PM મોદીના જન્મદિવસે જ રૂપાણીની મોટી જાહેરાત, ટૂ-વ્હીલર ખરીદવા હવે આટલા હજાર રૂપિયા આપશે રાજ્ય સરકાર

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ હતો, ત્યારે દેશભરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. એ જ અરસામાં ગુજરાતની વિજય રૂપાણી સરકારે પણ પીએમ મોદીનો જન્મદિવસ કંઈક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું અને રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.

આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને અપાશે

image source

રાજ્ય સરકાર બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા માટે 12 હજાર રૂપિયાની સહાય આપશે. એમાં પણ ખાસ વાત એવી છે કે આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રીક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મળશે. પાંચ હજાર ઇ-રિક્ષાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ત્યારે આજે પ્રધાનમંત્રીના જન્મદિવસે લોકોને વધારે એક ભેટ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રીન એનર્જી ક્લિન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે

image source

આજે રૂપાણી સરકારે રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. તેની સાથેસાથે બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ સમારોહને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લિન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ક્લાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી.

ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં પુન:પ્રાપ્ય ઉર્જાનો ફાળો 30 ટકા

image source

મુખ્યમંત્રીએ આગળ વાત કરી હતી કે, ગુજરાત પૂન:પ્રાપ્ય ઉર્જામાં પણ અગ્રેસર છે. રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા 35,500 મેગાવૉટ છે. ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં પુન:પ્રાપ્ય ઉર્જાનો ફાળો 30 ટકા છે, જે નેશનલ એવરેજ 23 ટકા કરતાં વધુ છે. બિનપરંપરાગત ઉર્જાના અસરકારક અમલને કારણે વર્ષ દરમિયાન અંદાજે 2 લાખ ટન કાર્બનડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો અટકે છે અને વીજ ઉત્પાદન માટે 1 કરોડ ટન કોલસાની બચત થાય છે. વાતાવરણની શુદ્ધતા પણ જળવાય છે.

સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય

image source

આગળ વાત કરતાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે-દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેય માસ મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતું રાજ્ય છે. સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય છે. સાથે જ પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. એ માટે સોલાર રૂફટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે. ગુજરાત રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સબસિડી સહાયથી 1 લાખ 38 હજારથી વધુ ઘરોમાં કુલ 510 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. ચાલુ વર્ષે પણ રૂ. 912 કરોડની જોગવાઇથી 2 લાખ રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાની નેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત