DGPના આદેશ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં…જાણી લો લગ્નમાં નિયમભંગ બદલ કેટલાની થઇ ધરપકડ…

સમગ્રે દેશમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે અનેક રાજ્યોએ કોરોના સામે લડવા વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા છે. તો બીજી તરફ ઘણા રાજ્યમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. જો કે હાલમાં ગુજરાતની પરિસ્થિતિ પણ કઈક એવી જ છે. રાજ્યમાં રોજના 14 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે અને 150થી વધુ લોકોના રોજ મોત થઈ રહ્યા છે.

image source

જોથી રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્યની પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કોરોના વાયરસના જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવા મેદાને ઉતરી છે તથા લગ્ન સમારંભોમાંથી પણ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે હાલમાં રાજ્યમાં 50થી વધુ લોકોને લગ્ન પ્રસંગમાં ભેગા નહી થવાની સુચના આપવામાં આવી છે છતા પણ લોકો નિયમોનો ભંગ કરી મોટી સંખ્યામાં ભેગા થઈ લગ્નનું આયોજન કરી રહ્યા છે.

image source

આ અંગે ગુજરાત રાજ્યના ડિજીપી આશિષ ભાટિયા દ્વારા પોલીસ વિભાગને કોરોના વાયરસના પ્રોટોકોલનું પાલન કરાવવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. જેથી રાજ્યમાં ખાસ કરીને મહાનગરોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે ડિજીપીના આદેશ બાદ ઘણી જગ્યાઓ પર કડક કાર્યવાહી કરવામા આવી છે.

image source

તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં લગ્ન સમારંભોમાં 50 લોકોને જ અનુમતિ આપવામાં આવી છે ત્યારે એક મહિનામાં લગ્નમાં જાહેરનામા ભંગના 341 ગુના નોંધાયા છે તથા લગ્નમાં કોરોના નિયમોના ભંગ માટે 471 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં હજુ પણ લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા નથી.

image source

તો બીજી તરફ ડિજીપીના આદેશ બાદ રાજ્યમાં 2500થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી. આટલું જ નહીં માસ્ક અને જાહેરમાં થુંકવાના કેસમાં 10,961 લોકોને દંડ કરવામાં આવ્યો છે અને 1438 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. હાલમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકમાં આવેલો ઉછાળો જોતા પોલીસ તંત્ર એક્શનમા આવ્યું છે અને કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંધન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

તો બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસના સતત વધી રહ્યા છે, જેને કારણે હવે કોરોના વોરિયર્સમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે, તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. એવામાં રાજ્યની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને ડિજીપી દ્વારા વેક્સિન લેવા માટે સૂચના આપવામાં આવી છે.

image source

નોંધનિય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. જો કે રાહતની વાત એ છે કે, 11,146 દર્દીઓ સાજા પણ થયાં છે. તમને જણાવી દઈએ કે,અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. નોંધનિય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. તો બીજી તરફ રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!