૩૦ જુનના દિવસે ગુરુ રાશીમાં આવતા બદલાવના કારણે સર્જાશે ગુરુ-રાહુનો અશુભ યોગ, 6 રાશિના જાતકો માટે કપરો સમય

૩૦ જુનના દિવસે ગુરુ રાશીમાં આવતા બદલાવના કારણે સર્જાશે ગુરુ-રાહુનો અશુભ યોગ, 6 રાશિના જાતકો માટે સમય કપરો રહેશે.

image source

અવારનવાર ગ્રહો અને રાશિઓની બદલાતી સ્થિતિ આપણા જીવનમાં અસર કરતી હોય છે. જો કે આ વખતન સૂર્ય ગ્રહણ પછી મહિનાના અંતિમ દિવસોમાં ગુરુ વર્તમાન રાશિ બદલીને ધન રાશિમાં પ્રવેશ કરશે. જો કે આ અંગે કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે ગુરુ અત્યારે વક્ર ચાલી રહ્યો છે. ગુરુની આ વક્ર ચાલના કારણે દરેક રાશિઓમાં શુભ પ્રભાવ મળશે નહિ. જો કે અમુક રાશિના જાતકોને આ વક્ર ચલ દ્વારા સકારાત્મક પરિણામો પણ મળી શકે છે.

image source

આ સમયે દેવ ગુરુ બૃહસ્પતિ વક્ર ચાલીને 30 જૂનના દિવસે મકર રાશિથી ધન રાશિમાં આવી જશે. આ ૧૩ સપ્ટેમ્બરે ત્યાંથી માર્ગીમાં જશે અને પછી છેક ૨૦ નવેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. ગુરુના આ રાશી પરિવર્તનથી અશુભ યોગનું સર્જન થશે. આ પ્રકારના અશુભ યોગનો પ્રભાવ દેશ અને દુનિયા પર પણ જોવા મળી શકે છે. જો કે રાશિના બદલાવથી દેશમાં મોટા રાજનૈતિક અને ભૌગોલિક ફેરફાર થઇ શકે છે. જો કે ગુરુના પ્રભાવથી 6 રાશિઓ માટે સમય સારો નહી રહે તો બીજી તરફ 6 રાશિઓ માટે આ સમય સારો રહેશે.

દેશ અને દુનિયા પર ગુરુ તેમજ રાહુનો પ્રભાવ

image source

આ અંગે પંડિત મિશ્રાએ જણાવ્યું હતું કે આ શુભ યોગના પ્રભાવમાં ધર્મ સ્થળો સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય લેવાઈ શકે છે. દેશના અમુક વિસ્તારોમાં પુર આવવાની સંભાવનાઓ છે. વાવાઝોડામાં જનહાનિ થવાની આશંકા પણ સતત બની રહી છે. દેશ અને દુનિયાના મહત્વપૂર્ણ દેશોમાં તનાવ વધી શકે છે. ભારતની સીમાઓ બાબતે અનેક પ્રકારના વિવાદની સ્થિતિઓ સર્જાઈ શકે છે. તેમજ આ સમય દરમિયાન ઉત્તરના રાજ્યોમાં થવાની સંભાવના છે.

આવનારા સમય માટે બારેય રાશિ પર ગુરુની અસરઃ-

મેષ

ધન રાશિમાં ગુરુનું જવું તમારા માટે શુભ રહેશે. તમારી નોકરી અથવા વ્યવસાયમાં તમારા માટે સારા સમયનું નિર્માણ થશે, આ દરમિયાન તમે નિર્ણયો લઇ શકશો. તમારી વધતી મહેનતનો વધારે લાભ પણ તમને મળશે. કિસ્મત તમારી સાથે રહેશે પરિણામે તમારી પ્રમાણિકતાનું ફળ પણ તમને જરૂર મળશે. સ્વાસ્થ્ય અંગે પણ સમય સારો રહેશે અને આસપાસના લોકો પાસેથી સહાય મળવાની પણ પૂરી શક્યતાઓ છે.

વૃષભ

ગુરુના વક્ર ફરવાથી તમને ઓચિંતા લાભ મળી શકે છે. નોકરી વ્યવસાય સાથે જોડાયેલી અનેક નવી વાતી જાણવા મળશે. જો કે તમને ગુરુના કારણે અમુક મુશ્કેલી આવશે પણ આ સાથે ઓચિંતા લાભના યોગ પણ જોવા મળી રહ્યા છે. બોલવામાં ખુબ જ ધ્યાન રાખવું પડશે. બચત ખર્ચાઈ જશે અને તમારી વાતના ખોટા અર્થ પણ કાઢવામાં આવી શકે છે. સ્વાસ્થ્યની બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

મિથુન

તમારા માટે પણ ગુરુના ભ્રમણનો આ સમય સારો રહેશે. કામકાજમાં સ્થિરતા આવી શકે છે. નવા લોકો સાથે મુલાકાતના યોગ બની શકે છે. જો કે રોજના કામોથી પણ લાભ મળશે. સમય સર કામ પુરા થઇ શકે છે, અને ગુરુના સકારાત્મક પ્રભાવથી આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. આગળ વધવાના અવસરોમાં વધારો થશે અને આવક વધવાના યોગ પણ બનશે. સાહસમાં વધારો થશે તેમજ ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળશે.

કર્ક

ગુરુની ચાલમાં ફેરફાર થવાથી તમને ખાસ કોઈ અસર પડશે નહી. આ સમયગાળામાં તમે વિચારેલા કર્યો પુરા થઇ શકે છે, પણ સામે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. વધારે મહેનત કરવા છતાં એનો ફાયદો ઓછો મળશે. જો કે પારિવારિક મામલાઓમાં તણાવની સંભાવનાઓ વધુ છે, એટલે સ્વાસ્થ્યને લઈને જરાય બેદરકારી ન રાખો.

સિંહ

ગુરુના રાશિ પરિવર્તનથી તમને લાભ મળી શકે છે. જો કે આ દરમિયાન અનેક નવા આયોજનો બની શકે છે. કામકાજને લઈને નવા અવસરો પણ ઉભા થઇ શકે છે. આ સમયગાળામાં નવી યોજનાઓ બનશે, નવા લોકો સાથે ઓળખાણ પણ વધી શકે છે. જો કે ગુરુના પ્રભાવથી સંતાન સંબંધિત ચિંતાઓ દુર થતી જોવા મળશે. આ સમય દરમિયાન કોઇ પ્રકારની રિસર્ચ અથવા ગુપ્ત વાત જાણવાથી તમને ફાયદો મળી શકે છે.

કન્યા

ગુરુ રાશિમાં આવેલા બદલાવને પગલે તમારી સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. પ્રોપર્ટીને લગતા કામોમાં લાભ મળી શકે છે. વાહન ખરીદવા માટે આ સમય યોગ્ય રહેશે.અટવાયેલા કાર્યો પુરા થઇ શકે છે. લોકોનો સહયોગ મળશે અને વેપાર ધંધામાં પણ સફળતાના યોગ બનશે. માતાના સ્વાસ્થ્યને વિશેની ચિંતાઓ ઓછી થશે તેમજ નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરશે. પણ જીવનસાથી પાસેથી પુરતો સહયોગ મળશે.

તુલા

આ રાશિના જાતકોમાં ગુરુના પ્રભાવથી નોકરી અને ધંધામાં મહેનત વધારે કરવી પડશે, તેમ જ સાથે કામ કરતા લોકો પાસેથી તમને સાથ સહકાર પણ મળશે. જો કે નોકરી ધંધામાં તનાવ રહેશે અને જશ મળી શકશે નહિ. અમુક બબતે કિસ્મતનો સાથ મળશે પણ બનતી નવી યોજનાઓમાં કામ કરવા છતાં લાભ મળશે નહિ. આ સમય દરમિયાન ખુબ જ સમજી વિચારીને આગળ વધવું જોઈએ. અન્યની સલાહ પર પુરતો વિચાર કરવો અને શક્ય હોય તો ખર્ચ પર નિયંત્રણ પણ રાખવું જોઈએ.

વૃશ્ચિક

ગુરુના કારણે તમારી આવક અને બચત બંને પર અસર થઇ શકે છે. લેણદેણમાં ખાસ સાવચેતી રખાવની જરૂર છે. જો કે પારિવારિક મુદ્દે તણાવ વધી શકે છે. ખર્ચમાં વધારો થશે અને જો કે આ ખર્ચ પરિવાર માટેનો પણ હોઈ શકે છે. કોઈ રહસ્ય સંતાડી રાખ્યું હોય તો એ ઉજાગર થવાની સંભાવના છે, લગ્ન જીવનમાં પણ વિખવાદ થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

ધન

રાશિમાં ગુરુની સ્થિતિ બદલાવાથી તમે વધુ ઉર્જા અનુભવી શકશો. સકારત્મક દ્રષ્ટિકોણનું નિર્માણ થશે અને વેપાર ધંધા અથવા નોકરીમાં સફળતા મળી શકે છે. જો કે ગુરુ તમને સહાયક નીવડશે, અનેક ક્ષેત્રમાં મદદ મળશે. પ્રોપટી બાબતે સમય સારો રહેશે, કિસ્મત તમારી સાથે રહેશે. પરિવાર સાથે સમય વધુ વીતશે અને પરિવારમાંથી પણ તમને જોઈતો સપોર્ટ મળશે.

મકર

ગુરુ ગ્રહનું તમારી રાશિમાં આવતું પરિવર્તન તમારા માટે શુભ નહિ હોય. આ દિવસોમાં દોડધામ વધશે અને તામારા દુશ્મન તમારી આ સ્થિતનો લાભ લેશે, મુશ્કેલી બની શકે છે. સ્વાસ્થ્ય બાબતે પણ આ સમય ઠીક નથી તેમજ ખર્ચમાં વધારો થઇ શકે છે. દુરના લોકો પાસેથી મદદ મળી શકશે નહી, વધતા ખર્ચ માટે વધારે મહેનત કરવી પડશે અને ફળ મળશે નહી. નોકરી અને ધંધામાં પણ સ્થિતિ વિષમ થઇ શકે છે. સંયમ જાળવવો જરૂરી છે.

કુંભ

ગુરુ ગ્રહના પ્રભાવના કારણે તમારી આવક પ્રભાવિત થઇ શકે છે. આ સમયગાળામાં નવી નવી યોજનાઓ જરૂર બનશે પણ એના પૂર્ણ થવાની શક્યતાઓ ઘણી ઓછી હશે. રોજીંદા કાર્યોમાં મુશ્કેલી અને ખર્ચમાં વધારો થઇ શકે છે. ભાઈઓ સાથે મતભેદ અથવા આ સમયગાળા દરમિયાન વિચારભેદ ઉદભવવાની સંભાવનાઓ પણ છે. માંગલિક કર્યો થઇ શકે છે, પણ એમાં વિવાદની શક્યતાઓ રહેશે. સંતાનના સ્વસ્થ્યને લઈને ચિંતા રહેશે.

મીન

આ રાશિના જાતકને ગુરુના રાશિ પરિવર્તન કરવાના કારણે તમે કરેલી મહેનતનો લાભ ઓછો મળી શકે છે. માતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે તેમજ સંપતિનું સુખ તમારી પાસે હશે પણ તમને એનાથી સુખની અનુભૂતિ થશે નહી. લોકો પાસેથી મદદ મળી જશે પણ કોઈકને કોઈક વાત ખટકતી રહેશે. કામકાજ અધૂરા રહી શકે છે તેમજ ધંધા, નોકરી અને પરિવારમાં પણ તાલમેલ મુશ્કેલ બનશે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત