પિતાના અવસાનથી ભાંગી પડેલા હાર્દિક પંડયાએ શેર કર્યો ઇમોશનલ વિડીયો, જે જોઇને તમારી આંખોના ખૂણા પણ થઇ જશે ભીના

પિતાના અવસાનથી ખૂબ જ ખરાબ રીતે ભાંગી પડ્યા છે હાર્દિક પાંડયા, ઇમોશનલ વિડીયો કર્યો શેર.

થોડા દિવસો પહેલા જ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયાના પિતા હિમાંશુ પાંડયાએ દુનિયાને અલીવિદા કહી દીધું હતું. પિતાના અવસાનથી હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયા બંને ભાઈઓ ખૂબ જ ખરાબ રીતે ભાંગી પડ્યા છે. હાર્દિક પાંડયાએ શનિવારે પોતાના પિતા સાથે વિતાવેલી દરેક પળનો એક ઇમોશનલ વિડીયો શેર કર્યો છે. હિમાંશુ પાંડયાએ વડોદરામાં છેલ્લો શ્વાસ લીધો હતો, એમનું અવસાન હૃદય રોગના હુમલાના કારણે થયું હતું. પિતાના અવસાન પછી કૃણાલ પાંડયા વડોદરા ટીમની બાયો બબલમાંથી બહાર નીકળી ગયા હતા. એ સૈયદ મુશતાક અલી ટ્રોફીમાં વડોદરાનું નેતૃત્વ કરી રહ્યા હતા.

image source

હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયાને ક્રિકેટર બનાવવામાં એમના પિતાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. એમને પોતાના દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે શહેર બદલી નાખ્યું હતું. એમને પોતાનો વેપાર સુદ્ધા બંધ કરી દીધો અને બીજા શહેરમાં વસી ગયા હતા. જેથી એમના બંને દીકરાને ક્રિકેટની વધુ સુવિધાઓ મળી રહે.

image source

હિમાંશુ પંડ્યાનો તેમના દીકરાઓની સફળતામાં મોટો ફાળો રહ્યો છે. હિમાંશુ સુરતમાં એક નાનો કાર ફાઇનાન્સનો ધંધો ચલાવતો હતો, પરંતુ તેણે પોતાના બાળકોને ક્રિકેટર બનાવવા વડોદરામાં વસી જવાનું નક્કી કર્યું. વડોદરામાં ક્રિકેટ માટે સુરત કરતાં સારી સગવડો હતી, તેથી હિમાંશુ પંડ્યાએ તેમનો ધંધો પણ બંધ કરી દીધો હતો. હિમાંશુ પંડ્યાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના ઘણા સંબંધીઓએ પુત્રોને ફક્ત ક્રિકેટ રમવા દેવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યા હતા પરંતુ અમે અમારા વિશ્વાસ પર અડગ રહ્યા.

હિમાંશુ પંડ્યાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘બાળકોએ ખૂબ જ મહેનત કરી હતી. હું સુરતમાં હતો, કૃણાલ 6 વર્ષનો હતો, હું તેને બોલિંગ કરાવતો હતો, જેથી તે જોઈને કે તે એક સારો ખેલાડી બની શકે. સુરતના રાંદેર જીમખાનામાં પ્રેક્ટિસ કરતો હતો. કિરણ મોરેના મેનેજરે ક્રુનાલને બેટિંગ કરતા જોયો. તેમણે કહ્યું હતું કે કૃણાલને વડોદરા લાવવામાં તેમનું ભવિષ્ય સારું છે. 15 દિવસ પછી હું તેને વડોદરા લઈ ગયો અને ત્યાંથી ક્રિકેટની સફર શરૂ થઈ.

તમને જણાવી દઇએ કે, જ્યારે હાર્દિક પંડ્યાએ વર્ષ 2017 માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી, ત્યારે એમને એમના પિતાને કાર ગિફ્ટમાં આપી હતી. હાર્દિક પંડ્યાએ એક ટ્વિટ દ્વારા કહ્યું હતું કે તેમના પિતાને જીવનની બધી ખુશીઓ મળવી જોઈએ. પંડ્યાએ તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના પિતાને આપ્યો હતો. પંડ્યાએ લખ્યું હતું કે તેના પિતાએ પોતાના દીકરાઓના કરિયર માટે બધું છોડી દીધું હતું, તેના માટે ખૂબ હિંમતની જરૂર છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત