અમાસ અને સૂર્યગ્રહણ હોવાથી રાશિ પ્રમાણે દાન કરવાનું છે વિશેષ મહત્ત્વ, જાણી લો તમારી રાશિ પ્રમાણે તમારે કયુ કરવુ જોઇએ દાન

દેશભરમાં આજે એટલે કે 21 જૂને થવા જઈ રહેલા સૂર્યગ્રહણ બાદ કુદરતી આફતો, મહામારી જેવી અમંગળ ઘટનાઓમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત અનુસાર 1982 બાદ આ પહેલીવાર ચક્રાકાર સૂર્યગ્રહણ અને ગ્રીષ્મ સંક્રાંતિ એક જ દિવસે છે. હવે આવો પ્રસંગ બીજી વખત 21 જૂન 2039માં આવશે.

image source

આ ગ્રહણ આજે સવારે 9:15 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3:04 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણની સમયમર્યાદા અંદાજે છ કલાકની રહેશે. બપોરે 12:10 કલાકે આ ગ્રહણ પોતાના શીખર પર હશે એટલે કે ચંદ્રમા સૂર્યનો લગભગ 99 ટકા ભાગને ઢાકી લેશે. જો કે આ દ્રશ્ય માત્ર અમુક સેકન્ડ માટે જ દેખાશે.

આ સિવાય આ ગ્રહણ જેઠ મહિનાની અમાસે હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ વધી જાય છે. જેઠ માસની અમાસને હલહારિણી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો હળ અને ખેતીના અન્ય ઉપકરણોની પૂજા કરે છે. કારણ કે આ અમાસ બાદ વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે. જેઠ અમાસે ગંગા સ્નાન, દાન અને પિતૃઓની તૃપ્તિ માટે તર્પણનું વિશેષ મહત્ત્વ હોય છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે દાન કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણી લો કે કઈ રાશિના વ્યક્તિએ કઈ વસ્તુનું કરવું જોઈએ દાન.

મેષ

મનોકામના પૂરી કરવા માટે લાલ કપડાં, ઘઉં અને તલનું દાન કરો.

વૃષભ

સફેદ વસ્તુ જેવી કે તલ, દૂધનું દાન કરવાથી લાભ થશે.

મિથુન

યથાશક્તિ ગણેશ મંદિરમાં દાન કરો,ગાયને લીલું ઘાસ ખવડાવો.

કર્ક

દૂધથી બનેલી મીઠાઈઓ અને સફેદ કાપડનું દાન કરો.

સિંહ

કપડાનું અથવા ધાબળાનું દાન કરો.

કન્યા –

લીલા મગ, અનાજને કાંસાના વાસણમાં રાખી દાન કરો.

તુલા –

મંદિરમાં ફળ તેમજ ઘી દાન કરો.

વૃશ્ચિક

સોનું, તાંબુ અથવા કેસરનું દાન કરવું જોઇએ.

ધન –

મંદિરમાં હળદર, ચણાની દાળ અથવા કોઈ પીળી વસ્તુનું દાન કરો.

મકર –

કાળા તલનું અથવા અન્ય કોઈ કાળી વસ્તુનું દાન કરો.

કુંભ –

તેલ, ઊનના કપડા અને લોખંડનું દાન ઉત્તમ રહેશે.

મીન –

પીળી વસ્તુઓ, ધર્મગ્રંથ, મધનું દાન કરી શકો છો.

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત