વાળની કોઇ પણ સમસ્યાને દૂર કરવા આ રીતે કરો મોસ્યુરાઇઝર, વાળ થશે સિલ્કી અને શાઇની, સાથે વધશે વાળનો ગ્રોથ પણ

શુષ્ક વાળને કેવી રીતે મોઇશ્ચરાઇઝ કર વું? તમારી ત્વચાની જેમ વાળને પણ મોઇશ્ચરાઇઝની જરૂર હોય છે. બજારમાં મળતા કેમિકલ ધરાવતા ઉત્પાદનો તમારા વાળને વધુ શુષ્ક બનાવી શકે છે, તેથી તમે કુદરતી પદ્ધતિઓથી તમારા વાળને મોઇશ્ચરાઇઝ બનાવી શકો છો. આ રીત વાળ ખરવા અને તૂટી જવાથી પણ બચાવે છે. વાળમાં શુષ્કતાની સમસ્યાને રોકવા માટે તમારે સારો આહાર લેવાની પણ જરૂર છે.

image source

તમારે તમારા વાળને વધારે સૂર્ય-પ્રકાશથી પણ બચાવવા પડશે. જ્યારે તડકામાં જતા હોય ત્યારે સ્કાર્ફ અથવા કેપનો ઉપયોગ કરો. આ ટીપ્સ સિવાય, અમે તમને કેટલીક સારી રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તમારા વાળને નરમ અને મોઇશ્ચરાઇઝ રાખી શકો છો.

1. વાળને મોઇશ્ચરાઇઝ કરવા માટે શિયા બટર

image source

શિયા બટર વાળ માટે શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝ છે. આ શુષ્ક અને ખરાબ વાળને નરમ બનાવે છે. આ માટે માથા પરની ચામડી પર 1 થી 2 ચમચી શિયા બટર લગાવો. ત્યારબાદ તેને 30 થી 60 મિનિટ સુધી રહેવા દો. શિયા બટર લગાવતા પહેલા તમારે તેને ગરમ કરવું પડશે. ત્યારબાદ હળવા શેમ્પૂથી તમારું માથુ ધોઈ લો. અઠવાડિયામાં 1-2 વાર આ ઉપાય અપનાવવાથી તમારા વાળ એકદમ નરમ થશે.

2. નાળિયેર તેલ

image source

નાળિયેર તેલ આપણા બધાના ઘરોમાં સરળતાથી જોવા મળે છે અને તે વાળને ખૂબ જ સારી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે. આ કારણે વાળમાં પ્રોટીન પણ રહે છે અને વાળ નરમ રહે છે. આ માટે અઠવાડિયામાં 2 થી 3 વાર તમારા માથાની ચામડી અને વાળમાં નાળિયેર તેલ લગાવો અને 1 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તમારા વાળ શેમ્પુથી ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી તમારે વાળ પર કંડીશનર કરવાની પણ જરૂર નહીં રહે.

3. વાળ માટે કંદમૂળના બીજનું તેલ

image source

કંદમૂળના બીજનું તેલ પણ વાળ માટે ફાયદાકારક છે. તે વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે 1 ચમચી કંદમૂળના બીજને તેલમાં 2 ચમચી મધ મિક્સ કરીને ભીના વાળ પર લગાડવું. મધ એક સારા મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરશે. હવે આ મિક્ષણને 15 થી 20 મિનિટ માટે વાળ પર રહેવા દો. ત્યારબાદ તરત જ શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાય તમારે અઠવાડિયામાં 1-2 વાર અપનાવવો પડશે.

4. શુષ્ક વાળ માટે કેળા અને ઓલિવ તેલનો ઉપયોગ

image source

કેળાને માથા પર લગાવવાથી વાળની ​​વૃદ્ધિ ઝડપથી થાય છે અને વાળના હાઇડ્રેશનમાં મદદ મળે છે. આ માટે 1 કેળું મેશ કરો અને તેમાં 2 ચમચી ઓલિવ તેલ મિક્સ કરો. હવે આ મિક્ષણ ભીના વાળ અને માથાની ચામડી પર લગાવો. ત્યારબાદ તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. પછી તમારા માથા અને વાળને સામાન્ય પાણીથી ધોઈ લો.

5. વાળ માટે એલોવેરા અને લવંડર તેલ

image source

એલોવેરા વાળને નુકસાન થવાથી બચાવે છે અને વાળને સૂર્ય કિરણોથી સુરક્ષિત કરે છે, લવંડર તેલ વાળના વિકાસમાં મદદ કરે છે અને તેનો ઉપયોગ કરવાથી વાળને સારી સુગંધ મળે છે. આ માટે, અડધાથી પણ ઓછું એલોવેરા લો અને તેનું જેલ કાઢો ત્યારબાદ તેમાં લવંડર તેલના 2 થી 3 ટીપા નાખો. હવે તેને સારી રીતે મિક્સ કરી દો. હવે તેને સ્પ્રે બોટલમાં નાંખો અને વાળ પર સ્પ્રે કરો. આનાથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે.

6. ઓલિવ તેલ

image source

ઓલિવ તેલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે. આ તેલનો ઉપયોગ વાળ પર કરવાથી વાળની શુષ્કતા દૂર થાય છે અને વાળ નરમ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત