હજુ સુધી તમે નથી વાંચી આ લવ સ્ટોરી? તો કોની રાહ જોવો છો?

નીલિમા સાથે છૂટાછેડા થયા બાદ સુપ્રિયા પાઠક સાથે કર્યા લગ્ન, આવી છે મુસદ્દી લાલની લવ સ્ટોરી.

.બોલીવુડ અભિનેતા પંકજ કપૂર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતામાં સામેલ કરવામાં આવ્યા છે. અભિનેતા પંકજ કપૂરએ ફિલ્મો સિવાય થિયેટર અને નાના પરદા પર પણ ખુબ જ નામ ક્માંવ્યું છે. ૮૦ના દશકમાં પૈરેલલ સિનેમાની સાથે એમનો ગાઢ સબંધ રહ્યો છે. અભિનેતા પંકજ કપૂરએ રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે, આ સાથે જ નેગેટીવ પાત્ર પણ પુરા ન્યાય સાથે પ્લે કર્યા છે.

અભિનેતા પંકજ કપૂર પોતાની વર્સેટીલીટીના કારણે અભિનેતાની ઓળખ બની. ત્યાં જ અંગત જીવનમાં એમના જીવનમાં ઘણા ઉતાર- ચઢાવથી ભરેલ રહ્યું છે. આ લેખમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા પંકજ કપૂરના અંગત જીવન સાથે સંબંધિત કેટલીક બાબતો જણાવીશું.

 

View this post on Instagram

 

A post shared by Pankaj Kapur (@officialpankajkapur)

૫ વર્ષ સુધી ચાલ્યું લગ્ન જીવન.

અભિનેતા પંકજ કપૂરનો જન્મ તા. ૨૯ મે, ૧૯૫૪ના રોજ પંજાબ રાજ્યના લુધિયાના શહેરમાં થયો હતો. અભિનેતા પંકજ કપૂરએ નેશનલ સ્કુલ ઓફ ડ્રામાથી અભિનયની તાલીમ લીધી છે. ૨૫ વર્ષની ઉમરમાં અભિનેતા પંકજ કપૂરએ અભિનેત્રી અને સિંગર નીલિમા અજીમની સાથે લગ્ન કર્યા. આ લગ્ન બાદ બંનેને શાહિદ કપૂરનો જન્મ થયો. પરંતુ આ લગ્ન ફક્ત ૫ વર્ષ જ ચાલી શકી હતી. ૫ વર્ષ બાદ અભિનેતા પંકજ કપૂર અને નીલિમા અજીમના પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ અભિનેતા પંકજ કપૂરણી મુલાકાત થઈ સુપ્રિયા પાઠક સાથે.

 

View this post on Instagram

 

A post shared by Pankaj Kapur (@officialpankajkapur)

આ ફિલ્મ દ્વારા પહેલીવાર મળ્યા.

ખરેખરમાં બંને એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ‘મૌસમ’. આ પહેલીવાર હતા જયારે બંનેની મુલાકાત થઈ. જો કે, બંને એકબીજાને પહેલેથી જ જાણતા હતા પરંતુ ક્યારેય મળ્યા હતા નહી. નવી ‘મૌસમ’ ફિલ્મના શુટિંગ દરમિયાન બંને મળ્યા અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ.

જો કે, આ ફિલ્મ આજ સુધી રીલીઝ નથી થઈ શકી પરંતુ અભિનેતા પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકણી મિત્રતા ધીરે- ધીરે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. નીલિમા સાથેથી અલગ થયા પછીના ૪ વર્ષ બાદ વર્ષ ૧૯૮૮માં અભિનેતા પંકજ કપૂરએ સુપ્રિયા પાઠકની સાથે લગ્ન કરી લીધા. પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકના બે બાળકો પણ છે.

image source

લગ્ન સમયે સુપ્રિયા પાઠકની સામે પંકજ કપૂરએ શું રાખી હતી શરત?

સુપ્રિયા પાઠકએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, મને આ વાતથી કોઈ મુશ્કેલી હતી નહી કે, પંકજ કપૂર પહેલેથી પરણિત છે. હું તેમને એક ક્લીન સ્લેટની જેમ મળી. અમારી વચ્ચે કઈપણ છુપાયેલું હતું નહી અને અમે પોતાના જીવનની નવી શરુઆત કરવાનું નક્કી કર્યું. પરંતુ પંકજ કપૂરએ પહેલેથી જ આ ક્લિયર કરી દીધું હતું કે, શાહિદ જ્પુર એમની પ્રાયોરીટી છે. એમના માટે શાહિદ કપૂર ઘણું મહત્વ ધરાવે છે. મને એનાથી પણ કોઈ મુશ્કેલી હતી નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *