સંધૂ બનવા ઈચ્છે જજ, શાળાથી કોલેજ સુધીના અભ્યાસમાં ક્યારેય નથી જવું પડ્યું કોચિંગ ક્લાસમાં.

મિસ યૂનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ આજે દુનિયાભરમાં ચમકતું નામ બની ચુકી છે. તેણે 21 વર્ષ બાદ ઈતિહાસ રચી દીધો છે. 21 વર્ષની હરનાઝ કૌરે 21 વર્ષ બાદ મિસ યૂનિવર્સનું ક્રાઉન જીત્યું છે. હરનાઝની આ સફર પ્રેરણાદાયી રહી છે.

image socure

હરનાઝ કૌર પંજાબના ગુરદાસપુર જિલ્લાના એક ગામ કોહાલીમાં રહેનાર છે. જેની આબાદી અત્યારે 1400 આસપાસ છે. આટલા નાના ગામમાંથી આવતી હરનાઝે દુનિયાભરમાં પોતાની નામના કરી છે. આજે જે ખુશી અને ગર્વ હરનાઝે ભારતે દુનિયા સામે અપાવ્યો તેની ઉજવણી બધે જ થઈ રહી છે. હરનાઝનો પરીવાર ખેતી સાથે જોડાયેલો છે. તેનો પરિવાર હાલ મોહાલીમાં રહે છે. માતા ચંદીગઢના એક સરકારી હોસ્પિટલમાં ગાયનોકોલોજિસ્ટ છે.

image socure

હરનાઝની જીત પર ખુશી વ્યક્ત કરતાં તેની માતાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમની દીકરી જજ બનવા ઈચ્છતી હતી. હરનાઝ ચંદીગઢ સેક્ટર 40 સ્થિત શિવાલિક પબ્લિક સ્કુલની છાત્રા હતી. તેણે 12 ધોરણ પાસ ખાલસા સ્કૂલથી કર્યું. તેને પહેલાથી જ થિયેટરમાં રસ હતો આ ઉપરાંત તેને પશુઓ સાથે પણ ખાસ લગાવ છે. તે ખૂબ જ શાંત સ્વભાવની પણ છે. ખાસ વાત એ છે કે કોલેજ સુધીના અભ્યાસમાં તેણે ક્યારેય કોચિંગ લીધું નથી.

image soucre

હરનાઝ સંધુ મિસ ઈંડિયા 2019માં ફિનાલે સુધી પહોંચી હતી અને તેણે હવે મિસ યૂનિવર્સ 70નું ક્રાઉન જીત્યું છે. ભારતને 21 વર્ષ બાદ આ ક્રાઉન મળ્યું છે. આ પહેલા 1994માં સુષ્મિતા સેન અને 2000 માં લારા દત્તા મિસ યૂનિવર્સ બની હતી. તેવામાં આ ત્રીજી વખત છે જ્યારે આ ક્રાઉન ભારતને મળ્યું છે. મિસ યૂનિવર્સ 2021નો ફિનાલે 12 ડિસેમ્બરે ઈઝરાયલમાં થયો હતો. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ સ્પર્ધકોને જજ કર્યા હતા.

હરનાઝે મોડલ તરીકે તેની કારર્કિદી શરુ કરી હતી. તે અભ્યાસ સાથે એક્ટિંગ પણ કરતી હતી. તે ઘણી ફિલ્મો પણ કરી ચુકી છે. તે યારા દિયાં પૂ બારાં, બાઈ જી કુટ્ટાંગે ફિલ્મોમાં જોવા મળી હતી. જો કે તે પોતે જજ બનવા ઈચ્છતી હતી. હજુ પણ તે અભ્યાસ કરે છે. તેની માતાનું કહેવું છે કે જો તે આગળ ઈચ્છે તો ફિલ્મોમાં કારર્કિદી બનાવી શકે છે. તેણે આગળ શું કરવું તે સંપૂર્ણ રીતે તેનો નિર્ણય હશે.

image socure

મિસ યૂનિવર્સ પહેલા હરનાઝ ઘણા ખિતાબ જીતી ચુકી છે. હરનાઝે વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ, વર્ષ 2018માં મિસ મૈક્સ ઈમર્જિંગ સ્ટાર, વર્ષ 2019માં ફેમિના મિસ ઈંડિયા પંજાબ જીત્યુ અને હવે 2021માં મિસ યૂનિવર્સનું ટાઈટલ જીત્યું છે. તેણે આ ટાઈટલ જીતી પરિવાર અને દેશનું સન્માન વધાર્યું છે. તાજેતરમાં જ તેને દીવા ઓફ કોલેજ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.