ગુલામીની નિશાની છે ફ્લાઇટ્સ પર લખેલ ‘VT’ શબ્દ, આ એક કારણના લીધે સરકાર નથી હટાવતી શબ્દ

તાજેતરમાં અને ભૂતકાળમાં દેશમાં ઘણી જગ્યાઓના નામ બદલાયા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. જો કે તે કોઈ સ્થળનું નામ નથી, પરંતુ તે ભારતીય વિમાનો પર એક ચિહ્ન છે એની વાત છે. આ ચિહ્ન ‘VT’ છે. હકીકતમાં, ગ્વાલિયરમાં, ભાજપના જિલ્લા પ્રમુખ કમલ માખીજાનીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને ગુલામીના આ પ્રતીકને દૂર કરવાની માંગ કરી છે.

image soucre

કમલ માખીજાનીએ સિંધિયાને લખેલા પત્રમાં કહ્યું છે કે “VT (વાઇસરોય ટેરિટરી) શબ્દ ભારતના તમામ વિમાનોની પાંખો અને શરીર પર મુખ્યત્વે લખાયેલો છે. ભારતમાં દરેક વિમાનનું નામ VT થી શરૂ થાય છે. કમલ માખીજાનીએ લખ્યું હતું કે આ બે- અક્ષર શબ્દ જણાવે છે કે આપણે છેલ્લા ઘણા દાયકાઓથી ગુલામીના આ પ્રતીકને કેવી રીતે વહન કરી રહ્યા છીએ.

image soucre

પત્રમાં, ભાજપના નેતાએ લખ્યું છે કે “VT કોડ વર્ષ 1929 માં આપવામાં આવ્યો હતો, જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. VT નો અર્થ વાઇસરોયનો પ્રદેશ છે. જો કે, 92 વર્ષ પછી પણ ભારત પોતાની ગુલામીની ઓળખ બદલી રહ્યું છે. કમલ માખીજાની પણ લખ્યું કે આ મુદ્દે રાજ્યસભામાં પણ ચર્ચા થઈ છે. સિંધિયાને વિનંતી કરતા પત્રમાં કમલ માખીજાનીએ લખ્યું છે કે ભારતીય વિમાનો પર VT ને બદલે IND (India) લખવું જોઈએ. “

તાજેતરમાં જ સરકારે સંસદમાં માહિતી આપી હતી કે ભારતીય વિમાનમાંથી વીટી રજિસ્ટ્રેશન કોડ બદલવાથી તિજોરી પર ઘણો આર્થિક બોજ પડશે. આનું કારણ એ છે કે આ કામ માટે, બધા વિમાનોનું સંચાલન જ્યાં સુધી નવો રજિસ્ટ્રેશન કોડ બધા પર દોરવામાં ન આવે ત્યાં સુધી રોકવું પડશે. હકીકતમાં, વર્ષ 2016 માં ભાજપના નેતા તરુણ વિજયે રાજ્યસભામાં ભારતીય વિમાનમાંથી વીટી રજિસ્ટ્રેશન કોડ દૂર કરવાની માગણી કરી હતી. તરુણ વિજયે કહ્યું હતું કે વાઇસરોયનો પ્રદેશ એટલે કે VT ગુલામીની નિશાની છે.

image soucre

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સની આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થાએ નિયમો બનાવ્યા છે કે જે પણ દેશમાં વિમાન નોંધાયેલ છે તેને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. જેમાં બે શબ્દો અને તે દેશનો કોડ હશે. આ જ કારણ છે કે 1929 થી ભારતીય વિમાનો પર VT કોડ ચાલી રહ્યો છે અને આર્થિક નુકસાન ટાળવા માટે, અત્યાર સુધી દેશમાં આ કોડ સાથે જ વિમાનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.