જો તમે બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી બોલશો આ મંત્ર, તો થશે આટલા બધા લાભ

બપોરના ત્રણથી સાંજના સાતની વચ્ચે હનુમાનજીનો બોલો આ ચમત્કારી મંત્ર, અને પછી જુઓ બજરંગબલી શુ કમાલ કરે છે.

image source

આપણે સૌ જાણીએ જ છે કે શનિવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. શનિવારના દિવસે પવન પુત્ર હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, અને આવું સતત કરતા રહેવાથી બાજરંગબલી અવશ્ય પ્રસન્ન થાય છે. હનુમાનજી એક માત્ર એવા દેવ છે જે કળિયુગમાં પણ હાજરાહજૂર છે.

અને એ જ કારણે હનુમાનજીની દયા દ્રષ્ટિ જે ભક્ત પર પડે તે ભક્તનાં બધાં દુ:ખ દૂર થાય છે અને બધાં કાર્ય સફળ થાય છે. એવુ માનવામાં આવે છે કે, જે પણ વ્યક્તિ પર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ પડે છે તે ભક્તના જીવનનાં બધાં જ દુ:ખ-દર્દ અને અછત દૂર થઈ જાય છે. જો તમે પણ એવું ઇચ્છતા હોવ કે બજરંગબલીની કૃપા તમારા પર બની રહે, તો શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે ઘરમાં જ ચમત્કારી ઉપાય ચોક્કસથી કરો.

image source

1 – જો તમે કોઇ મોટી સમસ્યામાં ઘેરાયેલા હોય તો, શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે હનુમાનજીના આ સિદ્ધ ચમત્કારી મંત્રનો 1100 વાર જાપ કરો તેમજ હનુમાનજી સામે સુગંધિત ધૂપ પણ કરો.

મંત્ર- || ॐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે | હાતિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે ||

આ મંત્રનો જાપ પૂરો કરો અને ત્યારબાદ સાત વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ પણ અચૂક કરવો.

image source

2 – જો કોઇ વ્યક્તિને વારંવાર કોઇ વસ્તુથી ડર લાગતો હોય તો શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે પોતાના જ ઘરમાં પૂર્વ દિશા બાજુ મોં રાખો અને આ મંત્રનો 700 વાર જાપ કરો.

મંત્રઃ || ॐ હં હનુમંતે નમ: ||

3 – જો તમે બધાં જ સંકટોમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો એ માટે શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે પોતાના ઘરના મંદિરે લાલ ઊનના આસન પર બેસો અને નીચે આપેલ હનુમાનજીના સિદ્ધ મંત્રનો 551 વાર જાપ કરો એ પછી 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ન ભૂલતા.

image source

મંત્રઃ || ॐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા||

4 – શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે જો કોઈ દુશ્મન કે પછી કોઇ અસાધ્ય બીમારીથી કંટાળ્યા હોય તો નીચે આપેલ મંત્રનો 108 વાર જાપ કરો અને ત્યારબાદ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. બહુ જલદી જ દુશ્મનો અને રોગોથી તમને મુક્તિ મળશે.

image source

મંત્રઃ || ॐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત