જ્યાં હનુમાનજી બિરાજે છે હાજરાહજુર ત્યાં તાઉતે પહોંચ્યું ત્યારે શું થયું એ છે જાણવા જેવું

હનુમાનજીના જગપ્રસિદ્ધ મંદિરોમાંથી એક એવું સાળંગપુરના કષ્ટભંજન દેવનું મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે. કષ્ટભંજન કહેવાતા એવા હનુમાનનું આ રાજ્યમાં જ નહીં દેશ-વિદેશમાં પ્રસિદ્ધી ધરાવે છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. આમ તો આ મંદિરમાં અત્યાર સુધી અનેક ચમત્કાર જોવા મળ્યા છે. પરંતુ તાજેતરમાં જે જોવા મળ્યું તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

image source

સૌરાષ્ટ્ર પર થોડા દિવસો પહેલા જ ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. જો કે આ તબાહી મચાવતા તાઉતે વાવાઝોડાની અસર સાળંગપુર અને આસપાસના વિસ્તારોમાં પણ થઈ હતી. પરંતુ જ્યાં સાક્ષાત કષ્ટભંજન બિરાજતા હોય ત્યાં વાવાઝોડાની પણ શું વિસાત..

image source

તાઉતે વાવાઝોડું ત્રાટક્યું તો ખરા અને આસપાસના વિસ્તારમાં ઝાડ પડી જવા જેવો વિનાશ પણ સર્જ્યો હતો. પરંતુ મંદિરને વાવાઝોડા દરમિયાન ઉની આંચ પણ આવી નહીં. મંદિર પરીસરમાં તાઉતે વાવાઝોડાના કારણે જરા પણ નુકસાન થયું નહીં. તાઉતે વાવાઝોડા સમયે કેવું વાતાવરણ અને પવન ફુંકાઈ રહ્યો હતો તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું કે ભયંકર પવન વચ્ચે પણ મંદિરને જરા પણ નુકસાન થયું નહીં.

આ મંદિરમાં લાખો ભક્તો શ્રદ્ધા ધરાવે છે. અહીં સામાન્ય દિવસોમાં શનિવાર, પૂનમ, હનુમાન જયંતિ, ધુળેટી જેવા પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા. જો કે કોરોનાના કારણે હાલ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે.

વાવાઝોડા તાઉતે સમયે સાળંગપુર મંદિર ઉપરાંત સોમનાથ અને દ્વારકા મંદિરમાં પણ આવો જ ચમત્કાર જોવા મળ્યો હતો. દરિયાકિનારે બિરાજતા મહાદેવ અને દ્વારકાધિશના મંદિરને પણ તલભાર નુકસાન પણ થયું નહીં અને મૂળ સહિત ઝાડ ઉખડી જાય તેટલી ઝડપે ફુંકાતા પવન વચ્ચે પણ આ મંદિરોની ધજા પણ અડીખમ ફરકતી હતી. દ્વારકા મંદિરે વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખી મંદિરની ધ્વજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.

image source

સાળંગપુર મંદિરનો ઈતિહાસ

સાળંગપુર ગામમાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. પ્રતિષ્ઠા નજરે જોનારાનું કહેવું છે કે તે વખતે હનુમાનજીનીં મૂર્તી રીતસર ધ્રુજવા લાગી હતી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ હતું. બસ ત્યારથી અહીં હનુમાનજી હાજરાહજુર હોવાનું ભક્તો માને છે. આ મંદિરમાં નકારાત્મક શક્તિઓનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. થોડા સમય પહેલા જ નવા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાળંગપુરમાં મંદિરની ધામધૂમ પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આ મંદિરમાં સ્વામિનારાયણ સંત તાલિમ કેન્દ્ર, ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિધ્યામંદિર ચાલી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *