Site icon News Gujarat

હાર્દિક પંડયાએ શેર કર્યો પોતાના દીકરાનો પહેલો ફોટો, અભિનંદન હાર્દિક પંડ્યા…

હાર્દિક પંડયાના લગ્ન અને લગ્નના પ્રસંગોને લઈને અવારનવાર ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે હાલમાં હાર્દિક પંડ્યાનો સમય ઘણો સારો ચાલી રહ્યો છે. હાલમાં જ લોકડાઉન દરમિયાન એમના ઘરે દીકરાનો જન્મ થયો છે. હાર્દિક પંડયાની પત્ની નતાશા સ્ટેનકોવિકે ક્યુટ ક્યુટ દીકરાને જન્મ આપ્યો છે. ભારતીય ક્રિકેટર એવા હાર્દિક પંડયાના ઘરે હાલમાં જ એટલે કે ગુરુવારના દિવસે નાનકડા મહેમાનનું આગમન થયું છે. આ ખુશીના અવસર પર હજારો લોકોએ સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યાને શુભેચ્છાઓ પણ પાઠવી છે.

દીકરા માટે ડાયપર લઈને જતા જોવા મળ્યા

હાર્દિક પંડયાને પ્રથમ વખત જ પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે. ઘરમાં દીકરાનો જન્મ થતાની સાથે જ હવે એમના પર પારિવારિક જવાબદારીઓ પણ વધી ગઈ છે. પિતા બનવાના બીજા જ દિવસે હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટામાં એ પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા જોવા મળી રહ્યા છે. આ ફોટામાં તેઓ પોતાના દીકરા માટે ડાયપર લઈને જતા જોવા મળ્યા હતા. આમ એમણે આ ફોટો શેર કરીને પોતાની જવાબદારી તેઓ બરાબર નિભાવી રહ્યા છે એની સાબિતી આપી હતી.

image source

Baby’s diapers are on the way

હાલમાં જ હાર્દિક પિતા બન્યા છે, ત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો હતો આ ફોટામાં હાર્દિક કારમાં બેઠા છે, અને એમની પાછળની સહિત પર ડાયપરનું પેકેટ જોવા મળી રહ્યું છે. આ ફોટો શેર કરતા કેપ્સનમાં હાર્દિક પંડયાએ લખ્યું હતું કે, ‘Baby’s diapers are on the way’. ઉલ્લેખનીય છે કે હાર્દિક દ્વારા શેર કરવામાં આવેલી આ સ્ટોરીને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જો કે દીકરાના જન્મ સાથે જ હાર્દિક અને નતાશાના ફેન્સ આ વાતને લઈને ઉત્સાહમાં છે કે આ સ્ટાર કપલ પોતાના દીકરાનું નામ શું રાખશે.

ઘરમાં નાનકડા મહેમાનનું થયું છે અવતરણ

આપને જણાવી દઈએ કે દીકરાના જન્મ પહેલા પણ હાર્દિક પંડયા અને નતાશાએ અવારનવાર બેબી બમ્પ સાથેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જો કે આ કપલ અવારનવાર પોતાના મસ્તી ભર્યા વિડીયો અને ફોટાઓના કારણે શરૂઆતથી જ ચર્ચાઓમાં રહ્યું છે. હવે ગુરુવારના દિવસે હાર્દિકના ઘરમાં નાનકડા મહેમાનનું આગમન પણ થયું છે. ત્યારે હાર્દિક પંડ્યા પિતા તરીકેની ફરજ જરાય ચુક્યા નથી.

image source

મેં મહિનામાં પત્ની ગર્ભવતી હોવાની કરી જાહેરાત

જો કે મહત્વની વાત એ છે કે દીકરાના જન્મ થયાના પહેલા પણ નતાશાએ પોતાના પ્રેગનેન્સી ફેઝ્ને લઈને સોશિયલ મીડિયા પર તસ્વીર શૅર કરી હતી, જેમાં પતિ હાર્દિક પંડ્યા એમનો સાથ આપતા નજરે પડી રહ્યા હતા. આ સિવાય નતાશા સ્ટેનકોવિકે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા એક તસવીર પણ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ હાર્દિક પંડયાએ આ ઘોષણા કરી હતી, કે પત્ની નતાશા ગર્ભવતી છે. આ વાત સાથે જ હાર્દિકે પોતાના લગ્નની એક તસ્વીર પણ શેર કરી હતી જે લોકડાઉન દરમિયાન એક ખાનગી સમારોહમા લેવાયેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version