી 12ની પરીક્ષા ઓનલાઈન જ લેવાશે. રાજ્યમાં ધોરણ 9 થી 12ની 19 માર્ચથી 27 માર્ચ સુધી યોજાવાની છે પરીક્ષા તે ચાલુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!