હજુ સુધી પણ નથી લીધું FASTag? તો જાણો કેટલા રૂપિયામાં અને ક્યાંથી બનાવડાવશો

આજથી તમામ ફોર-વ્હીલર વાહનોમાં ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગ લગાવવું જરૂરી બનશે. દેશના કોઈપણ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝાને ક્રોસ કરતી વખતે એની જરૂર પડશે. વારંવાર ટાળ્યા પછી આખરે એને આજથી લાગુ કરી દેવાયો છે. ફાસ્ટેગ શું છે, કઈ રીતે કામ કરશે, આપ એને કઈ રીતે લગાવી શકો છો, આવો જાણીએ… આજે રાતે 12 વાગ્યાથી એટલે કે 15 ફેબ્રુઆરીની રાતથી દેશમાં દરેક ગાડીઓ માટે FASTag અનિવાર્ય બન્યું છે. એવમાં તમે સવારે હાઈવે પર ફરવાનો પ્લાન રાખો છો કે કોઈ લગ્નમાં જ ઈ રહ્યા છો તો તમારી ગાડી માટે ફાસ્ટેગ જરૂરી છે કે નહીં તે જાણો.

image source

ફાસ્ટેગ શું છે?

ફાસ્ટેગ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે એક સ્ટિકર તરીકે હોય છે. એ તમારે તમારી કાર કે વાહનના વિન્ડશીલ્ડ પર લગાવવાનું હોય છે. આ ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિટિફિકેશન (RFID) ટેક્નોલોજી અનુસાર કામ કરે છે. દરેક ફાસ્ટેગ સંબંધિત વાહનના રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલું હોય છે. એને લગાવ્યા પછી તમારે ટોલ પ્લાઝા પર અટકીને ટોલ ફીના પૈસા રોકડમાં આપવા પડશે નહીં.

આ કામ કેવી રીતે કરે છે?

image source

જ્યારે તમે ટોલ પ્લાઝાથી પસાર થશો તો ટોલ પ્લાઝા પર લાગેલું ફાસ્ટેગ રીડર તમારા ફાસ્ટેગના બારકોડને રીડ કરશે. એ પછી ટોલ ફી તમારા બેન્ક અકાઉન્ટથી કપાઈ જશે. એ ચાલુ થયા પછી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાંબી કતારો નહીં લાગે. આ ફાસ્ટેગ અત્યારે દ્વિચક્રી વાહનો માટે નથી. RFID નેશનલ પેમેન્ટસ કોઓપરેશન ઓફ ઈન્ડિયા
(NPCI)એ બનાવ્યું છે. ફાસ્ટેગ ક્યાંથી ખરીદી શકો છો?દેશના કોઈપણ ટોલ પ્લાઝાથી તમે ફાસ્ટેગ ખરીદી શકો છો. આ ઉપરાંત એક્સિસ બેન્ક, ICICI બેન્ક, HDFC બેન્ક, એસબીઆઈ, કોટક બેંકની બ્રાન્ચમાંથી પણ તમે એ ખરીદી શકો છો. પેટીએમ, એમેઝોન, ગૂગલ પે જેવા ઓનલાઈન પ્લેટફોર્મથી પણ તમે એ ખરીદી શકો છો. એમાંથી મોટા
ભાગના ડિસ્કાઉન્ટ સહિત અલગ અલગ પ્રકારની ઓફર પણ આપે છે. ફાસ્ટેગ ખરીદતી વખતે તમારી પાસે ID પ્રૂફ અને ગાડીનું રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ હોવાં જરૂરી છે.

સફેદ નંબર પ્લેટવાળા વાહન

image source

જો તમારી ગાડીની નંબર પ્લેટ સફેદ રંગની છે તો પછી હાઈવે પર ટોલ નાકાથી પસાર થતા તમારી પાસે FASTag હોવું જરૂરી છે. જો એવું નથી તો તમાર બમણો ટોલ ટેક્સ ભરવો પડશે.

બુલેટની સવારી થઈ સસ્તી

FASTagની અનિવાર્યતાથી ટુવ્હીલરને દૂર રખાયું છે. હાઈવે પર ટુવ્હીલર પર કોઈ ટોલ લાગતો નથી. તમે બુલેટથી ક્યાંક જઈ રહ્યા છો તો તમે બેફિકર થઈને ફરી શકો છો. જો તમે એક્સપ્રેસ વે પકડી રહ્યા છો તો તમારી યાત્રા માટે તમારે તેની પર ટોલ આપવાનો રહે છે.

image source

કર્મશિયલ વાહન

જો તમે કર્મશિયલ વાહન ચલાવો છો અને તમારી નંબર પ્લેટ પીળા રંગની છે તો ટ્રક કે કેબ તમને હાઈવે પર ટોલ પ્લાઝાથી પસાર થવા માટે FASTagની જરૂર રહે છે.

ક્યાંથી ખરીદશો FASTag

દેશભરમાં 40000થી વધારે કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાંથી FASTag ખરીદી શકાય છે. આ સિવાય તમે પેટીએમ, ડિજિટલ વોલેટ, ફ્લિપકાર્ટની પાસેથી પણ તેને ખરીદી શકો છો. તમે તેને ઘરે બેઠા મંગાવી શકો છો અને તમારી કારની સામેની વિંડસ્ક્રીન પર લગાવી શકો છો. તેને તમે યૂપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી રિચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક ખાતાથી લિંક હશે તો રૂપિયા તમારા ખાતામાંથી જાતે જ કપાઈ જશે.

image source

કેટલી છે FASTag ની કિંમત

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા રાખી છે. આ સિવાય 200 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપવાની રહે છે.

કેવી રીતે બનાવશો ફાસ્ટેગ

ફાસ્ટેગ એક સ્ટીકર હોય છે જે વાહનના વિંડ સ્ક્રીન પર લગાવાય છે. ટોલ પર ક્રોસિંગ સમયે ડિવાઈસ રેડિયો ફ્રિકવન્સી ઓઈડેન્ટિફિકેશન ટેક્નોલોજીની મદદથી ટોલ પ્લાઝા પર લગેલા સ્કેનરથી કનેક્ટ થાય છે અને પછી ફાસ્ટેગ સાથે જોડાયેલા એકાઉન્ટથી રૂપિયા કપાઈ જાય છે. તેને ટોલ પ્લાઝા પર રોકાવવાની જરૂર રહેતી નથી.

રાખો આ વાતનું ધ્યાન

image source

FASTag વાળા વાહનો જ્યારે પણ ટોલ નાકા પરથી પસાર થાય છે ત્યારે તેમની ગતિ 25-30 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ. ગાડીને ટોલ પ્લાઝા પર રોકવી નહીં. ટોલ પ્લાઝાથી ગાડી ધીરેથી કાઢી લેશો તો બૂમ બેરિયરથી અથડાઈ શકો છો. કેમકે એક નક્કી સમયે તે બેરિયર નીચે આવે છે. જો તમારું FASTag રીડ નથી થયું તો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે વાત કરો અને તમારું કામ થઈ જશે.

લાગશે બમણો ચાર્જ

જો તમારું ફાસ્ટેગ કામ નથી કરી રહ્યું તો કે તે વેલિડ નથી તો હાઈવેથી પસાર થવામાં તમારે બમણો ટોલ ભરવો પડી શકે છે.  ફાસ્ટેગ નથી તો પણ આ નિયમ લાગૂ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!