ગુપ્ત નવરાત્રિ શરૂઃ આ બાબતોનુ રાખશો ખાસ ધ્યાન, તો મળશે સફળતા જ સફળતા

 ગુપ્ત નવરાત્રિ શરૂ આ દિવસોમાં નવદુર્ગાની નહીં, 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.

image source

આપણા દેશમાં નવરાત્રિનું ખુબજ મહત્વ છે. દેશમાં બે વખત નવરાત્રી ખુબજ વધારે મહત્વ છે તેમાં આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિનું મહત્વ ખુબજ વધારે છે. પમ જ્યોતિષ વિદ્યાના જાણકાર લોકો માટે જેઠ નવરાત્રિ પણ મહત્વ ધરાવે છે. જેને ગુપ્ત નવરાત્રિ પણ કહે છે. આ વખતે ગુપ્ત નવરાત્રિ 29 જૂને પૂર્ણ થશે. પારણા 30 જૂને થશે.

image source

ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રિ વૃદ્ધિ યોગમાં શરૂ થઇ રહી છે. જ્યોતિષીઓ પ્રમાણે ગ્રહ-નક્ષત્રના સંયોગથી સાધના કરનાર ગૃહસ્થ સાધકોને સિદ્ધિ પ્રાપ્ત કરવી સરળ રહેશે. આ અવસર સાધકો માટે ખાસ રહેશે. કાશીના જ્યોતિષાચાર્યોના પ્રમાણે ગુપ્ત નવરાત્રિ ખાસ કરીને તાંત્રિક ક્રિયાઓ, શક્તિ સાધના, મહાકાળ વગેરે સાથે જોડાયેલાં લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દરમિયાન દેવી ભગવતીના સાધક ખૂબ જ આકરા નિયમો સાથે વ્રત અને સાધના કરે છે. આ દરમિયાન લોકો લાંબી સાધના કરી દુર્લભ શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

કાળા કપડાં પહેરવા નહીં-

image source

આચાર્ય પ્રમાણે નવ દિવસ વ્રત રાખનાર સાધકોએ કાળા કપડાં પહેરવા જોઇએ નહીં. મીઠું અને અનાજનું સેવન કરવું જોઇએ નહીં. દિવસમા સૂવું નહીં. કોઇપણ અપશબ્દ બોલવા નહીં. સાધકે માતાની બંને સમયે આરતી કરવી જોઇએ. આ દિવસોમાં દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ વિશેષ લાભદાયી હોય છે.

ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખવાનું વિધાન છે. આ નવરાત્રિમાં માતાની ઉપાસના રાતના સમયે કરવામાં આવે છે. આ નવ દિવસ માટે કળશની સ્થાપના કરવામાં આવે છે. જો કળશની સ્થાપના કરી હોય તો બંને સમયે મંત્રજાપ, દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.

ઋષિ શૃંગીએ ગુપ્ત નવરાત્રિની કથા જણાવી.

image source

ઋષિ શૃંગી સાધના કર્યા બાદ ભક્તોને દર્શન આપી રહ્યાં હતાં. તે સમયે ભીડમાં એક મહિલાએ ઋષિનો આશીર્વાદ લીધા બાદ પોતાની વ્યથા સંભળાવી. મહિલાએ જણાવ્યું કે, મારા પતિ વ્યસની છે. જેના કારણે હું રોજ પૂજન કરી શકતી નથી. અમે એવો કયો ઉપાય કરીએ જેના દ્વારા મને ઓછા સમયમાં દેવીનો આશીર્વાદ મળી શકે. ઋષિએ જણાવ્યું કે, જો ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા નિયમાનુસાર કરવામાં આવે તો જાતકને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મહિલાએ ગુપ્ત નવરાત્રિનું નિયમાનુસાર પૂજન કર્યું. જેથી તેના પતિ સદાચારી ગૃહસ્થ થયાં અને ઘરમાં સમૃદ્ધિ આવી. ત્યારથી જ ગુપ્ત નવરાત્રિ ગૃહસ્થ લોકોમાં પ્રચલિત થઇ છે.

આ નવરાત્રિમાં રાત્રિકાલીન અનુષ્ઠાન

image source

માઘ અને અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓનું પૂજન અને સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં રાત્રિકાલીન સાધના થાય છે. દેવી શાસ્ત્રોની માન્યતા છે કે, ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓના પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગુપ્ત નવરાત્રિમાં, દરેક નવરાત્રિ જેમ જ સાધના, પૂજા-પાઠ કરવાનો નિયમ છે. પહેલાં દિવસે કળશ સ્થાપના અને છેલ્લાં દિવસે વિસર્જન બાદ પારણા થાય છે.

મહાવિદ્યાઓની સાધના શુભ

image source

ગુપ્ત નવરાત્રિ સાધકો માટે વિશેષ છે. આ નવરાત્રિમાં સાધક ગુપ્ત શક્તિઓની સાધના કરે છે. ખાસ કરીને 10 મહાવિદ્યાઓની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. દેવી ભાગવત પ્રમાણે જે સાધક ગુપ્ત નવરાત્રિમાં ઓછા સમયમાં 10 મહાવિદ્યાઓમાંથી કોઇપણ મહાવિદ્યાની સાધના કરવાનું ઇચ્છે તો તે ગુપ્ત નવરાત્રિમાં અનુષ્ઠાન કરી જલ્દી સફળતા મેળવી શકે છે તથા મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત