Site icon News Gujarat

દુઃખથી બહાર આવવા હોળીને દિવસે આ રીતે પૂજા કરીને હનુમાનજીને કરો પ્રસન્ન

માનવામાં આવે છે કે હોળીની રાતે હનુમાનજીની પૂજા કરાય તો તમને કષ્ટમાંથી રાહત મળે છે. આ સાથે તેને કલ્યાણકારી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં હોળીનો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાને હોળીનું પર્વ ઉજવાય છે. હોળીનો તહેવાર ખાસ કરીને રંગોનો તહેવાર છે. આ દિવસે લોકો ભેગા થઈને આનંદ કરે છે અને સાથે ખુશી જાહેર કરે છે. 26 માર્ચે હોળિકા દહન અને 29 માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવાશે. પહેલા તો પારંપરિક હોળી પ્રગટાવાશે અને પછી અન્ય દિવસે એકમેકને ગુલાલ લગાવીને હોળી રમાશે. માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરાય છે તો અનેક કષ્ટથી મુક્તિ મળે છે.

image soucre

જ્યોતિષમાં કહેવાયું છે કે નવા સંવત્સરના રાજા અને મંત્રી બંને મંગળ છે, મંગળના કારક છે. ફાગણ મહિનાની પૂર્ણિમાની રાતમાં હોળિકા દહન કરાય છે. આ પછીના દિવસે હોળી રમાય છે. હોળીની રાતે હનુમાનજીની પૂજા કરાય છે તો કેટલાક ઉપાય કરવા. તેને શુભ માનવામાં આવે છે. આ ઉપાયોથી તમારું કલ્યાણ પણ થાય છે. અનેક લોકોની મનોકામના આ ઉપાયોથી પૂરી થાય છે. તો જાણો આ ખાસ ઉપાયો વિશે,

આ રીતે કરો હોળીના ખાસ દિવસે હનુમાનજીની પૂજા

image soucre

હોળિકા દહનની રાતે સ્ન્નાન કરો અને હનુમાનજીના મંદિરે જઈને કે ઘરમાં મંદિરમાં હનુમાનજીની સામે બેસીને તેમની પૂજા કરો.

હોળીની રાતે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠના જાપનું ખાસ મહત્વ છે. તેને શુભ અને કષ્ટથી મુક્તિ અપાવનારું માનવામાં આવે છે.

image soucre

હનુમાનજીની ભક્તિ કલીકાલથી કરાઈ રહી છે. હનુમાનજી નિરંતર ભક્તિ કરવાથી ભૂત પિશાચ, શનિ અને ગ્રહ બાધા, રોગ અને શોક, કોર્ટ અને કચેરી, જેલ બંધનથી મુક્તિ અપાવે છે. મારણ સંમોહન, ઉચાટ, ઘટના, દુર્ઘટનાથી બચાવે છે. મંગળ દોષ, ઉધારથી મુક્તિ અને ચિંતાથી મુક્તિ અપાવે છે. વિશેષ દિવસ અને વિશેષ સમયે હનુમાનજીની આરાધના કરવાથી તેઓ તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તોની મદદ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version