ગુરુનાનક જ્યંતિના પવિત્ર દિવસે ખાસ જાણો લંગરના પ્રસાદ સાથે જોડાયેલી આ ખાસ વાતો

ભારતમાં ક્યારેય કોઈ વ્યક્તિ ભુખ્યું નથી રહી શકતું કારણ કે રોજ ગુરુદ્વારામાં લંગર ચાલતું રહે છે. લોકડાઉન દરમિયાન તો આ ગુરુદ્વારાઓમાં કંઈ કેટલાએ લોકોને ભોજન પીરસવામાં આવતુ હતું. ગુરુદ્વારાઓના કાર્યકર્તાઓએ લોકોને ઘરે-ઘરેપણ ખાવાનું પોહંચાડ્યું છે. માત્ર લોકડાઉન જ નહીં પણ કૂદરતી હોનારતમાં પણ ગુરુદ્વારાના સ્વયંસેવકો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ખોરાક પહોંચાડવા
પોહંચી જાય છે. દેશમાં ઘણા બધા ગુરુદ્વારા એવા છે જ્યાં 24 કલાક લંગર ચાલતા રહે છે. ગુરુદ્વારામાં મળતો પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે કારણ કે તેને પૂર્ણ મનથી બનાવવામાં આવે છે. ગુરુ નાનક જયંતીના આ પવિત્ર અવસર પર ચાલો જાણીએ કે કેવી રીતે થઈ લંગરની શરૂઆત.

સેવાથી જ ખરો લાભ થાય છે

image source

ગુરુ નાનક દેવ સાથે જોડાયેલી એક કથા છે. એકવાર સિખોના પહેલા ગુરુ નાનક દેવજીને તેમના પિતાએ વેપાર કરવા માટે કેટલાક પૈસા આપ્યા, જેને આપીને તેમણે કહ્યું કે બજારમાં સોદો કરીને કંઈક કમાવીને લાવો. નાનક દેવજી આ પૈસાને લઈને જઈ રહ્યા હતા તો ત્યાં તેમને રસ્તા પર ભીખારીઓ જોવા મળ્યા, તેમણે તે ભૂખ્યા ભિખારીઓને ખવડાવવામાં તે રૂપિયા ખર્ચી નાખ્યા અને ખાલી હાથે તેઓ ઘરે પાછા
ફર્યા. ગુરુ નાનકજીની આ હરકતથી તેમના પિતા ખૂબ ગુસ્સે થયા, ત્યાર બાદ નાનકજી એ જણાવ્યું કે સાચો લાભ તો સેવા કરવામાં છે.

ભુખ્યાને ભોજન ચોક્કસ ખવડાવો

image source

લંગરની શરૂઆત બાબતે એવું કહેવામાં આવે છે કે લંગરની શરૂઆત ગુરુ નાનકજીના ઘરેથી થઈ હતી, જેને આવનારા ગુરુઓએ પણ ચાલુ રાખ્યું.

image source

તેઓ કહેતા હતા કે ભલે અમીર હોય કે ગરીબ હોય, ઉંચી જાતિ હોય કે નીચી જાતિ હોય, જો તે ભુખ્યો હોય તો ભોજન જરૂર કરાવવું. માટે સુવર્ણ મંદિરમાં ચાર દરવાજા છે. જે એ સંદેશ આપે છે કે વ્યક્તિ કોઈ પણ હોય, તેમના માટે ચારે દરવાજા ખુલ્લા છે.

તેવા લોકો સાથે ભોજન કરવામાં મળે છે ખરો આનંદ

image source

ગુરુ નાનકજીનું કહેવું હતું કે ગુરુ બનવાનો અર્થ એ નLr કે તમે ગાદી પર બેસી જાઓ, પણ સામાન્ય લોકોને મળો, તેમની સાથે ભોજન કરો, તેમની સાથે વાત કરો, ત્યારે જ સાચી ખુસી મળે છે અને તે જ વિચારોને આગળના ગુરુઓS પણ આત્મસાત કર્યા. સિખ સમુદાય આ કારસણસર જ સેવા-સહાયતા કરવામાં સૌથી આગળ રહે છે.

guru nanak jayanti, guru nanak jayanti 2020, gurpurab speech, gurpurab quotes
image source

ગુરુ નાનક દેવજી સિખોના પ્રથમગુરુ હતા. વર્ષ 1469ની કાર્તિકી પૂર્ણિમાના દિવસેજ રાય ભોઈની તલવંડી નામની જગ્યા પર ગુરુ નાનકજીનો જન્મ થયો હતો. માટે જ દર વર્ષે કાર્તક મહિનાની પુનમના દિવસે ગુરુ પર્વ એટલે કે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. સિખ સમુદાયના લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે. માનવામાં આ છે કે સાંસારિક કાર્યોમાં નાનક દેવજીનું મન નહોતું લાગતુ
હતું. ઇશ્વરની Yક્તિ અને સત્સંગમાં જ તેમનો રસ વધારે હતો. તમને જણાવી દઈએ કે તેમણે જ સિખ સમુદાયની સ્થાપના કરી હતી. આ દિવસે પ્રભાત ફેરી, શબદ કીર્તન તેમજ ગુરુદ્વારાઓમાં સેવા કરવાને ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત