હરભજનસિંહ બીજી વખત પિતા બન્યો, સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મા-દીકરો બંને…

અભિનેત્રી ગીતા બસરા અને ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર માતાપિતા બન્યા છે. ગીતા બસરાએ આજે દિકરાને જન્મ આપ્યો છે. આ કપલને પહેલા એક દીકરી છે, જેનું હિનાયા હીર છે. હિનાયાનો જન્મ 27 જુલાઈ 2016ના રોજ થયો હતો. ગીતા અને હરભજન સિંહના ઘરે દિકરાનો જન્મ થતા બંને ખૂબ એક્સાયડેટ છે.

image source

ગીતા બસરા અને ક્રિકેટર હરભજન સિંહે 29 ઓક્ટોબર 2015ના રોજ પંજાબના જલંધરમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ક્રિકેટ અને ફિલ્મ જગતના પ્રખ્યાત લોકો જોડાયા હતા. ગીતા બસરા તેની બીજી પ્રેગનેન્સી દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહી હતી. તેના ફોટો અને વીડિયો અનેકવાર વાયરલ થયા હતા. ગીતા બસરાએ અગાઉ ઘણીવાર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી હતી. ગીતાની તસવીરોને લાખો લાઈક્સ પણ મળતી. બીજી ગર્ભાવસ્થામાં પણ ગીતા એકદમ ફીટ જોવા મળતી હતી.

આજે ગીતાએ દિકરાને જન્મ આપ્યો હતો. આ વાત હરભજન સિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ બીજીવાર પેરેન્ટસ બન્યા છે. ગીતાએ શનિવારે દિકરાને જન્મ આપ્યો છે. દિકરો અને માતા બંને સ્વસ્થ છે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra)

જણાવી દઈએ કે ગીતા બસરાએ તેના જન્મદિવસે સોશિયલ મીડિયા પર પોતાની બીજી પ્રેગનેન્સીની વાત શેર કરી હતી. તેણે ત્યારે બેબી બંપ સાથે ફોટો શેર કરી હતી. આ તસવીરમાં હરભજન સિંહ અને દિકરી હિમાયા પણ હતા. જેના ટીશર્ટ પર લખેલું હતું કે તે ટુંક સમયમાં મોટી બહેન બનવાની છે. થોડા દિવસ પહેલા ગીતાના બેબી શાવરની તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરોમાં તેઓ માત્ર 3 લોકો જ જોવા મળ્યા હતા.

image source

ગીતા પોતાની અને તેની દિકરીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ગીતાના વર્કફ્રંડની વાત કરીએ તો તે ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની પહેલી ફિલ્મ વર્ષ 2006માં આવી હતી. તેનું નામ દિલ દિયા હૈ હતું. આ ફિલ્મમાં હીતા બસરા ઈમરાન હાશમી સાથે જોવા મળી હતી. ગીતાની ફિલ્મ ખાસ ચાલી નહીં. આ સિવાય ગીતા બસરાની ઝિલા ગાઝિયાબાદ, ધ ટ્રેન ફિલ્મોમાં જોવા મળી હતી. ત્યારબાદ ગીતાએ ફિલ્મ ઈંડસ્ટ્રીથી દૂર બનાવી લીધી હતી.

ગીતા બસરાએ ક્રિકેટર હરભજન સિંહ સાથે 2015માં લગ્ન કર્યા હતા. તેઓ એકબીજાને લગ્ન પહેલા 5 વર્ષ સુધી ડેટ કરતા હતા. લગ્નના એક વર્ષ બાદ તેના ઘરે દિકરીનો જન્મ થયો હતો. જ્યારે હવે 2021માં તેઓ બીજીવાર માતાપિતા બન્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!