કોરોના ઇફેક્ટ: હજ પર પહેલીવાર નથી પડી આ અસર, આ પહેલા પણ ઘણી વખત રદ થઇ ચુકી છે હજની યાત્રા, જાણો તમે પણ

આ પહેલી વાર નથી જ્યારે હજ પર અસર પડી હોય, આ પહેલા પણ ઘણી વખત હજ રદ થઇ ચુકી છે

image source

સાઉદી અરબની સરકારે આ વર્ષે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હજ કરનારાઓની સંખ્યા નિર્ધારિત સંખ્યામાં જ મક્કામાં જળવાઈ રહે એ બાબતે ખાસ ધ્યાન રાખવાનો નિર્ણય લીધો છે અને માત્ર સાઉદી અરબમાં રહેતા લોકોને જ હજ કરવાની મજુરી આપી છે. કોરોના મહામારીને કારણે બહારવાળા માટે મંજુરી અપાઈ નથી.

સાઉદી ન્યુઝ એજન્સી એસપી મુજબ ૨૨ જુનની રાત્રે સાઉદી ‘હજ અને ઉમરા મંત્રાલય’ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘દુનિયાના ૧૮૦ દેશોમાં જ્યારે કોરોના વાયરસની બીમારી ફેલાયેલી છે, એવા સમયે આ વાતને ધ્યાનમાં રાખીને માત્ર સાઉદી અરબમાં રહેનારા વિવિધ દેશના નાગરિકોને જ સીમિત સંખ્યામાં હજ કરવાનો અવસર આપવામાં આવશે.’ આ જાણકારીને પણ સાઉદી અરબના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને સાઉદી હજ અને ઉમરા મંત્રાલય દ્વારા લેવાયેલા નિર્ણય વિશે જણાવ્યું હતું.

image source

પોતાની જાહેરાતમાં આગળ સાઉદી હજ અને ઉમરા મંત્રાલયે જણાવ્યું હતું કે “કોરોના વાયરસનું સંક્રમણના કારણે જ્યારે આખી દુનિયામાં પાંચ લાખ કરતા વધારે લોકોની મોત થઇ ચુકી છે અને ૭૦ લાખથી વધારે લોકો આ વાયરસના શિકાર બન્યા છે. આવા સમયે વૈશ્વિક ક્ષેત્રે આ વાયરસ અને સંક્રમણની વધતી જતી અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ‘આ વર્ષે ૨૦૨૦ એટલે કે હીજરી ૧૪૪૧માં હજ માટે માત્ર સાઉદી આરબમાં રહેતા વિવિધ દેશના લોકોને જ સીમિત સંખ્યામાં હજ કરવા માટેની મંજુરી આપવામાં આવશે.”

સાઉદી હજ અને ઉમરા મંત્રાલય દ્વારા અપાયેલ નિવેદનમા કહેવાયું છે કે ‘આ નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે હજ સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણમાં જ થાય એ જરૂરી છે. તેમજ હજ દરમિયાન કોરોનાની રોકથામ માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવી શકે, હજ યાત્રા પર આવનાર લોકોની સુરક્ષાને નિશ્ચિત કરી શકાય તેમજ સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરી શકાય અને માનવ જીવનની સુરક્ષા સાથે જોડાયેલા ઇસ્લામી શરીયતના ઉદ્દેશ્યને પણ પૂર્ણ કરી શકાય.

image source

આપને જણાવી દઈએ કે કોરોના વાયરસને ફેલાતા અટકાવવાના પ્રયત્ન રૂપે સાઉદી સરકારે આનાથી પહેલા પોતાના પવિત્ર સ્થાનોમાં ઉમરા કરવા પર પણ રોક લગાડી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સાઉદી આરબમાં 1300થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વર્તમાન સ્થિતિ જોઈએ તો હાલમાં ત્યાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા પણ 61 હજારથી વધારે છે. જો કે સાઉદી સરકારે તો ૨૨ જુન પછી લોકડાઉન પણ ઉપાડી લીધું છે અને હવે ત્યાં પણ નિયમિત જન જીવન શરુ થઇ ચુક્યું છે.

હાલમાં સાઉદી સરકારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ વર્ષે હજને સીમિત લોકો માટે જ માર્યાદિત કરી છે. આ નિર્ણય બાદ સાઉદી અરબમાં રહેવાવાળા વિદેશી લોકોને જ હજ કરવાની મંજુરી આપવામાં આવી છે. પણ શું તમે એ જાણો છો કે આ પહેલા હજ ક્યારે ક્યારે અને કેટલી કેટલી વાર રદ કરવામાં આવી છે.

હજ ક્યારે ક્યારે બંધ રહી હતી?

image source

ઇતિહાસમાં પહેલી વાર હજ વર્ષ ૬૨૯ (ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે હિજરી ૬)ના સમયે મોહમ્મદ સાહેબના નેતૃત્વમાં અદા કરવામાં આવી હતી. ત્યાર બાદ નિયમિત રૂપે દર વર્ષે હજ અદા કરવામાં આવે છે. જો કે મુસલમાન આ અંગે કદાચ વિચારી પણ ન શકે કે કોઈ વર્ષે હજ નહી થઇ શકે. પણ તેમ છતાય ઇતિહાસમાં લગભગ આ ઘટના ૪૦ વાર બની ચુકી છે, જ્યારે હજ અદા ન થઇ શકી હોય અને કેટલીયે વાર ‘ખાના-એ-કાબા’ હાજીયો માટે પણ બંધ રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ બધામાં અનેક કારણો સામેલ છે. જેમાં બૈતુલ્લાહ (પવિત્ર સ્થળ) પર થયેલ હમલો, રાજનૈતિક ઝગડાઓ, મહામારી, બાઢ, ચોર અને ડાકુઓ દ્વારા હાજીના કાફલા લુંટવા અને ખરાબ મૌસમ પણ આ કારણોમાં જોવા મળે છે.

વર્ષ ૮૬૫ : અલ સફાક દ્વારા થયેલ હમલો

image source

વર્ષ ૮૬૫માં સ્માઈલ બિન યુસુફે કે જેમને અલ સફાકના નામે પણ ઓળખવામાં આવે છે. એમણે બગદાદમાં સ્થપાયેલ અબ્બાસી સલ્તનત વિરુદ્ધ યુદ્ધનું ફરમાન કર્યું અને મક્કામાં અરફાતના પહાડો પર હમલો કર્યો. એમની સેના દ્વારા કરવામાં આવેલા આ હમલામાં ત્યાં રહેલા હજ માટે આવનારા હજારો શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. આ કારણે એ વર્ષે હજ થઇ શકી નહી.

વર્ષ ૯૩૦ : કરામિતા દ્વારા થયેલ હમલો

આ હમલામાં સાઉદીના શહેર મક્કા પર સૌથી ઘાતક હમલો થયો હતો એવું માનવામાં આવે છે. જો કે વર્ષ ૯૩૦માં કરામિતા સમુદાયના મુખિયા અબુ તાહિર અલજનાબીએ મક્કા પર હમલો કર્યો હતો આ દરમીયાન એટલી બધી હત્યાઓ અને લુંટ થઇ હતી કે ઘણા વર્ષો સુધી હજ થઇ શકી નહિ.

image source

સાઉદી અરબમાં સ્થપાયેલ શાહ અબ્દુલ અજીજ ફાઉન્ડેશન ફોર રીસર્ચ એન્ડ આર્કાઈવ્સમાં છપાયેલી એક રીપોર્ટમાં ઇસ્લામી ઇતિહાસકાર અને હદીસોના નિષ્ણાતોએ અજ્જહબીના પુસ્તક ‘ઇસ્લામ કી તારીખ’ના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે “ઇસ્લામિક કેલેન્ડર મુજબ હિજરી 316ની ઘટનાઓના કારણે કરામિતાનાં ડરથી એ વર્ષે પણ હજ અદા કરવામાં આવી ન હતી.”

કરામિતા એ સમયની ઇસ્લામી રિયાસતોને માનતા ન હતા અને તેઓ આ જ પ્રકારે રીયાસતના આધારે માનવામાં આવતા ઇસ્લામના પણ વિરોધી હતા. એ લોકો માનતા હતા કે હજમાં કરવામાં આવતા કાર્યો ઇસ્લામથી પહેલાના છે, આ પ્રકારે તેઓ મૂર્તિપુજાની શ્રેણીમાં જ આવે છે.

image source

શાહ અબ્દુલ અજીજ ફાઉન્ડેશનની રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અબુ તાહિર ખાના-એ-કાબાના દરવાજા ઉપર ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના (જિલ્હિજ્જા)ની ૮મી તારીખે તલવાર લઈને ઉભા થઇ ગયા હતા અને પોતના સામે જ એમના સિપાહીઓના હાથે શ્રદ્ધાળુઓની હત્યાઓ કરાવતા રહ્યા અને જોતા રહ્યા હતા. આ દરમિયાન કાબામાં અંદાઝે ૩૦ હાજર જેટલા હાજીઓની હત્યા પણ થઇ અને એમને કોઈ જનાજા, સ્નાન કે કફન વગર જ ની પ્રવૃતિઓ કર્યા સિવાય જ દફનાવી દેવામાં આવ્યા.

એક રીપોર્ટ મુજબ તેઓ કહેતા રહ્યા હતા કે ઈબાદત કરનારાઓને ખતમ કરી નાખો, કાબાનો ગીલાફ એટલે કે કાબાના ચારે તરફ લગાડેલા કપડાને ફાડી નાખો અને હજરે અસવદ એટલે કે પવિત્ર પથ્થરને ઉખાડીને ફેંકી દો.

image source

જો કે ઇતિહાસકારોના મત મુજબ આવેલા આક્રમણકરીઓએ લોકોની હત્યા કર્યા પછી અનેક લોકોની લાશને જમ જમ એટલે કે પવિત્ર પાણીના કુવામાં નાખી દીધા હતા. જેથી કરીને આ કુવામાં રહેલા પવિત્ર પાણીને પણ અપવિત્ર કરી શકાય. જો કે આમ કર્યા પછી આ લોકો હજરે અસવદને ઉખાડીને પોતાની સાથે લઇ ગયા હતા. આ પવિત્ર પથ્થરને સાઉદી અરબના પૂર્વમાં સ્થિત શહેર અલબહરીન લઇ જવામાં આવ્યો હતો, જ્યાં એ પવિત્ર પથ્થર અબુ તાહિર પાસે એના શહેર અલઅહસામાં કેટલાય વર્ષો સુધી રહ્યો હતો. જો કે છેલ્લે ખંડણીની એક ઘણી મોટી રકમ આપીને આ પવિત્ર પથ્થરને એ શહેરમાંથી પાછો ખાના-એ-કાબામાં લાવવામાં આવ્યો.

વર્ષ ૯૮૩ : અબ્બાસી અને ફાતીમી ખીલાફ્તમાં લડાઈઓ

image source

હજ માત્ર બહારી લડાઈઓ અને યુધ્ધના કારણે જ બંધ રહી હોય એવું નથી, પણ અનેક વર્ષે રાજનીતિના કારણે પણ બંધ રહી છે. વર્ષ ૯૮૩માં ઈરાકના અબ્બાસી અને મિસ્રની ફાતિમા ખીલાફ્તોના મુખિયાઓ વચ્ચે થયેલી રાજનૈતિક કશ્મકશ દરમિયાન આ સમય દરમિયાન હજ માટેની યાત્રા કરવા દેવામાં આવી ન હતી. ત્યારબાદ હજ છેક ૯૯૧માં અદા કરવામાં આવી હતી. હજ યાત્રા દરમિયાન લાખો મુસલમાન અરફાતનાં પહાડો પર ચઢતા હોય છે.

બીમારી અને મહામારીઓના કારણે

image source

શાહ અબ્દુલ અજીજ ફાઉન્ડેશનના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે હિજરી ૩૫૭માં એક મોટી ઘટનાના કારણે લોકો હજ કરી શક્યા ન હતા અને આ ઘટના વાસ્તવમાં એક બીમારી હતી. આ અહેવાલમાં ઇબ્ને ખાતીરના પુસ્તક ‘આગાઝ ઓર અખ્તિતામ’ના આધારે લખવામાં આવ્યું હતું કે અલમાશરી નામની બીમારીના કારણે મક્કામાં મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુ થયા હતા. ઘણા બધા શ્રદ્ધાળુ તો રસ્તામાં જ મરી ગયા હતા અને જે લોકો મક્કા પહોચી શક્યા એ પણ હજની તારીખ પછી જ ત્યાં પહુચી શકયા હતા.

વર્ષ ૧૮૩૧માં ભારતથી શરુ થનારી એક મહામારીના કારણે મક્કામાં લગભગ ત્રણ ચોથાઈ ભાગના શ્રદ્ધાળુઓનું મૃત્યુ થયું હતું. આ લોકો કેટલાય મહિનાની આકરી યાત્રા કરીને હજ માટે મક્કા આવ્યા હતા.

આ જ રીતે વર્ષ ૧૮૩૭થી લઈને ૧૮૫૮માં બે દશક દરમિયાન ત્રણ વાર હજને બંધ રાખવામાં આવી હતી, જેના કારણે શ્રદ્ધાળુ મક્કાની યત્રા કરી શક્યા ન હતા.

image source

વર્ષ ૧૮૪૬માં મક્કામાં હૈજાની બીમારીના કારણે લગભગ ૧૫ હજાર જેટલા લોકોની મોત થઇ હતી. આ બીમારી મક્કામાં છેક ૧૯૫૦ સુધી ફેલાતી રહી હતી અને ત્યાર પછીના સમયમાં પણ આ બીમારીથી જ ક્યારેક ક્યારેક લોકો મૃત્યુ પામતા હતા. ઘણા બધા સંશોધન કર્તાઓના મત પ્રમાણે આ મહામારીની શરૂઆત ભારતમાંથી થઇ હતી. જે ભારતથી આવતા શ્રદ્ધાળુ દ્વારા આવી હતી.

આ બીમારીએ માત્ર એમને જ નહિ પણ મક્કામાં બીજા દેશથી આવનારા ઘણા બધા શ્રદ્ધાળુઓને પણ પ્રભાવિત કર્યા હતા. આ બીમારી દરમિયાન મિસ્રના શ્રદ્ધાળુઓ ઝડપી ગતિએ લાલ સમુદ્રના કિનારે ભાગ્યા હતા, જ્યાં એમને કોરંન્ટાઈન રાખવામાં આવ્યા હતા. આ મહામારી પછી છેક ન્યુયોર્ક સુધી ફેલાઈ હતી. જો કે અહિયાં એક મુખ્ય વાત એ પણ છે કે ઉસ્માનિયા સલ્તનતના સમયમાં હૈજાની બીમારીને અટકાવવા માટે ક્વોરનટીન કરવા પર જોર અપાવામાં આવ્યું હતું.

રસ્તામાં ડાકુઓના વધતા ભય અને હજના વધતા ખર્ચાઓ

image source

ઇસ્લામિક કેલેન્ડર મુજબ હિજરી ૩૯૦ એટલે કે વર્ષ ૧૦૦૦ આસપાસ વધતી મોઘવારી અને હજની યાત્રામાં થતા ખર્ચમાં વધારો થવાના કારણે લોકો હજ પર ન જઈ શક્યા અને આ જ રીતે હિજરી ૪૩૦માં ઈરાક અને ખુરાસાનથી લઈને શામ અને મિસ્રના લોકો પણ હજ પર જઈ શક્યા ન હતા.

શાહ અબ્દુલ અજીજ ફાઉન્ડેશનના અહેવાલને જોઈએ તો ઇસ્લામિક કેલેન્ડરના હિજરી ૪૯૨ના સમયે મુસ્લિમ દુનિયામાં યુદ્ધોના કારણે મુસ્લિમોને ઘણું નુકશાન થયું હતું જેનો પ્રભાવ એમની હજની પવિત્ર યાત્રા પર પણ પડયો હતો. હિજરી ૬૫૪થી લઈને હિજરી ૬૫૮ સુધી હેજાજ સિવાય કોઈ પણ દેશના હાજી મક્કા પહોચ્યા ન હતા. જેના કારણે હજ પ્રભાવિત થઇ હતી.

હિજરી ૧૨૧૩માં ફ્રાન્સીસ ક્રાંતિ દરમિયાન પણ હજના કાફલાઓ સુરક્ષા અને સલામતીના કારણોને ધ્યાનમાં લઈને હજની યાત્રા રોકી દેવામાં આવી હતી.

ભારે ઠંડીના કારણે હજ રોકવામાં આવી

image source

હિજરી ૪૧૭ દરમિયાન ઈરાનમાં બહુ વધારે ઠંડી અને બાઢના કારણે શ્રદ્ધાળુ મક્કાની યાત્રા કરી શક્યા ન હતા. આમ ઇતિહાસમાં પહેલી વાર અત્યાધિક ઠંડા મોસમના કારણે હજને રદ કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૨૫ : કીસ્વા પર થયેલ હમલો

ઇસ્લામિક કેલેન્ડર મુજબ હિજરી ૧૩૪૪માં ખાના-એ-કાબાનાં ગીલાફ અને કીસ્વાને મીસ્ત્રથી સાઉદી આરબ લઈને જનારા કાફિલા પર હમલો થયો હતો જેના કારણે મિસ્રનાં કોઈ પણ હાજી ખાના-એ-કાબા ન જઈ શકયા. ઇસ્વીસનના આધારે આ ૧૯૨૫નું વર્ષ હતું.

જો કે આ વાત પણ મહત્વની છે કે જ્યારથી સાઉદી અરબ અસ્તિત્વમાં આવ્યું છે, એટલે કે વર્ષ ૧૯૩૨થી લઈને અત્યાર સુધીમાં ખાના-એ-કાબામાં હજ ક્યારેય પણ રોકવામાં આવી નથી.

source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત