હૈતીમાં ભૂકંપે સર્જ્યો વિના, અત્યાર સુધમાં 1297 લોકોના મોત

શનિવારે હૈતીમાં 7.2 તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 1297 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 5,700 લોકો ઘાયલ થયા છે. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે સૌથી વધુ જાનહાનિ દેશના દક્ષિણ પ્રાંતમાં થઈ છે. શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. જેના કારણે અહીં બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયા હતા. ભૂકંપના કારણે હૈતી માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે કારણ કે અહીં કોરોના વાયરસના કારણે પહેલાથી જ ખરાબ સ્થિતિ હતી. તેવામાં ભૂકંપે લોકોની તકલીફ વધારી દીધી છે.

image soucre

યુએસ જિયોલોજિકલ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી અંદાજે 125 કિલોમીટર દૂર હતું. સપ્તાહની શરુઆતથી સ્થિતિ વધુ વકરી શકે છે, કારણ કે સોમવાર અથવા મંગળવાર સુધીમાં વાવાઝોડું ગ્રેસ પણ હૈતી પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. ભૂકંપ બાદ રવિવારે રાત સુધી અહીં એક પછી એક આંચકા અનુભવાયા હતા. બેઘર થયેલા લોકો અને જેમના મકાનો તૂટી જવાના આરે છે તેઓએ રાત ખુલ્લા આકાશ નીચે પસાર કરી હતી. વડા પ્રધાન એરિયલ હેનરીએ કહ્યું હતું કે તેઓ એવા સ્થળોએ મદદ મોકલી રહ્યા છે જ્યાં આખા શહેરો તબાહ થઈ ગયા છે અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી.

image soucre

આ સાથે જ વડાપ્રધાને દેશભરમાં એક મહિના લાંબી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી નુકસાનનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મદદ લેશે નહીં. તેમણે કહ્યું કે કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો ઘાયલોની સંભાળ લઈ રહી છે. તેમણે હૈતીના લોકોને આ સમયે એક થવાની અપીલ કરતા કહ્યું કે જરૂરિયાતો પુષ્કળ છે, આપણે ઘાયલોની સંભાળ રાખવી, ખોરાક અને સહાય કરવી, કામચલાઉ આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવી પડશે.

એક અનુમાન અનુસાર અહીં ઓછામાં ઓછા 2,868 મકાનો નાશ પામ્યા છે અને 5,410 થી વધુને નુકસાન થયું છે. અહીંની હોસ્પિટલો, શાળાઓ, સરકારી ઓફિસો અને ચર્ચ પણ પ્રભાવિત થયા છે.. યુએસ પ્રેસિડેન્ટ જો બાયડેનએ યૂએસએડ એડમિનિસ્ટ્રેટર સામંથા પોવરને હૈતીને અમેરિકી સહાય માટે સંકલન અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. યૂએસએડ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં અને પૂન:નિર્માણમાં હૈતીને મદદ કરશે. અમેરિકા સાથે આર્જેન્ટિના, ચીલી સહિત ઘણા દેશોએ પણ હૈતીને મદદની ઓફર કરી છે.