વાળની સમસ્યાઓથી ચપટીમાં છૂટકારો આપશે આ ઉપાયો, આજથી જ કરો ટ્રાય

મહિલા હોય કે પુરુષ દેખાવમાં વાળનું ખાસ મહત્વ હોય છે. તેને હેલ્ધી રાખવાની સાથે સાથે તેનો ગ્રોથ પણ જરૂરી છે. વાળને હેલ્ધી રાખવા માટે પોષણ યુક્ત આહારની અને દેખરેખની જરૂર રહે છે.

image source

સમય રહેતાં તે કોશિશ નહીં કરો તો તમે તમારા વાળની સમસ્યા વધારી દેશો. વાળની તરફ ધ્યાન આપવાની એક રીત જડી બુટ્ટી હોઈ શકે છે. તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને વાળની સમસ્યા જલ્દી સારી થઈ જાય છે.

image source

તો જાણો કઈ જડી બુટ્ટીઓનો ઉપયોગ તમારે વાળની કેર કરવામાં કરવો લાભદાયી રહે છે.

અરીઠા

image source

સોપ નટ્સના નામથી જાણીતું અરીઠા વાળની અનેક સમસ્યાઓ પર ઝડપથી કાબૂ મેળવે છે. હેર ફોલિકલ્સ અને માથાની સ્કિનને પોષણ આપી શકે છે અને હેલ્ધી વાળનો વિકાસ વધારે છે. તે માથાની સ્કીનને સારી રીતે સાફ કરીને સંક્રમણથી દૂર રાખે છે.

ફૂદીનો

image source

આ પણ એક અન્ય જડી બુટ્ટી છે. તે તમારા માતાની સ્કીનને સારી કરે છે તો સાથે વાળના વિકાસને પણ વધારે છે. જો માથાની સ્કીનમાં સોજો હોય તો તેનાથી રાહત મળે છે. હેર ફોલિકલ્સ માટે તેનું તેલ લાભદાયી રહે છે. તેનાથી માથાની માલિશ કરવાથી અથવા તો તેની ચા પીવાથી પણ વાળની સમસ્યાઓમાં રાહત મળે છે.

મેથી

image source

મેથી વાળ માટે એક યોગ્ય કંડીશનર છે. તે માથાની સ્કીનમાં લોહીના પ્રવાહને વધારે છે. તેનઆથી વાળનો વિકાસ વધારવામાં મદદ મળે છે. આ માટે રાતભર મેથીના બીજને પાણીમાં પલાળી રાખો અને પછી બીજા દિવસે તેને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળ પર લગાવો. થોડી વાર સુધી તેને રહેવા દો અને કલાક બાદ વાળ ધોઈ લો.

લીમડો

image source

લીમડાના પાન વાળ માટે એક ઉત્તમ ઔષધિ છે. તેના પાનનો બનાવેલો હેર પેક ઉત્તમ સાબિત થા છે. કંડીસનર શાનદાર જડી બુટ્ટી છે. આ માથાની સ્કીનથી ડેન્ડ્રફ દૂર કરે છે અને તેની ખંજવાળને પણ હટાવી શકાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. લીમડાના તેલ વાળના વિકાસને વધારે છે અને તેના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. તમારા માથામાં ખંજવાળ રહેતી હોય તો તેમાં તે અકસીર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત