પોર્ટવિલાના વનુઓટુ ખાતે હનીમૂન માટે ગયેલા વાપીના ડોક્ટર દંપતિ ફસાયા, લોકડાઉને કરી કેવી હાલત જાણો

લોકડાઉનના કારણે માત્ર શ્રમિકો કે જાત્રાએ ગયેલા લોકો જે તે જગ્યાએ ફસાયા નથી પરંતુ હનીમૂન માટે ગયેલા લોકોના હનીમૂનના દિવસો પણ લોકડાઉનના કારણે ફરજિયાત લંબાઈ ગયા છે. આવું એક દંપતિ છે વાપીનું.

image source

આ દંપતિ પ્રોફેશનલી ડોક્ટર છે. તેઓ લોકડાઉન પહેલા પોર્ટવિલાના વનુઆટુ આયલેન્ડ ખાતે માર્ચ માસમાં હનીમૂનના પેકેજ પર ફરવા ગયા હતા. પરંતુ ત્યારબાદ લોકડાઉન જાહેર થતાં આ દંપતિ દોઢ મહિનાથી અહીં ફસાયું છે.

છેલ્લા દોઢ મહિનાથી ધરારનું હનીમૂન માણતા આ દંપતિએ હવે અહીં મકાન ભાડે રાખી લીધું છે કારણ કે હનીમૂન પેકેજ કરતાં તે સસ્તુ હતું. પરંતુ હવે તો તેમને આ મકાનનું ભાડુ પણ મોંઘુ પડી રહ્યું છે અને તેમની આર્થિક તકલીફ વધી ચુકી છે. હવે આ દંપતિને ભારત પરત આવવું છે. આ માટે તેમણે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રીને ટ્વીટ કરી તેમને ભલામણ કરી છે કે તેમને વાપી પરત લાવવા કોઈ વ્યવસ્થા કરાવી આપે. જો કે હજું સુધી તેમને કોઈ જવાબ મળ્યો નથી.

image source

વાપીના ડો કુનાલ રામટેકે ડો પૂજા ટંડેલ સાથે લગ્ન કર્યા છે. તેઓ વાપીની વાયબ્રન્ટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડો કુનાલ મૂળ નાગપુરના છે પણ તે વાપી સ્થાયી થયા છે. તેમના લગ્ન 10 નવેમ્બરે થયા હતા. પરંતુ વ્યક્ત શેડ્યુલના કારણે તેમણે હનીમૂન પર જવાનું 15 માર્ચે નક્કી કર્યું. તેઓ પોર્ટવિલાના વનુઆટુ આયલેન્ડ ગયા હતા અને 24 તારીખે ભારત પરત ફરવાના હતા. પરંતુ ત્યારબાદ લોકડાઉન જાહેર થતા તેઓ ત્યાં ફસાઈ ગયા છે.

image source

હવે તેઓ અહીં મકાન ભાડે રાખી જાતે રસોઈ બનાવી જેમ તેમ દિવસો પસાર કરે છે પરંતુ લાંબો સમય થયો હોવાથી તેમને હવે આર્થિંક સંકળામણ પણ પડી રહી છે. આ બંને સાથે તેમના પરીવારના સભ્યો પણ ચિંતામાં મુકાયા છે. ડો કુનાલએ ફિઝીમાં ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કર્યો છે પરંતુ ત્યાંથી તેમને મદદ મળી નથી.

image source

છેલ્લા દોઢ માસથી વિદેશમાં દિવસો પસાર કરવાના કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી છે. હવે તેઓ દેશના વડાપ્રધાન,મુખ્યમંત્રીને અપીલ કરી રહ્યા છે તે તેમને દેશમાં પરત લાવવા વ્યવસ્થા કરાવે. હવે તેઓ સરકાર તરફથી શું જવાબ મળે છે તેની રાહ જોઈ રહ્યા છે.