ફિટનેસ માટે કસરત નહીં પણ આ કામ કરે છે Hardik Patel, જાણો Diet Habits

ઘરે બનાવેલા ભોજનને પ્રીફર કરે છે હાર્દિક પટેલ, આવી છે સિમ્પલ લાઈફસ્ટાઈલ અને ડાયટ પ્લાન

યૂથલીડર હાર્દિક પટેલ પોતાના કામ અને નામથી જાણીતા છે. સાથે જ હેક્ટિક લાઇફમાં પણ પોતાની ફિટનેસને મહત્વ આપે છે. સાદું, પ્યોર વેજ ફૂડ અને 1 જ વાર ચા પીવાના આગ્રહી હાર્દિક પટેલે તેમની lifeistyle વિશે ભૂષિતા ખીંચી સાથે વાત કરતાં આ ખાસ વાતો શૅર કરી છે…

હાર્દિક પટેલ સાથેની વાતચીતના મુખ્ય અંશો…

image source

તમે ફિટનેસ માટે કઇ એક્સરસાઇઝ કરો છો?

– હું કોઇ ખાસ કસરતો કરતો નથી. મારી પાસે એટલો સમય જ હોતો નથી. પણ હા, હું અઠવાડિયામાં 2 દિવસ ત્રણેક કલાક ક્રિકેટ અચૂક રમું છું. તેનાથી મને સ્ફૂર્તિ મળી રહે છે.

ટ્રાવેલિંગમાં હોવ ત્યારે કયું ફૂડ પસંદ કરો છો?

– હું મોટાભાગે ઘરેથી જ જમવાનું સાથે લઇને જાઉં છું. જેમકે ભાખરી કે રોટલી અને શાક.

image source

– લોંગ ટૂરમાં હોવ ત્યારે ફૂડને કઇ રીતે મહત્વ આપો છો?

– કોઇ સંબંધીના ઘરે જ જમવાનો આગ્રહ રાખું છું. આ સિવાય જો બહાર ખાવું જ પડે તો હું પંજાબી ફૂડ જરાય પસંદ કરતો નથી. ક્યારેક ન છૂટકે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઇ લઉં છું.

image source

તમારો આખા દિવસનો ડાયટ પ્લાન કેવા પ્રકારનો હોય છે?

– સવારે – 1 વાર ચા અને સાથે ભાખરી નાસ્તામાં

– બપોરે – લંચમાં રોટલી, શાક, દાળ , ભાત, સલાડ

– સાંજે – બાજરીનો રોટલો કે ભાખરી અને સાથે વધારેલી ખીચડી, શાક

image source

તમારી કોઇ ખાસ હેબિટ

– સમયસર જમવું અને સમયસર સૂઇ જવું એ બાબતમાં હું માનું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત