જો તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થયુ છે, તો જલદી અનુસરો આ સ્ટેપ્સ

જો તમારું વોટ્સએપ એકાઉન્ટ પણ હેક થઇ ગયું છે, તો તમારે ગભરાવાની જરૂર નથી, બસ આટલું કરો

image source

વર્તમાન સમયમાં જ્યારે મેસેજિંગ માટેની હજારો એપ્લીકેશન બજારમાં સરળતાથી મળી રહી છે ત્યારે વોટ્સએપ એ સૌથી વધુ લોકપ્રિય એપ ગણાઈ રહી છે. લગભગ દરેકના મોબાઈલમાં આ તમને જોવા મળી જાય છે. ફેસબુકની માલિકીની આ એપના દુનિયાભરમાં ૨૦૦ કરોડથી વધારે વપરાશકર્તાઓ છે.

image source

જો કે કોરોનાના સંકટ સમયે પણ લોકડાઉનમાં કમ્યુનીકેશન માટે સૌથી સારા વિકલ્પ તરીકે વોટ્સએપમાં વોઈસ કોલ સાથે વિડીયો કોલ અને ગ્રુપ કોલ પણ કરી શકાય છે. જો કે આ એપની લોકપ્રિયતાના કારણે આ મેસેજિંગ એપનો ઉપયોગ હેકર્સ લોકો દ્વારા ખોટી માહિતી ફેલાવવા માટે પણ અવારનવાર થતો હોય છે. જો કે ફ્રોડ કરનારા લોકો પણ હવે વોટ્સએપ દ્વારા ધોખાધડી કરતા હોય છે, તેમ જ આ પ્રકારના કાર્યો કરવા માટે આ એપનો ઉપયોગ કરતા હોય છે.

લોકોના એકાઉન્ટ હેક થઇ શકે છે

image source

આ કોઈ પણ એકાઉન્ટમાં લોગીન કરે ત્યારે કંપની દ્વારા એક મેસેજ મોકલી દેવાય છે, જે ૬ આંકડાનો હોય છે. આ કોડને વપરાશકર્તાની ઓળખ પ્રમાણિત કરવા માટે શેર કરવાનું કહેવામાં આવે છે, જે મૂળ રૂપે વોટ્સએપ દ્વારા લોગ ઇન ખાતામાં ઉપયોગ કરવા માટેનો એક ઓટીપી કોડ હોય છે. જો કે વોટ્સએપની ઓફિસિયલ ટીમ સમજીને વપરાશકર્તા પણ એમની આ વાતોમાં આવી જાય છે, અને એ કોડ આપી દેતા હોય છે.

ટુ સ્ટેપ વેરીફીકેશન

image source

આ પ્રકારની સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે ટુ સ્ટેપ વેરીફીકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ. વોટ્સએપ દ્વારા પોતાના વોટ્સએપ એકાઉન્ટમાં ટુ સ્ટેપ વેરીફીકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવાથી કોઈકના હાથમાં તમારું કાર્ડ અને વેરીફીકેશન કોડ પણ આવી જાય તો એનાથી એ સરળતાથી તમારા ખાતાનો ખોટો ઉપયોગ કરી શકશે નહી. એને લોગીન માટે તમે આપેલા વેરીફીકેશન કોડની પણ જરૂર પડશે.

જો તમારું એકાઉન્ટ હેક થયું છે, તો આ સ્ટેપ અનુસરો

image source

જો તમારું એકાઉન્ટ હેક થયું છે, તો સૌથી પહેલા તમારે પોતાના વોટ્સએપ ખાતાને રીકવર કરવા માટે વર્તમાન ફોન નંબર દ્વારા ફરીથી વોટ્સએપમાં લોગીન કરવું પડશે. આમ કરવાથી તમારા ફોનમાં એક એસએમએસ દ્વારા છ આંકડાનો વેરીફીકેશન કોડ (એક્ટીવેશન કોડ) આવશે. આ કોડને જ્યારે તમે કોઈ ફોનમાં લોગીન માટે ઉપયોગમાં લેશો ત્યારે અન્ય દરેક ડીવાઈઝમાંથી વોટ્સએપ આપોઆપ તમારા ખાતામાંથી લોગઆઉટ થઇ જશે. હેકર હશે તો એ પણ…

image source

જો કે એમ છતાં હેકર ફરીવાર જો તમારા વોટ્સએપ ખાતામાં પ્રવેશવા પ્રયાસ કરશે એઠવા ટુ સ્ટેપ વેરીફીકેશન કોડનો ઉપયોગ કરશે તો આ કોડ એન્ટર કરવાનો મેસેજ તમને પણ મળશે. જો કે આ પ્રકારે એકાઉન્ટ હેક થાય ત્યારે તમારે સાત દિવસ સુધી રાહ પણ જોવી પડી શકે છે. આ દ્રષ્ટીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જો તમે પણ વોટ્સએપ ખાતાને સુરક્ષિત રાખવા માંગો છો, તો મેસેજ દ્વારા આવતા એક્ટીવેશન કોડને અન્ય સાથે શેર કરશો નહિ. આ સિવાય વધારે સુરક્ષા માટે પણ ટુ સ્ટેપ વેરીફીકેશનનો ઉપયોગ કરવાનું ભૂલશો નહિ.

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત