વાળ કપાવવા આવેલો યુવક સેડ સોંગ સાંભળતા જ પ્રેમિકાની યાદમાં રડવા લાગ્યો

આવા વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેને જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. પરંતુ ઘણી વખત એવા વિડિયો આપણી સામે આવે છે, જેને જોઈને આપણે મૂંઝવણમાં આવી જઇએ છીએ. આ વિડિયો જોઈને રડવું કે હસવું જોઈએ તે સમજાતું નથી.

image source

પ્રેમ એ ખૂબ આનંદની લાગણી છે. જ્યારે કોઈ કોઈના પ્રેમમાં પડે છે, ત્યારે દુનિયાની કંઈપણ વસ્તુ તેના સિવાય સારી લાગતી નથી લાગતી. જ્યારે તમારો પ્રેમ તમને છોડીને ચાલ્યો જાય છે ત્યારે એવુ લાગે છે કે જીવવાની ઇચ્છા પૂરી થઈ ગઇ છે. ત્યાર પછી ન તો ખોવાનું સારૂ લાગે છે નતો પીવાનું ગમે છે. જ્યારે કોઈ પ્રેમ ભરેલું ગીત વગાડે છે્ ત્યારે તમને પણ તમારો પ્રેમ યાદ આવી જાય છે અને તમે ઈમોશનલ થઈ જાલ છો. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવાન વાળ કપાવા વાળંદની દુકાને જાય છે જ્યાં એક સેડ સોંગ વાગતું હોય છે.

યુવકને તેની ગર્લફ્રેન્ડની યાદ આવી જાય છે

image source

આ સેડ સોંગ સાંભળીને તે યુવકને તેની ગર્લફ્રેન્ડની યાદ આવી જાય છે. આ વીડિયો જોતા એવુ લાગે છે કે તેની ગર્લફ્રેન્ડ તેને છોડી ગઈ છે. ગીત સાંભળ્યા પછી તે યુવક ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ કરે છે. તે સમયે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ હમ તુમ હૈ સનમનું ગીત ‘સબ કુછ ભૂલા દીયા’ નું ગીત વાળંદની દુકાનમાં વાગતું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે

image source

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે યુવક ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગે છે ત્યારે વાળ કાપનારા હેરડ્રેસર પણ હસવા લાગે છે. આ સિવાય હેરકટ્સ કરાવવા આવેલા અન્ય લોકો પણ યુવકને રડતા જોઇને હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિયો વિશે વિવિધ કોમેન્ટો પણ કરી રહ્યા છે.

image source

હવે આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે જ્યારે કોઈ પ્રેમમાં છોડીને જાય છે ત્યારે આવું જ થાય છે. તે જ સમયે, ઘણા લોકોએ ઈમોશનલ કોમેન્ટ લખી હતી કે જ્યારે કોઈ તેમની સાથે દગો કરે છે, તો જ રડવાનું આવે છે. આ સિવાય એક યુઝરે હેરકટિંગ વિશે લખ્યું હતું અને કહ્યું હતું કે હેરકટરને જોઈને લાગે છે કે તેણે જાણી જોઈને આવું ઈમોશનલ ગીત વગાડ્યું છે.

વીડિયોમાં યુવકની પીડા અનુભવી શકાય છે

આ વિડિયોને કન્ફ્યુઝ્ડ આત્મા નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે યુવક એટલો જોરથી રડતો રહ્યો છે કે વાળંદ વાળ પણ કાપી શકતો નથી અને હસતાં હસતા દૂર જતો રહે છે. જ્યારે યુવક સતત પોતાના રૂમાલથી આંસુ લૂછતો રહે છે. વીડિયોમાં યુવકની પીડા અનુભવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!