ડ્રગ્સ કેસ: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને મળ્યા જામીન, પરંતુ હજુ ઓછી નથી થઇ મુશ્કેલીઓ…

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ શરુ થયેલી તપાસમાં બોલિવૂડના ડ્રગ્સ કનેકશનનો પર્દાફાશ થતાં એનસીબીએ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો જે આજ સુધી અવિરત છે. આ કેસમાં અગાઉ રિયા ચક્રવર્તીથી લઈ દીપિકા પાદુકોણ સુધીની અભિનેત્રીઓની એનસીબીએ કલાક સુધી પુછપરછ કરી હતી. ત્યારબાદ આ કેસમાં કોમેડી કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ થઈ હતી.

image source

શનિવારથી ભારતી અને હર્ષ જેલમાં હતા ત્યારે આજે સોમવારે સવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે કોર્ટ તરફથી તેમને મોટી રાહત મળી છે. તેમની ધરપકડના બીજા જ દિવસે મુંબઈ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

આ અગાઉ મુંબઇની એક કોર્ટે ભારતી સિંહ અને તેના પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેમના ઘરમાંથી ગાંજો મળી આવતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બંનેની ધરપકડ કરી હતી. ત્યારે બંનેએ જામીન માટે અરજી કરી હતી.

image source

સોમવારે કોર્ટે તેની જામીન અરજી પર સુનાવણીમાં કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. એનસીબીએ શનિવારે ભારતીની ધરપકડ કરી હતી અને રવિવારે સવારે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ દંપતીને રવિવારે બપોરે અહીં મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

image source

એનસીબીના વકીલ અતુલ સરપંડેએ કહ્યું હતું કે, “કોર્ટે બંને આરોપીઓને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.” જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તરત જ આ દંપતીએ વકીલ અયાઝ ખાન દ્વારા જામીન અરજી કરી હતી. તપાસ એજન્સીના એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે, બાતમીના આધારે શનિવારે, એનસીબીએ ભારતીના ઘરે દરોડા કર્યા હતા. ત્યારે તેના ઘરમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

image source

એનસીબીની એક વિજ્ઞપ્તિમાં પહેલા કહેવામાં આવ્યું હતું કે ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાનું સેવન કર્યો હોવાનું પણ પુછપરછમાં કબુલ્યું હતું. બ્યૂરોના એક અધિકારીઓનું કહેવું છે કે તેના ઘરમાંથી મળેલો ગાંજો કાનૂની ભાષામાં ઓછી માત્રાનો હતો.

image source

એક ગ્રામ ગાંજા સુધી નાની માત્ર ગણાય છે તેના માટે 6 માસ સુધીની સજા અથવા 10,000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. વાણિજ્યિક માત્રા 20 કિલો કે તેનાથી વધારે હોય છે તેના માટે 20 વર્ષની સજા થઈ શકે છે. આ વચ્ચેની માત્રા માટે 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત