પહેલા પતિ પાસે સાચો પ્રેમ ના મળતા, ટેલિવૂડની આ અભિનેત્રીઓ બીજા લગ્ન કરીને એટલી ખુશ છે કે ના પૂછો વાત

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા દેશમાં લગ્નને એક સૌથી પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે, આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કે લગ્ન માત્ર એક જ વખત થાય છે.

image source

જો કે લગ્નની જોડીઓ ઉપરથી બનીને આવે છે આ માન્યતા પણ આપણા દેશમાં જ જોવા મળે છે. તો પછી કેમ એવું બને કે જોડાયેલા સબંધો તૂટી જતા હોય છે, કેમ એવું બનતું હોય છે કે લગ્નની સપ્તપદી સુધી પહોચેલા સબંધો પણ ઘણીવાર સમય સાથે તૂટી જતા હોય છે.

એમનો આ નિર્ણય સાચો ઠર્યો

image source

આ બધા જ બંધનો સમય જતા જો બંધન બની જાય તો એ રીત તૂટે છે જે આપણા દેશમાં વર્ષોથી ચાલી રહી છે. આજે અમે આપને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેણે પોતાના પહેલા પતિ સાથે સબંધ ન ટકતા છુટા છેડા લીધા હતા અને પછી બીજા લગ્ન કરી લીધા હતા. જો કે તેઓ હવે પોતાના બીજા લગ્નથી ઘણા ખુશ છે. મીડિયા રીપોર્ટસ પ્રમાણે સચિન ક્યારેય એમનું સન્માન કરતા ન હતા અથવા એમ કહી શકાય કે હક જમાવતા હતા.

ક્યારેક ક્યારેક તો એમના પર હાથ પણ ઉપાડતા હતા પરિણામે અભિનેત્રીએ એમની સાથે સબંધો તોડવા પડ્યા અને છૂટાછેડા લેવા પડ્યા હતા. જો કે એમનો આ નિર્ણય સાચો ઠર્યો છે એમ કહી શકાય, કારણ કે આ અભિનેત્રી હવે પોતાના બીજા લગ્નથી ઘણી ખુશ જોવા મળી રહી છે. હવે તેઓ પોતાના બીજા પતિ સાથે જ રહે છે.

image source

નાગિનના પાત્રથી જ ઓળખાય છે

અમે જણાવવા જઈ રહ્યા છીએ ટીવી જગતની જાણીતી અભિનેત્રી ગુંજન વાલિયા વિશે, જેમણે પોતાની કારકિર્દી ટીવી જગતમાં વર્ષ ૨૦૧૪થી શરુ કરી હતી. અત્યારે તેમની ઉમર ૩૨ વર્ષ જેટલી છે, તેઓ પોતાના નાગિનના પાત્રથી જ વધારે ઓળખાય છે. એમણે સૌથી પહેલા કેસર ટીવી શોમાં કામ કર્યું હતું, જો કે આ શો પછી એમણે ઘણી ટીવી સીરીયલમાં પોતાના અભિનયના જાદુને વહેચ્યું છે. આ અન્ય શોમાં ‘સિંદુર તેરે નામ કા’ અને ‘સાત ફેરે’ નો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે અનેક શોમાં કામ કર્યા પછી પણ એમને સાચી લોકપ્રિયતા નાગિન સીરીયલ દ્વારા જ મળી શકી છે. આ શોમાં ૨૦૧૫થી તેઓ કામ કર્યા છે.

અભિનેત્રી ગુંજન વાલિયાએ બે લગ્ન કર્યા

image source

આપને જણાવી દઈએ કે નાગીન સીરીયલ દ્વારા પ્રચલિત થયેલ અભિનેત્રી ગુંજન વાલિયાએ બે વાર લગ્ન કર્યા છે. એમના પહેલા લગ્ન ટીવી અભિનેતા સચિન વર્મા સાથે થયા હતા, પણ લગભગ એકાદ વર્ષમાં જ આ કપલ અલગ થઇ ગયું હતું. ત્યાર બાદ ગુંજનની મુલાકાત એક ઇવેન્ટ દરમિયાન ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ શોના અભિનેતા વિકાસ મનકતલા સાથે થઇ હતી. આ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને વર્ષ ૨૦૧૫માં ગુંજને બીજા લગ્ન કરી લીધા હતા. આ જોડી નચ બલિયેમાં પણ સાથે જોવા મળી ચુકી છે. જો કે હવે તેઓ પોતાના બીજા લગ્નથી ઘણા ખુશ છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત