હનુમાનગઢીમાં પૂજા થી લઈ મંદિરના શિલાન્યાસ સુધીની વિધિની જુઓ તસવીરો

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર ના ભૂમિપૂજન નો કાર્યક્રમ આજે વડાપ્રધાનની હાજરીમાં સંપન્ન થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પાયામાં 9 શીલાઓ રાખી અને રામ મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો. રામ મંદિરના શિલાન્યાસ સાથે જ નવા યુગના સાક્ષી આજે દેશભરના લોકો બન્યા ૫૦૦ વર્ષથી જ ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ક્ષણ આજે નિહાળી.

image source

આજના ખાસ દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોતી અને સોનેરી કુર્તામાં જોવા મળ્યા હતા. જોકે કોરોના ને ધ્યાનમાં રાખી સમગ્ર વિધિ દરમિયાન તેમણે માસ્ક સતત પહેરી રાખ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનોએ સામાજિક અંતર નું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.

image source

અયોધ્યા પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા હનુમાન ગઢી માં પૂજા કરવા ગયા હતા ત્યારબાદ તેઓ રામ જન્મભૂમિ પહોંચ્યા હતા જણાવી દઈએ કે છેલ્લા 29 વર્ષથી વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીરામના દર્શન કર્યા ન હતા આજે રામ ભગવાનના દર્શને પહોંચ્યા.

image source

રામ ભગવાન સમક્ષ થતાની સાથે જ વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા તો સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા ત્યારબાદ તેમણે શ્રીરામની પૂજા કરી હતી વડાપ્રધાન મોદીએ શ્રીરામને ફૂલની માળા પહેરાવવી કંકુ ચોખા અને ચંદન અર્પણ કરી આરતી ઉતારી હતી.

image source

આરતી ઉતાર્યા બાદ તેમણે શ્રીરામ ની પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ શિલાન્યાસ માટે પૂજા સમારોહમાં પહોંચ્યા હતા. વડાપ્રધાનના પહોંચવાની સાથે શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ શરૂ કરી દેવામાં આવી ભૂમિપૂજન સંપન્ન થયા બાદ વડાપ્રધાન મોદીએ અયોધ્યાની માટીથી પોતાના માથે તિલક કર્યું અને ત્યાર બાદ માટેની ઇટને પધરાવી અને મંદિર નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત