વાળમાં થતા ખોડાની સમસ્યાથી કંટાળી ગયા છો? તો ઘરે બનાવો આ પેસ્ટ, અને આ રીતે કરો ઉપયોગ

ડેન્ડ્રફ એ દરેક માટે સમસ્યા છે, પછી તે છોકરો હોય કે છોકરી. દરેક લોકો વાળની સુંદરતા માટે બધું જ કરે છે, છતાં ડેન્ડ્રફના કારણે વાળ નબળા પડે છે અને તમારે બીજાની સામે શરમનો સામનો કરવો પડે છે.

image source

આવી સ્થિતિમાં વાળની ​​યોગ્ય કાળજી લેવી અને તેને સાફ રાખવી જરૂરી છે. બીજા ઘણા કારણો હોઈ શકે છે જેનાથી વાળમાં ડેન્ડ્રફ થાય છે. તેથી તમારી આ સમસ્યા દૂર કરવા માટે આજે અમે તમને તમારા ઘરમાં સરળતાથી બનતી પેસ્ટ વિશે જણાવીશું જે પેસ્ટનો ઉપયોગ કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે.

ગ્રીન ટીની પેસ્ટ

image source

ગ્રીન ટી ફિટ રહેવા માટે ખૂબ અસરકારક છે, આજે અમે તમને તેનો બીજો ઉપયોગ જણાવીશું. વાળને શેમ્પૂ કર્યા પછી, તેની ઉપર ગ્રીન ટીની બેગ રાખો અને તેનાથી માથાની ચામડીની મસાજ કરો. જો અઠવાડિયામાં માથા પર ત્રણ થી ચાર ટી બેગથી મસાજ કરવામાં આવે તો વાળને ઘણો ફાયદો થાય છે.

બીટરૂટ પેસ્ટ

image source

બીટરૂટ સામાન્ય રીતે કચુંબર તરીકે ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બીટરૂટની પેસ્ટ વાળ માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેને લગાવવાથી ડેન્ડ્રફ જેવી ગંભીર સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આ માટે સૌથી પેહલા બીટરૂટ ગ્રાઇન્ડ કરો અને તેને માથા પર લગાવો. તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી માથા પર રહેવા દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય, ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ લો. આ પેસ્ટ વાળને મજબૂત તો કરે જ છે, સાથે સાથે તેની ચમક પણ જાળવે છે. જો તમે સારા પરિણામ મેળવવા માંગતા હો તો તમે આ પેસ્ટમાં મેંદીનો પણ ઉપયોગ કરી શકો છો.

તલ અને કપૂરની પેસ્ટ

કપૂર સામાન્ય રીતે પૂજા માટે સામગ્રી તરીકે વપરાય છે. પરંતુ તેનો બીજો ઉપયોગ પણ છે, જો તમે તલમાં થોડો કપૂર મિક્સ કરો અને તેને માથા પર લગાવો તો આ મિક્ષણ માથુ ઠંડુ કરે છે. આ ઉપાય અઠવાડિયામાં એકવાર કરવાથી ડેન્ડ્રફથી થતી ખંજવાળમાં રાહત મળે છે.

લીમડો અને દહીંની પેસ્ટ

image source

લીમડો ખાવાથી લોહી શુદ્ધ થાય છે. પરંતુ લીમડાના પાંદડાની પેસ્ટ બનાવો અને તેને દહીંમાં મિક્ષ કરીને તેના માથા પર લગાવો, તેનાથી વાળ ખરતા ઓછા થાય છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી અને વાળની ​​વૃદ્ધિ પણ સારી રહે છે.

ડુંગળીનો રસ

image source

ખોરાકમાં ડુંગળીનો ઉપયોગ સ્વાદને બમણો કરે છે. બીજી બાજુ, જો ડુંગળી પીસીને તેનો રસ માથા પર લગાવીને માલિશ કરવામાં આવે તો તે રસ આપણા વાળની દરેક સમસ્યા દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક વાટકીમાં ડુંગળીનો રસ કાઢો અને તમારી આંગળીઓની મદદથી વાળના ​​મૂળિયા પર ઘસો. આ રસ એવી રીતે ઘસવો કે કોઈ જગ્યા ખાલી ના રહે અને જયારે આ સુકાય જાય ત્યારે સારી રીતે શેમ્પુથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાયથી તમારી ડેન્ડ્રફની સમસ્યા તો દૂર થશે જ સાથે તમને ઘણો આરામ પણ મળશે.

નાળિયેર તેલ

image source

નાળિયેર તેલનો ઉપયોગ ઘણીવાર ડેન્ડ્રફ દૂર કરવા માટેના કુદરતી ઉપાય તરીકે પણ થાય છે. નાળિયેર તેલ ત્વચાની હાઇડ્રેશનને સુધારે છે અને શુષ્કતા અટકાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. ખરજવું જેવા ત્વચા રોગોની સારવારમાં પણ નાળિયેરનો ઉપયોગ થાય છે. માથામાં ફૂગની સમસ્યામાં નાળિયેર તેલ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

એલોવેરા

image source

એલોવેરાનો ઉપયોગ ત્વચા માટે પોષક તત્વો, સૌંદર્ય પ્રસાધનો અને લોશનમાં થાય છે. આ માટે માથા ઉપરની ચામડી પર એલોવેરા લગાવો અને થોડા સમય પછી તમારા વાળ ધોઈ લો. ડેન્ડ્રફના કારણે તમારા વાળ શુષ્ક થાય છે, એલોવેરાનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ તો દૂર થાય જ છે, સાથે તે તમારા વાળની શુષ્કતા પણ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત