વિશ્વવિખ્યાત નમકીન હલ્દીરામ ભુજિયાવાલાના માલિક મહેશ અગ્રવાલનું સિંગાપોરમાં નિધન

હલ્દીરામ ભુજિયાવાલાના માલિક મહેશ અગ્રવાલનું 4 એપ્રિલ શનિવારના રોજ સિંગાપુરમાં અવસાન થયું હતું. જન્મદિવસના એક દિવસ અગાઉ જ આ ભુજીયા કિંગ મહેશ અગ્રવાલના શ્વાસ થંભી ગયા હતા.

image source

સિંગાપુરમાં દેશ વિદેશના જાણીતા એવા નમકીન અને મીઠાઈના પ્રીમિયમ બ્રાન્ડ હલ્દીરામ ભુજિયાવાલાના માલિક મહેશ અગ્રવાલનું અવસાન થયું છે. તેઓ 57 વર્ષના હતા. તેઓ લીવરની બિમારીથી પીડિત હતા અને લગભગ ત્રણ મહિનાથી તેમની સારવાર પણ ચાલી રહી હતી. તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું છતાં પણ તેમની જિંદગી બચી શકી નહીં. મહેશ અગ્રવાલનું લીવર સિંગાપોરની એક હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, પરંતુ તે તેમનો જીવ બચાવી શકયું નહિ.

મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ જ મહેશ અગ્રવાલનું મોત નીપજ્યું હતું. સિંગાપુરમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો ઈચ્છતા હતા કે તેમની અંતિમ વિદાય દિલ્લીમાં થાય અને ભારતીય રીત રિવાજ કરવામાં આવે. પરંતુ લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવાને કારણે, ન તો તેમનો મૃતદેહ ભારત પાછો લાવવામાં આવ્યો શક્યો કે ન તો હિન્દુ રીત રિવાજ મુજબ સિંગાપુરમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવી શક્યો. તે જ સમયે, ત્યાં ના રીત રિવાજ મુજબ, તેમનો અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યો.

હલ્દિરામને કોણ નહીં ઓળખતું હોય જેણે પોતાની રસ રુચિથી લોકોના દિલ જીતી લીધા. મોટાભાગના લોકો ખાસ તહેવાર અને રોજબરોજ ચા સાથે હલ્દિરામ નમકીન અને મીઠાઈ જ ખાતા હોય છે. હલ્દીરામ ભુજિયાવાલાને આટલી મોટી બ્રાન્ડ બનાવવામાં ફાળો આપનારા મહેશ અગ્રવાલનું 4 એપ્રિલે સિંગાપુરમાં અવસાન થયું હતું. કૌટુંબિક વ્યવસાયને આગળ વધારી સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બનવું તે, આપણે તેમની સાથે સંબંધિત ખાસ બાબતો દ્વારા જાણીએ.

image source

મહેશ અગ્રવાલ ગંગાવિશન અગ્રવાલનો પૌત્ર છે. ગંગાવિશને રાજસ્થાનના બીકાનેરમાં ભુજિયાની એક નાનકડી દુકાન ખોલી હતી. પાછળથી તેનો મોટો પુત્ર રામેશ્વર લાલ, જે મહેશના પિતા છે, તેમણે તેને આગળ વધારી હતી. આ રીતે મહેશ અગ્રવાલે તેમનો પારિવારિક વ્યવસાય સંભાળ્યો હતો. તેમણે તેની શરૂઆત કોલકાતામાં કરી હતી.

બીકાનેરમાં ભુજિયાની દુકાન વર્ષ 1937 માં શરૂ થઈ હતી. તેમાં નમકીન ઉપરાંત મીઠાઇ પણ વેચાતી હતી. જોકે, એવું કહેવામાં આવે છે કે નમકીન વેચવાનું પહેલું કામ ગંગાવિશનના પિતા એટલે કે મહેશ અગ્રવાલ પર દાદા એ કર્યું હતું. પાછળથી વર્ષ 1970 માં, કોલકાતામાં ઉત્પાદન શરૂ થયું. જેનો શ્રેય મહેશ અગ્રવાલના પિતાને જાય છે.

કૌટુંબિક ધંધાને બધા એ સારી રીતે આગળ વધાર્યો હતો, પરંતુ તેને વિશાળ પાયે પ્રખ્યાત કરવામાં મહેશ અગ્રવાલનો મોટો ફાળો રહ્યો હતો. ધંધાને કેવી રીતે આગળ ધપાવવો તે અંગેની માર્ગદર્શિકા બનાવવા માટે તેણે પરિવારના અન્ય સભ્યો સાથે મળીને કામ કર્યું હતું.

અગ્રવાલ પરિવારે દિલ્હીમાં હલ્દીરામની એક કંપની ખોલી હતી. જેની શરૂઆત 1883 માં થઈ હતી. મહેશ અગ્રવાલના નેતૃત્વમાં કંપનીને 1990 માં વિશેષ માન્યતા મળી હતી. ત્યારબાદથી લોકો હલ્દીરામને બહોળા પ્રમાણમાં ઓળખવા લાગ્યા હતા.

image source

મહેશ અગ્રવાલની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો, તેમને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. તેમની પત્નીનું નામ મીના અગ્રવાલ છે.

જાણો કે હલ્દિરામ કંપની નાગપુરમાં લગભગ 100 એકર જમીનમાં પથરાયેલી છે. આ સિવાય કંપનીનો બિકાનેર, કોલકાતા અને દિલ્હીમાં મોટો બિઝનેસ પણ છે. કંપનીને તેના પરંપરાગત હાથથી વિશેષ માન્યતા મળી હતી.

તેમની પત્ની અને બાળકો હાલમાં સિંગાપુરમાં જ છે. મહેશ અગ્રવાલની પત્ની મીના અને પુત્રી અવની, જે સિંગાપુરમાં તેમના પિતા સાથે હાજર હતા, તેઓ ભારત પરત ફરવા માટે ઉત્સુક છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ શક્ય નથી. જો કે, બંનેએ ભારતીય દૂતાવાસમાં ભારત પરત આવવાની અરજી કરી છે અને દેશ પાછા ફરવા વિનંતી પણ કરી છે.

પરંતુ કોરોના વાયરસના ચેપને ટાળવા માટે, તમામ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારત સહિત ઘણા દેશોમાં લોકડાઉનને કારણે લોકોને તેમના ઘરોમાં રહેવા જણાવવામાં આવ્યું છે. બહાર આવવા જવા પર પાબંદી લગાવવામાં આવી છે.