ફરી લોકડાઉનની વાતને લઇને બજારમાં ગુટખા ખરીદવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, વેપારી અને ગ્રાહકો વચ્ચે માથાકુટ થતાં છૂટાહાથની મારમારી

દુનિયામાં ચાલી રહેલ મહામારીના કારણે મોટાભાગના દેશોએ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરી દીધું છે ત્યારે ભારત દેશમાં પણ અંદાજીત છેલ્લા બે મહિના જેટલા સમયથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

image source

ત્યારે લોકડાઉનની સૌથી વધારે અસર નશાના બંધાણી વ્યક્તિઓ પર પડી છે, જેના કારણે એક સમય એવો પણ આવ્યો હતો કે, દારૂ નહી મળવાના કારણે કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરવાના પણ પ્રયત્નો થવા લાગ્યા હતા. ત્યારે કેરળ રાજ્યમાં ડોક્ટરની સલાહ મુજબ દારૂ આપવા માટે છૂટ આપવામાં આવી હતી તેવું પણ સાંભળવામાં આવ્યું છે.

પણ હવે જયારે લોકડાઉન ધીરે ધીરે ખુલી રહ્યું છે ત્યારે એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન થવા જઈ રહ્યું છે. આ અફવાના કારણે ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે જેના વિષે જાણીને આપને ખુબ નવાઈ લાગી શકે છે.

image source

રાજ્યમાં ફરીથી એકવાર લોકડાઉન લાગુ થવાની અફવા ફેલાવા લાગી ત્યારે આ અફવાની અસરના લીધે છોટાઉદેપુરના નસવાડી માર્કેટમાં ગુટખાની ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે દુકાનના વેપારી અને ગુટખાની ખરીદી કરવા આવેલ ગ્રાહકો વચ્ચે બોલાચાલી થવા લાગે છે અને આ બોલાચાલી એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે, વેપારી અને ગ્રાહકોની વચ્ચે મારામારી થવા લાગે છે અને આ ઘટનાની જાણ થતા જ નસવાડી પોલીસ ટીમ અને મામલતદાર ટીમ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોચી જાય છે અને મામલતદાર નસવાડી માર્કેટની દુકાનોને બંધ કરાવી દીધી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો.

લોકડાઉનની અફવાથી લોકો ગુટખાના મોટા થેલા ભરીને ઘરે લઈ ગયા.:

image source

ફરીથી લોકડાઉન થવાની અફવા ફેલાવાના કારણે છોટાઉદેપુર જીલ્લાના નસવાડી માર્કેટમાં ગુટખા નહી મળવાના હોય એમ લોકો માર્કેટમાં ગુટખાના મોટા થેલા ભરીને પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા. તેમજ ગુટખાની કાળા બજારી કરવાનું પણ ફરીથી ચાલુ થઈ ગયું હતું. ત્યારે સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્કના નિયમોની લોકોએ ચિંતા કરી હતી નહી. નસવાડી માર્કેટમાં આવેલ દુકાનના વેપારીઓ દ્વારા ગ્રાહકોને પહેલા સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં ગ્રાહકો નહી હટવાથી ગ્રાહકો અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી શરુ થઈ જાય છે.

image source

આ બોલાચાલી એટલી હદે વધી જાય છે કે, ગ્રાહકો અને વેપારી વચ્ચે મારામારી પણ થઈ જાય છે. આ ઘટનાની જાણ નસવાડી પોલીસ સ્ટેશનને થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થાને પહોચી જાય છે અને આ બાબતને શાંત પાડવામાં લાગી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત