હજુ કોરોના બતાવી શકે છે તેનું રૌદ્ર સ્વરૂપ, બિલ ગેટ્સની આ ચેતવણીથી ફફડાટ, વાંચો અને હજુ રાખો ધ્યાન

માઇક્રોસ માઈક્રોસોફ્ટ’ ના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે આવતા ચારથી છ મહિનામાં કોરોના વાયરસનો પ્રકોપ વધુ ઘાતક થઈ શકે છે. નો ભાગ છે. તેમનનું બિલ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન કોવિડ-19ની રસી બનાવવા અને તેના વિતરણ કરવાના અભિયાનમાં જોડાયેલ છે. ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ ના સહ અધ્યક્ષે સીએનએનને કહ્યું કે, ખૂબ જ દુખની વાત એ છે કે વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ આવતા ચાર-છ મહિનામાં અધિક વધી શકે છે.

2,90,000 લોકોનાં મોત થઈ ચુક્યા

image source

આઇએચએમઇ (આરોગ્ય મૈટ્રિક્સ અને મૂલ્યાંકન સંસ્થા) ના અંદાજ મુજબ 2,00,000 થી વધુ લોકોના મોત થઈ શકે છે. જો આપણે માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરીશું તો મૃત્યુના આ કેસો ઘટાડી શકાય છે. કોવિડ -19 થી યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,90,000 લોકોનાં મોત થઈ ચુક્યા છે. તેમણે કહ્યું, 2015 માં, મેં તેનો અંદાજ કાઢ્યો ત્યારે મેં મૃતકોની સંખ્યા આના કરતા વધુ બતાવી હતી. તેથી, આના કરતા વાયરસ વધુ જીવલેણ હોઈ શકે છે. આપણે વધુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો થી.

ગેટ્સે 2015માં આવી મહામારી અંગે ચેતવણી આપી હતી

image source

પરંતુ અમેરિકા અને આખા વિશ્વના અર્થતંત્ર પર પડેલી અસરથી મને આંચકો લાગ્યો, જે મેં પાંચ વર્ષ પહેલાં ધાર્યું હતું તેના કરતા વધારે છે. ગેટ્સે કહ્યું, તાજેતરમાં અમેરિકામાં સંક્રમિત, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનાં રેકોર્ડ કેસ નોંધાયા છે. મને લાગે છે કે આ પરિસ્થિતિ સામે લડવા અમેરિકા સારી કામગીરી કરશે. જો કે, અગાઉ ગેટ્સે 2015માં આવી મહામારી અંગે ચેતવણી આપી હતી.

અમેરિકામાં આપવામાં આવી કોરોનાની પહેલી વેક્સિન

image source

અમેરિકામાં આજે કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કરી અમેરિકા અને દુનિયાના લોકોએ શુભેચ્છા આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કમાં હેલ્થ વર્કરને ફાઈઝરની પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવી છે. લોન્ગ આઈલેન્ડ Jewish મેડિકલ સેન્ટર પર તૈનાત નર્સ સૈંડ્રા લિંડસેને લાઈવ ટીવી પર વેક્સિન આપવામાં આવી.

ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી

image source

ઉલ્લેખનીય છે કે અમેરિકી દવા કંપની ફાઈઝર અન જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસીને અત્યાર સુધીમાં બ્રિટન, કેનેડા, બહરીન અને સિંગાપુરે મંજૂરી આપી છે. અમેરિકાએ શુક્રવારે ફાઈઝર દ્વારા વિકસિત કોવિડ-19 રસીની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ

image source

આ સાથે જ અમેરિકાના ઈતિહાસમાં મહામારી સામે સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીમાં દુનિયાભરમાં અત્યાર સુધીમાં આશરે 16 લાખ લોકોના જીવ ગયા છે અને 7.1 કરોડ લોકો બિમાર કર્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા છે. રસીકરણમાં સ્વાસ્થ્ય કર્મી અને નર્સિંગ હોમના કર્મીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત