Site icon News Gujarat

વાળ કપાવતી સમયે વાયરલ થયો આ બાળકનો વીડિયો, જોઈને હસીને થશો લોથપોથ

સોશ્યલ મીડિયામાં અનેક વીડિયો સતત વાયરલ થતાં રહે છે તેમાં એક ક્યૂટ બાળકનો વીડિયો સતત વાયરલ થઈ રહ્યો છે. આ બાળકનો વીડિયો જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ખાસ કરીને નાના બાળકના વાળ કપાવવામાં માતા પિતા કે દુકાનદારનો પરસેવો છૂટે છે પણ અહીં ખુરશી પર બેઠેલો નાનો બાળક દુકાનદારને વાળ ન કાપવા કહી રહ્યો છે. તે સાથે જ વાળંદને ધમકી પણ આપી રહ્યો છે. જેના કારણે આ ક્યૂટ બાળકનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

image source

તમે વીડિયોમાં જોઈ શકો છો કે બાળક ખુરશી પર બેઠો છે અને વાળંદ તેના વાળ કાપી રહ્યો છે. આ સમયે તેના વાળને જ્યારે કાપવા માટે પકડવામાં આવી રહ્યા છે ત્યારે તે મોઢું બગાડી રહ્યો છે અને સાથે જોર શોરથી બૂમો પાડી રહ્યો છે કે મારા બધા વાળ કાપી દેશો કે શું. વાળંદે તેને નામ પૂછ્યું તો તેણે કહ્યું કે મારું નામ અનુશ્રૂત છે. હું મારા વાળ કાપવા નથી ઈચ્છતો. બાળક તેની માસૂમ ભાષામાં વાળંદને ધમકી પણ આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે હું બહુ ગુસ્સામાં છું. હું તમારા બધા વાળ કાપી દઈશ. આ સાથે જ અરે યાર… મારા વાળ ના કાપો એમ પણ દલીલ કરી રહ્યો છે. થોડી વાર બાદ તે શાંત થઈ જાય છે અને મોઢું વીલું કરીને વાળ કપાવી રહ્યો છે.

આ સુંદર વીડિયોને તેના જ પિતા અનૂપે ટ્વિટર પર શેર કર્યો છએ. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે મારો દીકરો અનુશ્રુત, દરેક માતા પિતા માટે આ એક સંઘર્ષ છે.

અનુશ્રુતના પિતાએ આ વીડિયો 22 નવેમ્બરે શેર કર્યો હતો. અત્યાર સુધીમાં એટલે કે લગભગ 48 કલાકમાં આ વીડિયોના 8 લાખથી પણ વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે. સાથે 47 હજારથી વધારે લાઈક્સ અને 8 હજારથી વધારે રી ટ્વિટ થઈ ચૂક્યા છે.

image source

વીડિયોને 1 હજારથી વધારે લોકો કમેન્ટ્સ પણ આપી ચૂક્યા છે.ક્યૂટ અનશ્રૂત સોશ્યિલ મીડિયામાં છવાઈ ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version