ગુરુવારે ભૂલ્યા વગર કરો આ 5 કામ, હંમેશા તિજોરી રહેશે પૈસાથી ભરેલી અને ક્યારે નહિં પડે કોઇ અછત

પૈસાની તંગીથી હેરાન હોવ તો ગુરુવારે કરો આ પાંચ કામ, પછી જુઓ ચમત્કાર.

જો તમે આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છો, પૈસાની તંગીથી સતત પરેશાન હોવ, ધન સાથે જોડાયેલી બાબતોમાં સફળતા ન મળી રહી હોય તો તમારે ગુરુવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવા જોઈએ. ગુરુવારના દિવસે ભગવાં વિષ્ણુજીનો દિવસ માનવામાં આવે છે અને જ્યારે જગતના પાલનહાર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તો માતા લક્ષ્મી પણ સ્વયં પ્રસન્ન થઈ જાય છે.

image source

તો ગુરુવારના દિવસ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે જે વૃદ્ધિના કારક છે. જો એમની સાથે જોડાયેલા ઉપાય ગુરુવારના દિવસે કરવામાં આવે તો આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કંઈક આ પ્રકારે છે.

image source

આ ઉપાયથી ધનની કમી થશે દૂર.

ગુરુવારના દિવસે પીપળાના પાન લઈને એને ધોઈ શુદ્ધ કરી લો અને ગંગા જળથી પવિત્ર કરો. એ પછી એના પર કંકુ કે સિંદૂરથી ૐ શ્રી હીં શ્રી નમઃ લખો. હવે એને સારી રીતે સુકાવા દો અને પછી પોતાના પર્સમાં મૂકી દો, એ સાથે જ માતા લક્ષ્મીનું સ્વરૂપ અંકિત ચાંદીનો એક સિક્કો પણ પોતાના પર્સમાં રાખો. માન્યતા છે કે એનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપાથી તમારા પર્સમાં ક્યારેય પૈસાની કમી નહિ થાય.

image source

આ ઉપાયથી પર્સ નહિ થાય ખાલી.

કુબરને સ્થાયી ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર ભગવાનની કૃપાથી ધન સંચય થાય છે. તાંબાના પાત્ર પર કુબેર યંત્ર કે શ્રી યંત્ર અંકિત કરાવીને તમારા પર્સમાં મૂકી દો. એ સિવાય ગોમતી ચક્ર, કોળી, કેસર અને હળદરનો ટુકડો એમાંથી કોઈ એક વસ્તુ પણ તમે તમારા પર્સમાં રાખી શકો છો. એનાથી તમારા પર્સમાં હંમેશા ધન જળવાઈ રહે છે. આ બધી વસ્તુ સમૃદ્ધિ કારક માનવામાં આવે છે.

image source

આ ઉપાય લાવશે જીવનમાં સંપન્નતા.

માનવામાં આવે છે કે કેળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ગુરુવારના દિવસે કેળામાં વૃક્ષની પૂજા કરનાર પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. એ ભક્તોને સુખ સમૃદ્ધિ, શાંતિનું વરદાન આપે છે. કેળાના વૃક્ષને શુભ અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે.

image source

વિવાહમાં આવી રહેલી બાધાઓ થાય છે દૂર.

જો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ ચાલી રહી છે અને તમારા વિવાહમાં બાધા આવી રહી છે તો તમારે કોઈ જ્યોતિષ પાસે સલાહ લઈને બૃહસ્પતિ દેવનું વ્રત કરવું જોઈએ અને કેળના ઝાડની પૂજા કરવી જોઈએ. એનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થશે અને વિવાહમાં આવનારી બાધાઓ દૂર થાય છે.

image source

આ વાતનું જરૂરું રાખો ધ્યાન.

આ દિવસે કેળના વૃક્ષની પૂજાનું વિધાન છે એટલે આ દિવસે કેળા ખાવા વર્જિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને ગુરુવારના દિવસ એમને જ સમર્પિત હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *