Site icon News Gujarat

હાર્દિક પાંડયાના પિતાનું હાર્ટ એટેકના કારણે થયું નિધન, મોટા ભાઈ કૃણાલ પાંડયાએ ટુર્નામેન્ટને વચ્ચે જ છોડી દીધી.

ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયાના પિતાનું શનિવારે એટલે કે આજે સવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. આ દુઃખદ સમાચાર પછી વડોદરા તરફથી સૈયદ મુસ્તાક અલી ટી- 20 ટ્રોફી રમી રહેલા કેપટન કૃણાલ પાંડયા આ ટુર્નામેન્ટ વચ્ચે જ છોડીને ઘરે જવા રવાના થઈ ગયા છે.

વડોદરા ક્રિકેટ સંઘના સીઈઓ શિશિર હટટગડીએ આ વાતની પુષ્ટિ કરતા જનવતું છે કે કૃણાલ પાંડયાએ બાયો બબલ છોડી દીધી છે. આ એક વ્યક્તિગત નિર્ણય છે અને વડોદરા ક્રિકેટ સંઘ હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયાના આ દુઃખમાં એમની સાથે ઉભું છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયાને ક્રિકેટર બનાવવામાં એમના પિતાનું મહત્વનું યોગદાન હતું. એમને આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પૈસા ભેગા કરીને પોતાના બંને દીકરાઓને કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં મોકલ્યા હતા. હાર્દિક પાંડયા જાતે પણ પોતાના પિતાના યોગદાનને ઘણી વાર સ્વીકારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચુક્યા છે.

હિમાંશુ પંડ્યાનો તેમના દીકરાઓની સફળતામાં મોટો ફાળો રહ્યો છે. હિમાંશુ સુરતમાં એક નાનો કાર ફાઇનાન્સનો ધંધો ચલાવતો હતો, પરંતુ તેણે પોતાના બાળકોને ક્રિકેટર બનાવવા વડોદરામાં વસી જવાનું નક્કી કર્યું.

image source

વડોદરામાં ક્રિકેટ માટે સુરત કરતાં સારી સગવડો હતી, તેથી હિમાંશુ પંડ્યાએ તેમનો ધંધો પણ બંધ કરી દીધો હતો. હિમાંશુ પંડ્યાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના ઘણા સંબંધીઓએ પુત્રોને ફક્ત ક્રિકેટ રમવા દેવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યા હતા પરંતુ અમે અમારા વિશ્વાસ પર અડગ રહ્યા.

image source

હિમાંશુ પંડ્યાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘બાળકોએ ખૂબ જ મહેનત કરી હતી. હું સુરતમાં હતો, કૃણાલ 6 વર્ષનો હતો, હું તેને બોલિંગ કરાવતો હતો, જેથી તે જોઈને કે તે એક સારો ખેલાડી બની શકે.

image source

સુરતના રાંદેર જીમખાનામાં પ્રેક્ટિસ કરતો હતો. કિરણ મોરેના મેનેજરે ક્રુનાલને બેટિંગ કરતા જોયો. તેમણે કહ્યું હતું કે કૃણાલને વડોદરા લાવવામાં તેમનું ભવિષ્ય સારું છે. 15 દિવસ પછી હું તેને વડોદરા લઈ ગયો અને ત્યાંથી ક્રિકેટની સફર શરૂ થઈ.

તમને જણાવી દઇએ કે, જ્યારે હાર્દિક પંડ્યાએ વર્ષ 2017 માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી, ત્યારે એમને એમના પિતાને કાર ગિફ્ટમાં આપી હતી. હાર્દિક પંડ્યાએ એક ટ્વિટ દ્વારા કહ્યું હતું કે તેમના પિતાને જીવનની બધી ખુશીઓ મળવી જોઈએ.

image source

પંડ્યાએ તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના પિતાને આપ્યો હતો. પંડ્યાએ લખ્યું હતું કે તેના પિતાએ પોતાના દીકરાઓના કરિયર માટે બધું છોડી દીધું હતું, તેના માટે ખૂબ હિંમતની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version