Site icon News Gujarat

હાર્દિક પંડ્યા પિતાને આપેલી સરપ્રાઈઝનો વીડિયો શેર કરીને ભાવુક થયો, કેપ્શન જોઈ ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયાં

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું 17 જાન્યુઆરીના રોજ વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું, જેથી બંને પુત્રો કૃણાલ-હાર્દિક પંડ્યા આવી પહોંચ્યા હતા અને પિતાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

image source

ત્યારે હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં જોઈ શકાય છે કે તે ભાવુક થઈ ગયો છે. આ વીડિયો હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે હાર્દિકે પોતાના ફ્રેન્ડ્સ સાથે મળીને પિતાને સરપ્રાઈઝ આપી હતી અને ગિફ્ટમાં કાર આપી હતી.

image source

હાર્દિકે આ વીડિયો શેર કરતાંની સાથે જ લખ્યું કે-તમે અહીં નથી એટલે રોવું આવે છે, પરંતુ બાળકને કેન્ડી મળી હોય એમ તમને હસતા જોઈને મને આનંદ થાય છે. લવ યુ ડેડી. હવે આ વીડિયો ભારે શેર કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ પણ વાયરલ કરી રહ્યા છે.

image source

મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો હાર્દિક અને કૃણાલે સપ્ટેમ્બર 2017માં પિતા હિમાંશુને રેડ કલરની જીપ કમ્પાસ કાર ગિફ્ટ કરી હતી. પણ આ ગિફ્ટ એ રીતે આપી હતી કે, તેમના પિતાને આ અંગે ખબર નહોતી. તેઓ જીપના શો રૂમમાં ગાડી જોવા ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે જ્યારે કાર જોવા ગયા ત્યારે સેલ્સ પર્સને તેમને કહ્યું કે આ મારું લિમિટેડ મોડલ છે. તો હાર્દિકના પિતા કહે છે કે મને આ કલર, આ મોડલની જ ગાડી જોઈએ છે. આ જ ગાડી અવેલેબેલ છે? આ સોલ્ડ આઉટ છે કે પછી?

image source

ત્યારે હાર્દિકનો વીડિયો કોલ આવે છે. તેના પિતા કહે છે કે ભાઈ, તું ગાડી તો જો. હાર્દિક કહે છે કે લઈ લો. તો પિતા કહે છે, ઓકે ચલો. ત્યારે ત્યાં બધા સસ્પેન્સ તોડે છે કે આ ગાડીના માલિક તમે જ છો. હાર્દિક અને કૃણાલે તમને ગિફ્ટ કરી છે. વેલકમ ટુ ધ જી ફેમિલી. અભિનંદન.

image source

જો પરિવાર વિશે વાત કરવામાં આવે તો હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જો કે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.

image source

હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ જોતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ ગયા હતા. ત્યારબાદ હાલમાં આ જ વર્ષના જાન્યુઆરીમાં 17 જાન્યુઆરીના રોજ સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version