ગુજરાતમાં ભારે વરસાદથી અનેક ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં

હાલમાં ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો કે અમુક જગ્યાએ ભારે વરસાદને કારણે પાકને નુકશાન પણ થયું છે. તો બીજી તરફ સારા વરસાદને કારણે હવે રાજ્યમાં પાણીની અછત નહીં સર્જાય. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે મોટા ભાગના ડેમ હવે છલકાવાની સ્થિતિમાં આવી ગયા છે. તો બીજી તરફ કેટલાક ડેમની જળસપાટીમાં વધારો થવાથી ગુજરાતમાંથી જળસંકટનો ખતરો હવે ટળ્યો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે તેમજ પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે.

image soucre

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી છોડાતા સુરતના કોઝવેની સપાટી 8.1 મીટર થઈ ગઈ છે ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે, નોંધનિય છે કે ડેમ ભયજનક લેવલથી માત્ર સવા 2 ફૂટ દૂર છે. હાલ કોઝ-વેમાં 1.27 લાખ ક્યુસેલ પાણીની આવક થઈ રહી છે. જેથી ટૂંક સમયમાં ભયજનક સપાટી સુધી પાણી પહોંચી જશે.

image socure

તો બીજી તરફ મહીસાગરના કડાણા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે જેને પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈને ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કડાણા ડેમમાં 90%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ડેમમાં હાલ પાણીની આવક 25000 ક્યુસેક છે. આ ઉપરાંત પાણીની આવક વધતા હાલમાં ડેમની જળ સપાટી 415.6 ફૂટે પહોંચી ગઈ છે. જેના કારણે મહીસાગર અને પંચમહાલના 118 ગામો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેથી લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવી.

નોંધનિય છે કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્રાના મતે જો પાણીની આવક સતત ચાલુ રહેશે તો તંત્ર દ્વારા પાણી છોડવામાં આવશે. જેથી કાંઠા વિસ્તાર અને નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

image soucre

આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી છે. ડીસામાં માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે, ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય ગયા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવતી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે, નોંધનિય છે કે, ડીસાના બજારો, દુકાનો, ગામોમાં પાણી ફરી વળતા લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે જેને લઈને લોકોને પારાવાર નુકશાની સહન કરવી પડી છે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. બનાસકાંઠાના દાંતિવાડામાં 5.5 ઈંચ નોંધાયો છે તો ધાનેરા અને પોશીના, સાગબારામાં 2 ઈંચ, અંકલેશ્વર પોણા 2 ઈંચ, ઈડર અને હિંમતનગરમાં 1.5 ઈંચ વરસાદનો નોંધાયો છે, તો બીજી તરફ વડગામ, ખંભાત, પડધરી, સતલાસણામાં સવા ઈંચ, તો બોડેલી,છોટા ઉદેપુર, ક્વાંટમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

image soucre

આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા હવે ઘણા ડેમો ઓવરફ્લો થવાની પણ તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ડેમ મનાતા ભાદર-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે અને ભાદર -1 ડેમ 95 ટકા પાણી ભરાતા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.35 ફુટ જ બાકી છે જ્યારે ડેમની ભયજનક સપાટી વટાવી જતા હવે ડેમ નીચે આવતા 22 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેમમાં હાલ 544 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, તો ડેમ નજીકના વિસ્તારમાં અવરજવર ન કરવાની ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

image socure

તો બીજી તરફ રાજકોટમાં વરસાદથી સૌરાષ્ટ્રમાં 16 ડેમમાં પાણી આવકમાં વધારો, તો ભાદર 1 ડેમ 97 ટકા ભરાયો છે સાથે 42 ડેમ 100 ટકા જ્યારે 78 ડેમ 80 ટકા ભરાયા છે. જો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 25 ડેમમાં 87.86 ટકા પાણી જમા થયું છે, આ ઉપરાંત નર્મદા ડેમની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 37 સે.મી વધી છે, આ ઉપરાંત ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવક વધી છે તો ઉપરવાસમાંથી 35,782 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નર્મદા બંધની જળ સપાટી 123.84 મીટરે પહોંચી ગઈ છે. જેથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.